ટોપ ન્યૂઝનેશનલ

Weather Update: આ રાજ્યોમાં Cold wave રહેશે અને આ રાજ્યોમાં વરસાદની શક્યતા

નવી દિલ્હી: વર્ષ અંત થવા આવ્યું છે ત્યારે ઉત્તર ભારત(North India)માં શિયાળો જામી રહ્યો છે. દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ઠંડા પવનો ફૂંકાઈ(Cold wave) રહ્યા છે અને ગાઢ ધુમ્મસ છવાયેલી જોવા મળી રહી છે, આગામી દિવસોમાં તેનાથી રાહત મળવાની કોઈ આશા નથી. હવામાન વિભાગે ઉત્તર ભારતના રાજ્યો માટે આગામી બે અઠવાડિયા માટે હવામાન અંગે અપડેટ(Weather Update) જાહેર કર્યું છે.

હવામાન વિભાગે આગામી બે અઠવાડિયા માટે આગાહી કરી છે. આ મુજબ, 5 જાન્યુઆરી પછી પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં 68 થી 100% સુધી કોલ્ડ વેવ રહેવાની સંભાવના છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન 34 થી 67% કોલ્ડ વેવ રેહેવાની સંભાવના છે. જયારે આગામી બે અઠવાડિયામાં દેશના બાકીના ભાગોમાં કોલ્ડ વેવની અપેક્ષા નથી. આ આગાહી 29 ડિસેમ્બરથી 11 જાન્યુઆરી સુધીના સમયગાળા માટે જાહેર કરવામાં આવી છે.

હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં 29 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી દિવસ ઠંડા રહેવાનું એલર્ટ જાહેર કર્યું છે. જયારે યુપી, ઉત્તર રાજસ્થાન, બિહાર, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પંજાબમાં 31 ડિસેમ્બર સુધી ખૂબ ગાઢ ધુમ્મસ રહેશે.

હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર, આજે એટલે કે 30 ડિસેમ્બરે તમિલનાડુ અને લક્ષદ્વીપમાં એક-બે જગ્યાએ હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે. તે જ સમયે, 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ, પશ્ચિમ હિમાલયના ઉપરના વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…