દેશની સૌથી મોટી આઈટી કંપની ટીસીએસમાં 12,000 કર્મચારીની થશે છટણી, જાણો કેમ લીધો આ નિર્ણય | મુંબઈ સમાચાર

દેશની સૌથી મોટી આઈટી કંપની ટીસીએસમાં 12,000 કર્મચારીની થશે છટણી, જાણો કેમ લીધો આ નિર્ણય

નવી દિલ્હીઃ ભારતના સૌથી મોટી આઈટી સેવા પૂરી પાડનારી કંપનીએ પોતાના કર્મચારીઓને મોટો ઝટકો આપતો નિર્ણય લીધો છે. આ કંપની હવે આગામી વર્ષમાં પોતાના કૂલ કર્મચારીઓમાંથી 2 ટકા કર્મચારીઓની છટણી કરવાની છે.

ચોંકાવનારી વાત એ છે કે કંપનીએ પોતાના કર્મચારીઓના વર્કફોર્સમાં 2 ટકા ઘટાડશે. આ 12 હજાર કર્મચારીઓને કંપની આવતા વર્ષે છટણી કરવામાં આવશે અને કારણ શું હોઈ શકે? ચાલો વિગતે જાણીએ…

આપણ વાંચો: METAનાં 3,000 કર્મચારીઓની છટણી થશે! આ કારણે કંપનીએ લીધો નિર્ણય

શા માટે આ નિર્ણય લેવામાં આવ્યો?

આ મામલે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)ના સીઈઓ કે. કૃતિવાસનએ જણાવ્યું કે, અત્યારે દુનિયા બદલાઈ રહી છે. હવે કંપની પણ આ બદલાવ માટે તૈયારી કરી રહી છે. ખાસ કરીને વાત એઆઈની છે. હવે એઆઈ દ્વારા નવું વર્ક મોડેલ તૈયાર કરવા માટે કંપની કામ કરી રહી છે.

કંપનીનું એવું પણ માનવું છે કે, ભવિષ્યમાં અત્યારેની જે કાર્યપદ્ધતિ છે તે કામ નહીં આવે તેથી તેમના બદલાવ કરવો અતિ આવશ્યક છે. આ છટણીમાં મધ્યમ અને વરિષ્ઠ સ્તરના કર્મચારીઓને વધુ અસર થઈ શકે છે.

TCSના મતે, તેમણે કર્મચારીઓને નવી કુશળતા શીખવવા અને તેમને નવા પ્રોજેક્ટ્સમાં તૈનાત કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ આ તૈનાતી ઘણી ભૂમિકાઓમાં સફળ રહી નહીં. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આપણ વાંચો: ખર્ચો પોસાતો નથી, રિલાયન્સે 42,000 કર્મચારીઓની છટણી કરી

છટણી માટે કંપનીઓ આવો રસ્તો અપનાવ્યો

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કંપનીએ એક નવી પેનલ બનાવી છે. જે કર્મચારી 35 થી વધારે દિવસ સુધી કોઈ પ્રોજેક્ટમાં કામ નહીં કરતો હોય તે તેનો રાજીનામું આપવામાં માટે કહેવામાં આવ્યું છે.

જે કર્મચારીએ જાતે રાજીનામું આપે છે તેને ત્રણ મહિનાનો પગાર આપવામાં આવશે. પરંતુ જો કોઈ કર્મચારી જાતે રાજીનામું નહીં આપે તેને ટર્મિનેટ કરવામાં આવશે. જેમાં તેને પગાર પણ નહીં આપવામાં આવે! કંપની દ્વારા આ પ્રક્રિયાને સંભવિત એટલી સંવેદનશીલ રીતે કરવામાં આવી છે.

અસરગ્રસ્ત કર્મચારીઓને નોટિસ પીરિયડ પગાર, નોકરી છોડવા પર વધારાનો પગાર, આરોગ્ય વીમા લાભો અને બહાર નોકરી આપવા જેવા વિકલ્પો આપવામાં આવી રહ્યા છે.

આપણ વાંચો: આ જાયન્ટ ટેક કંપનીએ 12,500 કર્મચારીઓની છટણી કરી, AI બન્યું કારણ!

આ છટણી AIના કારણે નથી કરવામાં આવી

કંપનીનો દાવો છે કે, આ છટણી એઆઈના કારણે નથી કરવામાં આવી રહી હતું, પરંતુ ભવિષ્યમાં સ્કિલ્સની જરૂરિયાતોને ધ્યાને રાખવામાં આવી રહી છે. આ કંપની ભારતની સૌથી મોટી આઈટી કંપનીઓમાંની એક છે.

જો TCS કંપની આટલો મોટો નિર્ણય લઈ રહી છે તે અન્ય કંપનીઓ પણ આ દિશામાં વિચાર કરી શકે છે. કંપની ભલે કહેતી હોય કે આ છટણી એઆઈના કારણે નથી કરવામાં આવતી પરંતુ મહત્વનું કારણે તો એઆઈ જ હશે! પરંતુ હવે અન્ય કંપનીઓ પણ આવો નિર્ણય લેશે કેમ તે જોવું રહ્યું!

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button