ટોપ ન્યૂઝનેશનલ

Rajasthan assembly Election: સવારે 11 વાગ્યા સુધી 25 ટકા મતદાન, અશોક ગેહલોતે કર્યું મતદાન

રાજસ્થાનની 199 વિધાનસભા બેઠકો માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. આ સાથે સત્તાધારી કોંગ્રેસ અને વિપક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓએ ચૂંટણીમાં પોતપોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ચૂંટણી પંચના ડેટા અનુસાર, રાજસ્થાનમાં સવારે 11 વાગ્યા સુધી 25 ટકા મતદાન થયું હતું. વર્ષ 2018માં કુલ 74.6 ટકા મતદાન થયું હતું.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મતદારોને રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે મોટી સંખ્યામાં મતદાન કરવા અને “વિકાસની ગેરંટી” પસંદ કરવા અપીલ કરી હતી.

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત શનિવારે પરિવાર સાથે મતદાન કરવા જોધપુર પહોંચ્યા હતા. અહીં મતદાન કર્યા બાદ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજ્યમાં ફરીથી કોંગ્રેસની સરકાર બનશે. તેમણે કહ્યું કે, રાજસ્થાનમાં જે વાતાવરણ છે તે પ્રમાણે અમે કહી શકીએ છીએ કે અમારી સરકાર બનશે. રાજસ્થાનમાં ‘અંડરકરન્ટ’ ચાલી રહ્યો છે. આ સાથે તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (BJP)ની તરફેણમાં ‘અંડરકરન્ટ’ હોવાનો ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેનો દાવો પોકળ છે.

અશોક ગેહલોતે પોતાનો મત આપ્યા બાદ કહ્યું, અમારી સરકાર ફરી આવી રહી છે. ભાજપ શબ્દોમાં કોઈ સાર નથી. હવે ભાજપના લોકો ગાયબ થઈ જશે. હવે તેઓ 5 વર્ષ પછી આવશે. અમે અહીં જ રહીશું, લોકોની વચ્ચે જઈશું અને તેમના સુખ-દુઃખ વિશે વાત કરીશું.

કોંગ્રેસના નેતા સચિન પાયલોટે જયપુરના એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો હતો. તેણે કહ્યું કે, હું કેટલાય અઠવાડિયાથી અહીં દોડી રહ્યો છું, તેથી મતદાન પૂરું થયા પછી હું સૌથી પહેલા સૂઈશ જઈશ.

સચિન પાયલટ ભાજપના અજીત સિંહ મહેતા સામે મેદાનમાં છે. 2018માં સચિન પાયલટે ભાજપના યુનુસ ખાનને 54,179 મતોથી હરાવ્યા હતા.

કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા ગજેન્દ્ર સિંહ શેખાવતે પરિવાર સાથે જોધપુરમાં મતદાન કર્યું. કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું, ભાજપ જંગી બહુમતી સાથે સરકારમાં આવી રહી છે. આ વખતે મતદાન કરતી વખતે જનતા છેલ્લા 5 વર્ષમાં ભોગવેલા દુ:ખ અને વેદનાને ધ્યાનમાં રાખીને મતદાન કરવા જઈ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button