IPL 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

…તો ભારતીય ટીમની સેમીફાઈનલ મેચ મુંબઈમાં નહીં રમાય!

ICC વન ડે વર્લ્ડ કપમાં અત્યાર સુધી તમાન 8 મેચ જીતીને ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં પહેલા ક્રમે છે, અન્ય ટીમોનો બાકી બધી મેચ જીતે તો પણ ભારતીય ટીમ પહેલા ક્રમે જ રહેશે એ નક્કી છે. ભારતીય ટીમ સેમીફાઈનલ માટે તૈયારીઓ કરી રહી છે, ચાહકોએ પણ મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં મેચ નિહાળવા તૈયારીઓ કરી લીધી છે. ત્યારે આ મેચ ક્યા મેદાન પર રમાશે એ નક્કી નથી. જો પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં ચોથા રહીને સેમી ફાઈનલમાં જગ્યા મેળવે મેચ કોલકાતાને ઈડન ગાર્ડન્સમાં શિફ્ટ થઇ શકે છે.

ICCના શેડ્યુલ મુજબ ભારતીય ટીમ 15 નવેમ્બરના રોજ પોઈન્ટમાં ચોથા સ્થાને રહેનાર ટીમ સાથે સેમિ-ફાઇનલ મેચ રમશે. જો ન્યુઝીલેન્ડ કે અફઘાનિસ્તાનમાંથી કોઈ એક સેમીફાઈનલ માટે ક્વોલિફાય થાય તો 15 નવેમ્બરે ભારતની સેમીફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, પરંતુ જો પાકિસ્તાન ચોથા ક્રમે રહેશે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ડ્રીમ સેમીફાઈનલ મેચ 15 નવેમ્બરના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની સેમી ફાઈનલ મેચ કોલકાતા યોજવાનું કારણ એ છે કે ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ નોકઆઉટ મેચ મુંબઈની બહાર રમાડવાની શરત મૂકી હતી, જેને ભારતીય ક્રિકેટ બોર્ડ(બીસીસીઆઈ) અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(આઇસીસી)એ માન્ય રાખી હતી. પાકિસ્તાન સુરક્ષા કારણોસર મુંબઈમાં સેમીફાઈનલ રમવા માંગતું નથી.

શેડ્યુલ મુજબ પોઈન્ટ ટેબલમાં બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમો વચ્ચે 16 નવેમ્બરના રોજ બીજી સેમિફાઇનલ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. પરંતુ જો પાકિસ્તાન અંતિમ ચાર માટે ક્વોલિફાય થાય તો તે પ્રથમ સેમિફાઇનલનું આયોજન ઇડન ગાર્ડન્સમાં થશે અને ત્યારબાદ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 16 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી સેમિફાઇનલ મેચ રમાશે.

બીજી સેમિફાઇનલ માટેની લાઇન-અપ પહેલેથી જ ફાઇનલ થઈ ગઈ છે કારણ કે પોઈન્ટ ટેબલમાં દક્ષિણ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા બંને ત્રીજા સ્થાનથી નીચે અને બીજા સ્થાનથી ઉપર જઈ શકે નહીં. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા ત્રીજી વખત ODI વર્લ્ડ કપની સેમીફાઈનલમાં એકબીજા સાથે ટકરાશે. અગાઉ બંને વખત ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી.

ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાવાની છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button