Shri Ram Mandir ઉદ્ઘાટનને લઈને ઉદ્ધવ ઠાકરેએ કહીં મોટી વાત
મુંબઈ: શિવસેના ઠાકરે જુથના વડા ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ મીનાતાઈ ઠાકરેની જન્મ જયંતિ નિમિત્તે દાદર ખાતે આવેલા મીનાતાઈ ઠાકરેની પ્રતિમાનું અભિવાદન કર્યું હતું. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ તેમને 22 જાન્યુઆરી 2022 ના દિવસે શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ ન મળવા વિશે પણ મોટું નિવેદન આપ્યું હતું. ઠાકરેએ કહ્યું કે 22 જાન્યુઆરીના રોજ હું રામ મંદિરમાં જઈશ.
દેશમાં રામ મંદિરને લઈને તૈયારીની સાથે સાથે વિપક્ષને અનેક મોટા નેતાઓને આમંત્રણ ન મળ્યા હોવાને લીધે વિવાદ પણ સર્જાયો છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સાથે એનસીપીના વડા શરદ પાવરને પણ આમંત્રણ ન મળ્યું હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. રામ મંદિરના ઉદ્ઘાટનને માત્ર ગણ્યા દિવસો બાકી રહેતા ઉદ્ધવ ઠાકરે દ્વારા 22 જાન્યુઆરીએ શિવસેનાના એક કાર્યક્રમની જાહેરાત કરી હતી.
મીનાતાઈ ઠાકરેની જન્મ જયંતિ નિમિત્તે ઠાકરેએ કહ્યું છ જાન્યુઆરીએ માંનો જન્મદિવસ હોય છે. દર વર્ષે અમે અહીં તેમને અભિવાદન કરવા આવે છે. 23 જાન્યુઆરીએ માનનીય હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેનો પણ જન્મદિવસ છે. આ વર્ષે 23 જાન્યુઆરીએ શિવસેની શિબિર નાશિક ખાતે યોજવામાં આવવાની છે. આ દિવસે સાંજે અનંત કન્હેરે મેદાન ગોલ્ફ ક્લબમાં શિવસેનાની સભા ભરવામાં આવવાની છે.
ઉદ્ધવ ઠાકરે એ આગળ કહ્યું કે આ સાથે એક આનંદની વાત છે. 22 જાન્યુઆરીના દિવસે રામ મંદિરને લઈને વર્ષોથી કરેલા સંઘર્ષને લઈને 25-30 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે નિકાલ આપ્યો હતો. 22 જાન્યુઆરીના દિવસે નાશિકમાં આવેલા કળારામ મંદિરમાં જઈને રામ મંદિરનો ઉત્સવ ઉજવીશું. આ મંદિરમાં સાનેગુરુજી અને ડૉ. બાબાસાહેબ આંબેડકરને પ્રવેશ મેળવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. તેથી અમે 22 જાન્યુઆરીના દિવસે આ મંદિરમાં રામના દર્શન કરીશું અને સાંજે ગોદાવરી નદીની મહાઆરતીમાં પણ ભાગ લઇશ. એવું ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું.
ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યાના રામ મંદિરને લઈને પણ મોટી વાત કહી હતી. ઠાકરેએ કહ્યું 22 જાન્યુઆરીએ કોણ અયોધ્યા જશે? કોને આમંત્રણ આપવામાં આવ્યું છે? એ બાબતમાં હું વચ્ચે પડીશ નહીં. રામ મંદરનું ઉદ્ઘાટન એક ધાર્મિક મુદ્દો છે. આ મુદ્દાને રાજકારણથી દૂર રાખવો જોઈએ. મને જ્યારે લાગશે ત્યારે હું અયોધ્યા પણ જઈશ. આ મુદ્દે કોને માન-પણ મળ્યું એ બાબત વિશે ચર્ચા કરવાની જરૂર નથી, એવું ઠાકરેએ જણાવ્યું હતું.