ચૂંટણી દરમિયાન કલમ 144 લાગુ કરવા અંગે સુપ્રીમ કોર્ટે આપ્યો વચગાળાનો આદેશ

નવી દિલ્હી: ચૂંટણી દરમિયાન કલમ 144 લગાવવામાં આવ્યા પર સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ જાહેર કર્યો છે. જેમાં કોર્ટે કહ્યું કે ત્રણ દિવસમાં અરજી પર ઓથોરિટી નિર્ણય કરે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ વ્યક્તિ ચૂંટણી અંગે મતદાતાઓને શિક્ષિત કરવા માટે યાત્રા આયોજીત કરવાની મંજુરી માંગવા માટે અરજી કરે છે તો સંબંધિત ઓથોરિટીને આવી અરજી પર 3 દિવસમાં જ નિર્ણય લેવાનો રહેશે.
જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેંચ આ બાબતની તપાસ કરવા માટે સંમત થઈ ગઈ છે શું જિલ્લા મેજિસ્ટ્રેટ નિયમિત કેસના રૂપમાં ચૂંટણી પહેલા કલમ 144 લાગુ કરી શકે છે? અરજીકર્તાઓ દ્વારા વકીલ પ્રશાંત ભૂષણએ કહ્યું કે જ્યાં સુધી શાંતિ ભંગ થવાની આશંકા ન હોય તમે કલમ 144નો આદેશ આપી શકો નહીં. આ ચૂંટણી પહેલા કરવામાં આવી રહ્યું છે, અને તમામ રેલીઓ રોકી દેવામાં આવી છે.
તેમણે કહ્યું કે અમે લોકશાહી યાત્રા અંગે પરવાનગી માટે અરજી કરી છે જેથી મતદારો તેમના લોકતાંત્રિક અધિકારોનો ઉપયોગ કરી શકે. સામાજિક કાર્યકર્તા અરુણા રોય અને નિખિલ ડેએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું છે કે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાના નામ પર કલમ 144 મનસ્વી રીતે લગાવી શકાય નહીં.
આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેમણે લોકતંત્ર યાત્રાના આયોજનની પરવાનગી માટે રાજસ્થાન ચૂંટણી પંચ, મુખ્ય સચિવ, રાજસ્થાન સરકાર અને અન્ય અધિકારીઓને અનેક પત્રો લખ્યા હતા. પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે કલમ 144નો હેતું જાહેર શાંતિ જાળવી રાખવા, અશાંતિને રોકવા અને યુધ્ધ જેવી સ્થિતીને પહોંચી વળવા માટે અસ્થાઈ ઉપાય છે. જો કે ચૂંટણી દરમિયાન કલમ 144નો વારંવાર અને વ્યાપક ઉપયોગ મતદારોના ડર કે ધમકીના વોટ આપવાના અધિકાર પ્રયોગમાં પણ દખલરૂપ છે.