Speaker Vs Jaya Bachchan: રાજ્યસભામાં સ્પીકર પર હવે મહાભિયોગની લટકતી તલવાર
નવી દિલ્હી : રાજ્યસભામાં(Rajya Sabha) સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન અને અધ્યક્ષ જગદીપ ધનખર વચ્ચે થયેલા શાબ્દિક વિવાદ બાદ વિપક્ષ અધ્યક્ષ વિરુદ્ધ એકજુથ થયો છે. તેમજ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખર વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ માટે તૈયારીઓ કરી રહ્યો છે. જેમાં અધ્યક્ષ જગદીપ ધનખર વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ માટે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના રૂમમાં સાંસદોના હસ્તાક્ષરો એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
ઉપરાષ્ટ્રપતિ સંસદ સભ્યનો અનાદર કરી શકે નહીં – પ્રિયંકા ચતુર્વેદી
આ દરમ્યાન શિવસેના (UBT)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું છે કે, ” સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચનને ઉપરાષ્ટ્રપતિ કરતાં વધુ અનુભવ છે. તેઓ સંસદ સભ્યનો અનાદર કરી શકે નહીં જ્યારે ટીએમસી સાંસદ ડોલા સેનાએ કહ્યું કે જયા બચ્ચન અહીં સેલિબ્રિટી તરીકે નથી આવતા તે અહીં સાંસદ તરીકે આવે છે.
આ પણ વાંચો : સંસદની કાર્યવાહીમાં જ્યારે જયા બચ્ચન પર ભડકી ગયા સ્પીકર….
સમગ્ર વિવાદ પર જયા બચ્ચને શું કહ્યું?
જયા બચ્ચને કહ્યું, “મેં સ્પીકરના ટોન સામે વાંધો ઉઠાવ્યો. અમે શાળાએ જતા બાળકો નથી. અમારામાંથી કેટલાક વરિષ્ઠ નાગરિકો છે. હું તેમના ભાષણના ટોનથી પરેશાન થઈ ગઈ હતી અને ખાસ કરીને જ્યારે વિપક્ષના નેતા બોલવા માટે ઉભા થયા ત્યારે તમે માઈક બંધ કરી દીધું તમે આવું કેવી રીતે કરી શકો છો ?
સંસદમાં આ મારી પાંચમી મુદત
જયા બચ્ચને વધુમાં કહ્યું હતું કે, “મારો મતલબ દર વખતે અસંસદીય શબ્દોનો ઉપયોગ થાય છે, જે હું અહીં બધાની સામે કહેવા માંગતી નથી. તમે ઉપદ્રવી છો , બુદ્ધિહીન છો એવું કહેવાય છે. તેમણે કહ્યું કે તમે સેલિબ્રિટી છો. મને કોઇ ફેર નથી પડતો. હું તેમને કાળજી લેવા માટે નથી કહી રહી. હું કહી રહી છું કે હું સંસદ સભ્ય છું. સંસદમાં આ મારી પાંચમી મુદત છે, હું જાણું છું કે હું શું કહી રહી છું. આજ કાલ સંસદમાં જે પ્રકારની વાતો થાય છે પહેલા કોઈએ નથી કીધી
અમે બધા જ્યાં બચ્ચન સાથે : પ્રમોદ તિવારી
જ્યારે કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું, “પરંપરા એવી રહી છે કે જ્યારે ગૃહના નેતા અથવા વિપક્ષના નેતા બોલવા માટે ઉભા થાય છે. જે બંને બંધારણીય પદ છે બંનેને બોલવા દેવા જોઇએ. પરંતુ તેનું પાલન થઈ રહ્યું નથી. ઘનશ્યામ તિવારીએ ગૃહમાં એવી ભાષા અને સૂરનો ઉપયોગ કર્યો છે જેમાં ગરિમાનો અભાવ છે, પરંતુ અમે માંગ કરીએ છીએ કે ગૃહમાં આ ઘટના બની છે. તેથી તેમણે તેમની ભૂલ સ્વીકારવી જોઈએ.જયા બચ્ચને પણ કહ્યું છે તે જ વસ્તુ અમે બધા તેમની સાથે ઉભા છીએ.