ટોપ ન્યૂઝનેશનલ

સરકારે Binance અને QCoin સહિત 9 વિદેશી ક્રિપ્ટો પ્લેટફોર્મને નોટિસ મોકલી

નવી દિલ્હી: નાણા મંત્રાલય હેઠળના ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ (FIU) એ મની લોન્ડરિંગ એક્ટનું પાલન ન કરવા બદલ Binance અને QCoin સહીત નવ વિદેશી ક્રિપ્ટોકરન્સી અને ડિજિટલ એસેટ પ્લેટફોર્મ્સ કારણદર્શક નોટિસ મોકલી છે. FIU એ આ નવ ડિજિટલ પ્લેટફોર્મના URL ને બ્લોક કરવા માટે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (Meit) ને પત્ર પણ લખ્યો છે. આ પ્લેટફોર્મ ભારતમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની જોગવાઈઓનું પાલન કર્યા વિના કામ કરી રહ્યા હતા.

નાણા મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે Binance અને QCoin સિવાય, FIUએ Huobi, Kraken, Gate.io, Bittrex, Bitstamp, MEXC Global અને Bitfinexને પણ નોટિસ મોકલી છે. FIU-IND સાથે રિપોર્ટિંગ યુનિટ તરીકે નોંધણી ન કરવા બદલ તેમને નોટિસ મોકલવામાં આવી છે.

ભારતમાં કાર્યરત વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ સર્વિસ પ્રોવાઇડર્સ(VDA-SP)એ FIU-IND સાથે રિપોર્ટિંગ યુનિટ તરીકે નોંધણી કરાવવી જરૂરી છે. આ ઉપરાંત, તેઓએ PMLA, 2002 ની જોગવાઈઓનું પણ પાલન કરવું પડશે. અત્યાર સુધીમાં, કુલ 31 VDA-SP એ FIU-IND સાથે પોતાની નોંધણી કરાવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…