ટોપ ન્યૂઝનેશનલ

Loksabhaની ચૂંટણી પહેલા Rajyasabhaનો જંગ જામશે, ચૂંટણી પંચે કરી સૌથી મોટી જાહેરાત

નવી દિલ્હીઃ આખા દેશ સહિત વિશ્વની નજર સૌથી મોટા લોકશાહી દેશ ભારતની 2024ની સામાન્ય ચૂંટણી પર છે ત્યારે તે પહેલા દરેક પક્ષ માટે એક જંગની જાહેરાત થઈ ચૂકી છે. રાજ્યસભાની 56 બેઠકની ચૂંટણી 27 ફેબ્રુઆરીએ યોજવાની જાહેરાત ચૂંટણી પંચે કરી છે.

કુલ 15 રાજ્યમાં 56 બેઠક ખાલી થવાની હોય તેના પર નવા સભ્યને ચૂંટવાની કવાયત કરવામાં આવશે, જેમાં ઉત્તર પ્રદેશમાં 10, બિહારમાં 6, મહારાષ્ટ્રમાં 6, મધ્ય પ્રદેશમાં 5, પશ્ચિમ બંગાળમાં 5 બેઠકનો સમાવેશ થાય છે.

ગુજરાત, મધ્ય પ્રદેશને બાદ કરતા દરેક રાજ્યમાં ભાજપ-કૉંગ્રેસે મહેનત કરવી પડશે. બિહારમાં રાજ્યસભાની 6 બેઠકો પર ચૂંટણી થવાની છે. જ્યારે યુપીમાં 10 બેઠકો છે. આવી સ્થિતિમાં ભાજપ માટે આ અત્યંત મહત્વપૂર્ણ રાજ્યો છે. આ બે રાજ્યો સિવાય બીજેપી શાસિત ઘણા રાજ્યોમાં પણ ચૂંટણી યોજાવામાં આવશે.

નોમિનેશનની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. નામાંકન પરત ખેંચવાની તારીખ 20મી ફેબ્રુઆરી સુધી છે. મતદાન પ્રક્રિયા 27 ફેબ્રુઆરીએ સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી ચાલશે, જ્યારે મત ગણતરી 27 ફેબ્રુઆરી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. ચૂંટણી પંચે તેની વેબસાઈટ પર પણ આ સંબંધિત માહિતી આપી છે.

બેઠકોની વાત કરીએ તો આંધ્ર પ્રદેશમાં 3, બિહારમાં 6, છત્તીસગઢમાં 1 , ગુજરાતની 4 , હરિયાણામાં 1, હિમાચલ પ્રદેશમાં 1, કર્ણાટક અને મધ્યપ્રદેશની 5, મહારાષ્ટ્રમાં 6 , તેલંગણામાં 3 બેઠક, ઉત્તર પ્રદેશમાં 10 , ઉત્તરાખંડમાં 1 બેઠક, પશ્ચિમ બંગાળમાં 5 , ઓડિશામાં 3 અને રાજસ્થાનમાં 3 બેઠક પણ ચૂંટણી યોજાશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup!