ટોપ ન્યૂઝનેશનલ

સિક્કિમમાં વાદળ ફાટ્યું: અચાનક આવેલા પૂરમાં સેનાના 23 જવાન ગુમ, સર્ચ ઓપરેશન શરૂ

ઉત્તર સિક્કિમમાં લોનાક તળાવ પાસે વાદળ ફાટવાથી લાચેન ખીણમાં તિસ્તા નદીમાં અચાનક પૂર આવ્યું હતું. પુરના પાણીના ઝાપેટામાં આવતા 23 સેનાના જવાન ગુમ થઇ ગયા છે. જવાનોને શોધવા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. વહીવટીતંત્રે આસપાસના લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે.

વિસ્તારમાં વાદળ ફાટ્યા બાદ પૂરની સ્થિતિ સર્જાઈ છે. મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમંગ સિંગતમ પહોંચ્યા અને અહીં તેમણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો. બીજેપી નેતા ઉગેન ત્સેરિંગ ગ્યાત્સો ભૂટિયાએ જણાવ્યું હતં કે સિંગતમમાં કોઈ જાનહાનિ થઇ નથી, પરંતુ સંપત્તિને ભારે નુકસાન થયું છે. કેટલાક લોકો ગુમ થયા હોવાની પણ માહિતી છે. તેમને શોધવાના પ્રયાસો ચાલુ છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે હેઠવાસમાં પાણીનું સ્તર અચાનક 15-20 ફૂટ વધી ગયું હતું. જેના કારણે સિંગતમ નજીકના બરડાંગ ખાતે પાર્ક કરાયેલા સેનાના વાહનોને તણાઈ ગયા હતા, જેમાં 23 સૈનિકો ગુમ હોવાના અહેવાલ છે અને 41 વાહનો કાદવમાં ડૂબી ગયા છે, સર્ચ ઓપરેશન ચાલુ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button