આમચી મુંબઈટોપ ન્યૂઝ

મુંબઈ 1: મુંબઈમાં જાહેર પરિવહન માટે સિંગલ કાર્ડ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે

મુંબઈ: મુખ્ય પ્રધાન ફડણવીસે જણાવ્યું હતું કે મેટ્રો, મોનો રેલ, ઉપનગરીય લોકલ ટ્રેનો અને જાહેર પરિવહન બસોમાં મુસાફરી કરવા માટે સિંગલ કાર્ડનો ઉપયોગ કરી શકાય છે અને ઉમેર્યું હતું કે કાર્ડ એક મહિનામાં તૈયાર થઈ જશે
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથે એક પત્રકાર પરિષદમાં બોલતાં, તેમણે કહ્યું હતું કે મેટ્રો, મોનો રેલ, ઉપનગરીય લોકલ ટ્રેનો અને જાહેર પરિવહનની બસોમાં મુસાફરી કરવા માટે સિંગલ કાર્ડનો ઉપયોગ કરી શકાય છે. ‘કાર્ડનું સ્વરૂપ એક મહિનામાં તૈયાર થઈ જશે,’ એમ ફડણવીસે જણાવ્યું હતું.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આની પુષ્ટિ કરતા કહ્યું હતું કે કાર્ડનું બેકએન્ડ કાર્ય અને ડિજિટલ આર્કિટેક્ચર એક મહિનાની અંદર પૂર્ણ થઈ જશે. એકવાર અમારી પાસે સિસ્ટમ આર્કિટેક્ચર હશે, પછી અમે બધા મુંબઈગરા માટે મુંબઈ વન કાર્ડ રજૂ કરીશું. તે ખરેખર શહેરી ગતિશીલતા માટે ગેમ-ચેન્જર બની રહેશે,’ એમ તેમણે કહ્યું હતું.

આપણ વાંચો: પુણેની હોસ્પિટલમાં મહિલાને દાખલ કરવાનો ઇનકાર: મુખ્યમંત્રી ફડણવીસે સંયુક્ત ચેરિટી કમિશનરના નેતૃત્વમાં તપાસ પેનલની રચના કરી

ફડણવીસે મુંબઈની પરિવહન વ્યવસ્થાની કરોડરજ્જુ બનાવતી સ્થાનિક ટ્રેન સેવાઓને એકીકૃત કરવામાં ભારતીય રેલવેના સમર્થનની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. ‘મુંબઈના દૈનિક મુસાફરીમાં રેલવેનું નોંધપાત્ર યોગદાન છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મહત્વાકાંક્ષી પહેલને લીલી ઝંડી આપી છે અને અમે કાર્ડ રજૂ કરવા માટે તૈયાર છીએ,’ એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રોજેક્ટ જાહેર પરિવહનના વિવિધ મોડ માટે અલગ ટિકિટ ખરીદવાની અસુવિધાને દૂર કરવાનો પ્રયાસ કરે છે. આ કાર્ડ સ્થાનિક ટ્રેનો, મેટ્રો, મોનોરેલ અને બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) બસોની ઍક્સેસ પ્રદાન કરશે.

મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર) માં થાણે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (ટીએમટી) અને નવી મુંબઈ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (એનએમએમટી) સહિત અન્ય જાહેર પરિવહન પ્રણાલીઓ પણ આ કાર્ડ હેઠળ આવશે.

આપણ વાંચો: ઔરંગઝેબની કબર મુદ્દે દેવેન્દ્ર ફડણવીસે આપ્યું નવું નિવેદન, કબર સંરક્ષિત પણ…

મહારાષ્ટ્રમાં 1.73 લાખ કરોડના રેલવેના કામ ચાલુ

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં 1,73,804 કરોડ રૂપિયાના રેલવેના કામો ચાલી રહ્યા છે અને આ વર્ષે 23,778 કરોડ રૂપિયાના નવા કામો મંજૂર કરવામાં આવ્યા છે.

મુંબઈ ઉપનગરીય નેટવર્ક માટે 238 નવી એર કન્ડિશન્ડ ટ્રેનો મંજૂર કરવામાં આવી છે અને તેનું ઉત્પાદન ટૂંક સમયમાં શરૂ થશે, એમ રેલવે પ્રધાને જણાવ્યું હતું.

વધુમાં, શહેરમાં 17,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, અને આ દેશની નાણાકીય રાજધાનીમાં રેલ્વે નેટવર્કને બદલી નાખશે, એમ વૈષ્ણવે ઉમેર્યું હતું.

પૂર્વ મહારાષ્ટ્રમાં ગોંદિયા-બલ્લારશાહ રેલ્વે લાઇનને મંજૂરી આપવામાં આવી છે અને તે વિદર્ભ અને પડોશી છત્તીસગઢ અને તેલંગાણા વચ્ચે કનેક્ટિવિટી વધારશે, એમ મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું હતું. આ પ્રોજેક્ટમાં કેન્દ્ર સરકારનો હિસ્સો 4,019 કરોડ રૂપિયાનો હશે.

‘છત્રપતિ શિવાજી મહારાજ સર્કિટ ટ્રેન લાઇન’, જે પ્રવાસીઓને એવા વિસ્તારોમાં લઈ જશે જ્યાં મરાઠા રાજ્યના સ્થાપકના યુગના કિલ્લાઓ સ્થિત છે, તેનું લોકાર્પણ કરવામાં આવશે, એમ શ્રી ફડણવીસે આ પ્રસંગે જાહેરાત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button