આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર ઋષિકેશ પટેલનું મોટું નિવેદન, કહ્યું- હડતાળ સમેટી લો નહીંતર…

ગાંધીનગરઃ રાજયમાં વિવિધ માંગણીઓને લઈ 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા ગુજરાત પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ આજે ગાંધીનગરમાં મુખ્ય પ્રધાનને મળવા પહોંચ્યા હતા. જેને લઈ પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ વિધાનસભાનો ઘેરાવ કરી આંદોલન કરે તે પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા 1000 જેટલા દેખાવકારીઓની અટકાયત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Gujarat માં આ તારીખથી આવશે ગરમીનો નવો રાઉન્ડ, હવામાન વિભાગે કરી આગાહી…
આરોગ્ય પ્રધાને શું કહ્યું?
આરોગ્યકર્મીઓની હડતાળના મામલે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું આરોગ્યકર્મીઓની આ હડતાળ ગેરવ્યાજબી છે. આ હડતાલ વહેલી તકે સમેટી લો, નહીંતર સરકારને પણ યોગ્ય પગલાં લેવાની ફરજ પડશે. આ બાબતે સરકાર કઇક કરી શકતી હોત તો ચોક્કસ આગળ વધતી હોય છે. આ વખતે પણ તેમને જે મુદ્દા મુક્યા છે, જેમાં એકાદ બે બાબતો એવી છે જેમાં સહમતિ બની છે.
અત્યારે તેમની જે માંગણી છે તે બાબતે ચર્ચાઓ પણ કરી છે. ભૂતકાળની અંદર જે વાત થઇ હતી જે અનુસંગિક વાત આજે પણ થઇ હતી. રાજ્યના નાગરિકો જ્યારે મુશ્કેલ સમયમાં આરોગ્ય વિષયક સેવાઓ માટે જતા હોય ત્યારે આ પ્રકારની હડતાળ કરી તંત્રને બાનમાં લઇ ગુજરાતના લોકોને બાનમાં લેવાનું કામ યોગ્ય નથી.
આરોગ્ય કર્મીઓની શું છે માંગ?
આરોગ્ય કર્મચારી મહાસંઘ છેલ્લા ઘણાં સમયથી આરોગ્ય કર્મચારીઓની મહત્વપૂર્ણ માંગણીઓને લઇ સરકારને રજૂઆત કરી રહ્યો છે. આ માંગણીઓમાં આરોગ્ય કર્મચારીઓના ગ્રેડ પેમાં સુધારો કરવા, ટેકનિકલ ગ્રેડ પેનો સમાવેશ કરવો, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી અને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવાના મુદ્દાઓનો સમાવેશ થાય છે. જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ આ મુદ્દાઓ માટે લાંબા સમયથી સરકાર સામે પોતાની આ વાત રજૂઆત કરી રહ્યા છે.
આ પણ વાંચો: શંભુ અને ખાનૌરી બોર્ડર પર ખેડૂતોના તંબુઓ પર બુલડોઝર ચાલ્યું, પંજાબ પોલીસની કાર્યવાહી…
કૉંગ્રેસે પણ ઉઠાવ્યા સવાલ
કૉંગ્રેસના પ્રવક્તા શૈલેષ પરમારે કહ્યું કે, ચૂંટણી પહેલા સરકારે આરોગ્ય કર્મીઓના 4 માગણી સ્વીકારી હતી પણ 2 વર્ષ વીતી ગયા બાદ પણ સરકાર તેની અમલવારી કરતી નથી.