
નવી દિલ્હી: દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામે ભારતના રાજકારણમાં મોટી ઉથલપાથલ કરી છે. રાજનેતાઓના સમીકરણો ખોટા પડ્યા છે. 400 પારની વાત કરનારી ભાજપ પણ 300 બેઠકો પાર નથી કરી સાકી . હવે NDAની સાથે ભાજપ સરકાર બનાવા જઈ રહી છે. એકતરફ નવી સરકાર રચવાની તૈયારીઓ ચાલી રહી છે, તેવા સમયે રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આજે 6 જૂન પ્રેસ કોન્ફરન્સ કરીને શેરબજારને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.
પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી અને અમીત શાહ પર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે પીએમ મોદી અને અમીત શાહે શેરબજાર પર ટિપ્પણી કરીને દેશની જનતાને શેરબજારમાં રોકાણ કરવા કહ્યું હતું. 4 જૂનના રોજ શેર માર્કેટમાં ખૂબ જ પછડાટ આવી હતી, જો કે 3 જૂનના રોજ શેરમાર્કેટ ઘણી ઊંચી સપાટીએ હતું. મોદી સરકારે શેર માર્કેટને લઈને આવો ભ્રમ કેમ ફેલાવ્યો. જ્યારે તેમને ખબર જ હતી કે 4 જૂનના રોજ શેરમાર્કેટ નીચું આવી જવાનું છે.
રાહુલ ગાંધીએ મીડિયા સંસ્થાઓ અને સર્વે કંપનીઓ પર જ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે મીડિયાએ સહાય માટે ખોટા એક્ઝિટ પોલ બતાવ્યા. અમે શેરમાર્કેટ અને ખોટા એક્ઝિટ પોલ પર તપાસની માંગ કરીએ છીએ. કારણ કે આથી દેશને 30 લાખ કરોડનું નુકસાન ગયું છે.
આ પણ વાંચો: Exit poll: અમેઠીમાં સ્મૃતિ ઈરાની અને કેએલ શર્મા વચ્ચે કાંટાની ટક્કર? વાયનાડમાં રાહુલ ગાંધીનો દબદબો
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચૂંટણીના પ્રચારમાં નાણામંત્રી નિર્મલા સિતારમણે પણ શેરબજારને લઈને ટિપ્પણી કરી હતી. જો કે આ બાબતે અમીત શાહે પણ કહ્યું હતું કે લોકોએ શેર ખરીદી લેવા જોઈએ અને ખુદ વડાપ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે શેરબજાર વધશે. જો કે 4 જૂનના રોજ બજારમાં મોટી પછડાટ આવે છે. આ એક કૌભાંડ જ છે અને આ અંગે JPC તપાસની માંગ કરીએ છીએ.
રાહુલ ગાંધીએ ઉઠાવ્યા પ્રશ્નો :
- PM મોદી અને અમીત શાહે દેશની જનતાને શેરબજારમાં રોકાણ કરવાની સલાહ કેમ આપી ?2. વડાપ્રધાન અને ગૃહમંત્રીએ બંને ઇંટરવ્યૂ અદાણીની એ ચેનલોને આપ્યા કે જેની પર SEBIની તપાસ ચાલી રહી છે. તો આવી સ્થિતિમાં તેમની શું ભૂમિકા છે ?
- ભાજપ, વિદેશી રોકાણકારો અને ખોટા એક્ઝિટ પોલની વચ્ચે શું સબંધ છે ? જેમણે એક્ઝિટ પોલ ઝેર થયા પહેલા રોકાણ કર્યું અને 5 કરોડ પરિવારોની કિંમત પર ભારે નુકસાન વેઠ્યું.
- વડાપ્રધાન અને ગૃહમંત્રીએ બંને ઇંટરવ્યૂ અદાણીની એ ચેનલોને આપ્યા કે જેની પર SEBIની તપાસ ચાલી રહી છે. તો આવી સ્થિતિમાં તેમની શું ભૂમિકા છે ?