બંધારણ બદલવાના ભાજપના નેતાઓના દાવાને PMએ ફગાવ્યો, ‘બાબાસાહેબ પણ આવીને કહે તો પણ…

‘PM નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના જાંજગીર-ચંપામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. બંધારણ બદલવાના વિપક્ષના દાવા અંગે પીએમ મોદીએ કહ્યું કે બંધારણને કોઈ બદલી શકે નહીં. ખુદ ડો.બાબાસાહેબ આંબેડકર પણ આવીને બંધારણ બદલવા અંગે કહે તો પણ આ ન થઈ શકે
PM મોદીએ રેલીને સંબોધિત કરતા કહ્યું કે ગત 10 વર્ષમાં આગળ વધી રહ્યો છે, પરંતુ હજુ ઘણું કામ બાકી છે. વિષ્ણુદેવ અહીં છે તેથી મારે અહીં ઘણું કામ કરવાનું છે. અન્ય લોકો તેમના પરિવાર માટે કામ કરે છે, પરંતુ મારા માટે તમે પરિવાર છો. હું તમને વિનંતી કરું છું કે 7મી મેના રોજ મોદીને મત આપવા માટે સમય નિકાળજો.
PM મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, કે “ધર્મના નામે ભાગલા પાડનારી કોંગ્રેસ આઝાદીના પહેલા દિવસથી જ તુષ્ટિકરણમાં લાગેલી હતી, મતની રાજનીતિ તેમના DNAમાં છે. કોંગ્રેસે ગરીબી હટાવોનો નારો આપીને પોતાના નેતાઓની તિજોરી ભરી.
આપણ વાંચો: બંધારણ બદલવાના ભાજપના ઉમેદવારોના નિવેદન પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
કોંગ્રેસ, જે કટ્ટર ST વિરોધી છે, તેણે રાષ્ટ્રપતિનો વિરોધ કર્યો અને જ્યારે તે જીતી ગઈ, ત્યારે તેણે અશ્લીલ ટિપ્પણી કરીને તેમનું અપમાન કર્યું હતું. કોંગ્રેસ સત્તામાં એસટી, એસસી અને ઓબીસીની ભાગીદારી પચાવી શકતી નથી.
PM મોદીએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ કહે છે કે મોદીએ મરી જાય, જ્યાં 140 કરોડ લોકોના આશીર્વાદ છે ત્યાં મૃત્યુએ પણ રાહ જોવી પડે છે. આ તેમનો ગભરાટ છે. ભ્રષ્ટાચાર અને કૌભાંડની તપાસ ચાલી રહી છે, જેના કારણે તેઓ પરેશાન છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે હવે બીજી મોટી રમત શરૂ કરી છે.
પહેલા કર્ણાટકના કોંગ્રેસના સાંસદે કહ્યું કે તેઓ દક્ષિણ ભારતને અલગ દેશ તરીકે જાહેર કરશે અને હવે ગોવાના કોંગ્રેસના ઉમેદવાર કહી રહ્યા છે કે ગોવામાં દેશનું બંધારણ લાગુ પડતું નથી, દેશનું બંધારણ ગોવા પર લાદવામાં આવ્યું છે, આ ભારત અને બાબા સાહેબ આંબેડકરનું અપમાન છે.