દિશા સાલિયન કેસ ખૂલતા મહારાષ્ટ્રના રાજકારણમાં ઊથલપાથલ થવાના એંધાણ…
દિશાના પિતાએ હાઇ કોર્ટમાં કરી અરજી, જાણો સમગ્ર પ્રકરણ?

મુંબઈઃ વર્ષ 2020ની 14મી જૂને કોરોનાકાળ દરમિયાન જ 34 વર્ષીય અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના સમાચાર આવ્યા હતા ને આત્મહત્યાથી શરૂ થયેલી આ મોતની થિયરીએ મહારાષ્ટ્ર સહિત દેશ.ભરના રાજકારણમાં ખળભળાટ મચાવી નાખ્યો હતો. એક તરફ સુશાંતનું મોત અને બીજી તરફ ફિલ્મજગતમાં નેપોટીઝમ, ડ્રગ્સની હેરાફેરી વગેરે જેવી ઘણી થિયરીએ ટીવી ડિબેટ અને સમાચાર પત્રો, સોશિયલ મીડિયામાં ચાલી હતી. આ બધા સાથે એક બહુ જ ગંભીર થિયરી તેના મૃત્યુ મામલે ચાલી હતી અને તે હતી તેની મેજેનર દિશા સાલિયનની કથિત હત્યાની.
આ પણ વાંચો: કોસ્ટલ રોડ: ગોરેગામ-દહિસર વચ્ચેના ૬૦ પ્લોટ ડીરિઝર્વ કરવા માટે નોટિસ
સુશાંતની મેનેજર દિશા સાલિયનનું મૃત્યુ સુશાંતના મૃત્યુના થોડા દિવસો પહેલા જ થયું હતું. યુવાન અને સુંદર દેખાતી દિશાએ પાર્ટી ચાલી રહી હતી તે ઈમારતના 14માં માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરી હોવાની આ ઘટના હતી. તે સમયે પણ આવી દલીલો બહાર આવી હતી કે દિશાએ આત્મહત્યા કરી ન હતી, પરંતુ તેની સાથે બળાત્કાર થયો હતો અને તેને ફેંકી દેવાઈ હતી. તે સમયે એમ પણ બહાર આવ્યું હતું કે આ પાર્ટીમાં બોલીવૂડ સેલિબ્રિટી સાથે તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના દીકરા અને કેબિનેટ પ્રધાન આદિત્ય ઠાકરે હાજર હતા અને તેના પર પણ બળાત્કારનો આરોપ હોવાનું મીડિયા રિપોર્ટ્સ જણાવતા હતા.

દિશા સાથે થયેલા આ વર્તન બદલ સુશાંતે આદિત્ય સહિત તમામને ધમકાવ્યા હોવાની થિયરી ચાલી હતી અને સુશાંતની આત્મહત્યા નહીં પણ હત્યા થઈ હોવાની અહેવાલો હતા. જોકે તે સમયે દિશા સાલિયનના માતા-પિતાએ આ મામલે દીકરીને બદનામ ન કરવા જણાવ્યું હતું અને કેસ પર પદડો પડી ગયો હતો, જોકે સુશાંતના મૃત્યુની વાત જ્યારે આવે ત્યારે દિશાનો પણ ઉલ્લેખ થાય છે.
દિશાના પિતાએ હાઈકોર્ટમાં કરી અરજી
હવે ફરી આ મુદ્દો વિધાનમંડળનું બજેટ સત્ર ચાલુ છે ત્યારે ઉછળ્યો છે. તેનું કારણ એ છે કે દિશાના પિતાએ બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી છે કે તેની દીકરીની આત્મહત્યા નહીં, પણ હત્યા થઈ છે તે એંગલથી સમગ્ર કેસની ફરી તપાસ કરવામાં આવે છે. તે સમયે અમારા પણ દબાણ હતું તેમ પણ દિશાના પિતાએ એક મીડિયા અહેવાલમાં જણાવ્યું હતું. તેમણે અરજીમાં આદિત્ય ઠાકરે, અને તત્કાલીન મેયર કિશોરી પેંડણેકર સામે ઘટનાના પુરાવા નષ્ટ કરવાનો પણ આક્ષેપ કર્યો છે. આદિત્ય સાથે અભિનેતા આદિત્ય પંચોલીનો દીકરો સૂરજ પંચોલી અને અભિનેતા દિનો મોરિયો પણ હોવાનો દાવો કરવામાં આવે છે.
આ સાથે દિશા જો 14માં માળેલી પડી હોય તો તેના ચહેરા કે શરીર પર કોઈ નિશાન હતા. તેની પાસે આત્મહત્યા કરવાનું કોઈ કારણ જ ન હતું, તેવી વતો મીડિયા સમક્ષ આવી છે. તે દિવસના ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ ગાયબ કરવાથી માંડી મુંબઈ પોલીસને ઘટના પર પદડો નાખવા કરવામાં આવેલા દબાણ વગેરે આક્ષેપો પણ તેમણે કર્યા હોવાની માહિતી મળી છે.
રાજકારણીઓ આ મુદ્દે તૂટી પડ઼્યા
આ કેસ સેલિબ્રિટી અને સેલિબ્રિટી મેનેજરની આત્મહત્યા કે હત્યા માત્રનો નથી, પરંતુ આ સાથે ઠાકરે પરિવારના પુત્રનું નામ જોડાયેલું છે અને તેથી આ રાજકીય ધમાસાણ અગાઉ થયું હતું અને હવે થવાની પૂરી સંભાવના છે. કેબિનેટ પ્રધાન નીતિશ રાણે આ મામલે વિધાનસભામાં આક્રમક થયા હતા તો શિવેસનાના નેતા મનીષા કાયંદેએ પણ આ મામલે આક્રમક વલણ અપનાવ્યું હતું.
આ પણ વાંચો: Nagpur Violence: સોશિયલ મીડિયાએ આપી હિંસાને હવા! સાયબર સેલે 140 થી વધુ પોસ્ટ્સ અને વીડિયોનો શોધી કાઢ્યા…
ત્યારે બીજી બાજુ શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે આ કેસ ઈરાદાપૂર્વક આ સમયે બહાર લાવવામાં આવ્યો છે. આનું કારણ એ છે કે ઔરંગઝેબની કબરના મુદ્દે સરકાર શરમજનક સ્થિતિમા મૂકાઈ છે અને હિંસા ફાટ્યા બાદ સરકારની ચોમેર ટીકા થઈ રહી છે આથી આ કેસ પાછો બહાર લાવવામાં આવી રહ્યો છે. વારંવાર સરકાર ઠાકરે પરિવારની બદનામી કરવા માગે છે, તેવો આક્ષેપ પણ તેમણે કર્યો છે.