સુનિતા વિલિયમ્સના પૈતૃક ગામ ઝુલાસણમાં જશ્નનો માહોલ, જુઓ વીડિયો…

મહેસાણાઃ માત્ર 8 દિવસ માટે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં ગયેલા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ મિલ્મોરની 9 મહિના બાદ ઘરવાપસી થઈ હતી. ઇલોન મસ્કની સ્પેસ કંપની સ્પેસએક્સનું ડ્રેગસ સ્પેસક્રાફ્ટ ઈન્ટરનેશનનલ સ્પેસક્રાફ્ટથી અનડોક થયા બાદ બુધવારે વહેલી સવારે ફ્લોરિડા નજીક દરિયામાં ઉતરાણ કર્યું હતું. આ લેન્ડિંગ સાથે ઐતિહાસિક મિશન પૂર્ણ થયું હતુ. સુનિતા વિલિયમ્સ પરત આવતાં માત્ર અમેરિકામાં જ નહીં ભારત સહિત સમગ્ર વિશ્વમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છે.
આ પણ વાંચો : સુનિતા વિલિયમ્સ આ તારીખે પૃથ્વી પર પરત ફરશે; જાણો Crew-10 મિશન વિષે
સુનિતા વિલિયમ્સના પૈતૃક ગામ ઝુલાસણમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. ગામના લોકોએ આતશબાજી સેલિબ્રેશન કર્યું હતું. સુનિતા વિલિયમ્સ પરત આવતાં જ ગામમાં જશ્ન શરૂ થઈ ગયો હતો.
સુનિતા વિલિયમ્સ 9 મહિના બાદ પૃથ્વી પર પરત ફરતાં અમદાવાદમાં રહેતા તેમના પિતરાઈ ભાઈ દિનેશ રાવલે કહ્યું, જ્યારે તે પૃથ્વી પર આવી ત્યારે અમે આનંદથી નાચી ઉઠ્યા હતા. છેલ્લા 24 કલાકમાં હું ખૂબ જ ચિંતિત હતો. ભગવાને અમારી પ્રાર્થના સાંભળી અને તે હેમખેમ પરત આવી. સુનિતા કોઈ સાધારણ વ્યક્તિ નથી, તે સમગ્ર વિશ્વને બદલી નાંખશે.
આ પણ વાંચો :ગુજરાતના 22 જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ વધ્યું, એપ્રિલમાં કમોસમી વરસાદની આગાહી…
ઈલોન મસ્કની સ્પેસ કંપની સ્પેસએક્સનું ડ્રેગન સ્પેસક્રાફ્ટ મંગળવારે સવારે સુનિતા અને વિલ્મોર તેમજ અન્ય બે અવકાશ યાત્રીઓ સાથે આઈએસએસથી અનડોક થયું હતું. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સાથે ક્રૂ-9 ના બે અન્ય અવકાશયાત્રીઓ, નિક હેગ અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ પૃથ્વી પર પરત ફર્યા હતા.