નેશનલ

સંસદની કાર્યવાહીમાં જ્યારે જયા બચ્ચન પર ભડકી ગયા સ્પીકર….

સંસદમાં રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચનને અધ્યક્ષ જગદીશ ટૉન પર સવાલ ઉઠાવ્યા હતા. જયા બચ્ચને કહ્યું હતું કે, ‘હું એક કલાકાર છું અને હું બોડી લેંગ્વેજ સમજી શકું છું. હું અભિવ્યક્તિ પણ સમજી શકું છું. તેમણે જણાવ્યું હતું કે, માફ કરજો પણ તમારો ટોન બરાબર નથી અને આ મને સ્વીકાર્ય નથી.’

જયા બચ્ચનની આ ટીપ્પણી પર અધ્યક્ષ ગુસ્સે થઈ ગયા હતા અને રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો ત્યારબાદ વિપક્ષે વોક આઉટ કર્યું હતું. વિપક્ષના સભ્યોએ ‘દાદાજી નહીં ચાલે’ના નારા પણ લગાવ્યા હતા. આ દરમિયાન ગૃહના નેતા જે પી નડ્ડા વિપક્ષ સામે નિંદાનો પ્રસ્તાવ પણ લાવ્યા હતા.

જયા બચ્ચન પર ગુસ્સે થઈને ધનખરે કહ્યું હતું કે, ‘તમે મહાન સિદ્ધિ હાંસલ કરી છે. તમે સેલિબ્રેટી છો. તમે જાણો છો કે અભિનેતા એ નિર્દેશકનો વિષય છે તમે મારા ટોન પર સવાલ ઉઠાવો છો. આ સ્વીકાર્ય નથી. તેમના આવા જવાબ પર વિપક્ષે પલટવાર કરતા જણાવ્યું હતું કે જયા બચ્ચન સંસદની સિનિયર મેમ્બર છે.

એમને સેલિબ્રેટી ના કહી શકાય. વિપક્ષના રવૈયા પર પ્રતિક્રિયા આપતા અધ્યક્ષે જણાવ્યું હતું કે, વરિષ્ઠ સભ્ય મારુ અપમાન કરી રહ્યા છે. મારી પાસે મારી સ્ક્રીપ્ટ છે. ત્યાર બાદ વિપક્ષના સભ્યો સૂત્રોચ્ચાર કરીને વૉકઆઉટ કરી ગયા હતા. અધ્યક્ષે કહ્યું હતું કે વિપક્ષ ચર્ચામાં ભાગ લેવા માંગતો નથી. તેઓ તેમની ફરજમાંથી બહાર નીકળી રહ્યા છે. અધ્યક્ષે ભારત છોડો આંદોલનથી લઈને ઈમરજન્સી સુધી તમામ બાબતોનો ઉલ્લેખ કરીને વિપક્ષ પર સવાલ ઉઠાવ્યા હતા.

આ પણ વાંચો: ઐશ્વર્યા રાય આરાધ્યાની માતા નથી, આ શું બોલી ગયા જયા બચ્ચન?

1942 ની ભારત છોડો ચળવળનો ઉલ્લેખ કરતા ધનખરે કહ્યું હતું કે આજે વિપક્ષ સંસદને બહાર નીકળી ગયો છે, જ્યારે દુનિયા આપણને બરાબર ઓળખી રહી છે. દુનિયા વિકાસ જોઈ રહી છે. આપણો દેશ વિકાસના પથ પર છે અને હું સંપૂર્ણ જવાબદારી સાથે મને મળેલા પ્લેટફોર્મનો (સ્પીકર પદનો) ઉપયોગ કરું છું.

ભારત એક શાંતિપ્રિય દેશ છે ભારતના પીએમની વૈશ્વિક ઓળખ છે. ભારતે સતત ત્રીજી વખત સરકારનું પુનરાવર્તન કરીને ઇતિહાસ રચ્યો છે, ત્યારે કેટલાક લોકો પાડોશી દેશનું ઉદાહરણ આપી રહ્યા છે. તેમણે ઇમરજન્સીનો ઉલ્લેખ કરીને કોંગ્રેસને પણ ઘેરી હતી અને જણાવ્યું હતું કે દરેક નાગરિકે આ જાણવું જોઈએ કે આ લોકશાહીનું અપમાન છે.

ગૃહના નેતા જેપી નડ્ડાએ ધનખરને જણાવ્યું હતું કે, માત્ર સત્તાધારી પક્ષ જ નહીં આખો દેશ તમારી સાથે ઉભો છે તમારી સાથે જે વર્તન કરવામાં આવ્યું છે તે ઘણું જ બેજવાબદાર ભર્યું અને અભદ્ર છે. તેઓ એટલા અધોગતિમાં પડી ગયા છે કે પક્ષ અને વ્યક્તિનો વિરોધ કરવાના બદલે દેશનો વિરોધ કરવા લાગ્યા છે.

જ્યારે દેશને વિભાજિત કરવા માંગતી શક્તિઓની સાથે વિપક્ષનો અવાજ જોવા મળે છે ત્યારે શંકા થાય છે કે પ્રાદેશિક પક્ષોનો એજન્ડા દેશને નબળો પાડવાનો બની ગયો છે.

નડ્ડાએ જણાવ્યું હતું કે તમામ વિપક્ષો એ સુનિશ્ચિત કરી રહ્યા છે કે ગૃહની કાર્યવાહી કોઈ પણ રીતે ચાલે નહીં. વિપક્ષે માફી માંગવી જોઈએ અને ગૃહની ગરિમા જાળવવી જોઈએ. જેપી નડ્ડાએ વિપક્ષના વર્તનની નિંદા કરતો પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો. આ પછી ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત? 22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ… યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ