ઘૂસણખોરોને મદદ કરે છે તૃણમૂલ કોંગ્રેસ’: PM મોદીનો રાજ્ય સરકાર પર મોટો આરોપ | મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝનેશનલ

ઘૂસણખોરોને મદદ કરે છે તૃણમૂલ કોંગ્રેસ’: PM મોદીનો રાજ્ય સરકાર પર મોટો આરોપ

દુર્ગાપુર (પશ્ચિમ બંગાળ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્વિમ બંગાળમાં જનસભાને સંબોધતા શાસક તૃણમૂલ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપ એકમાત્ર એવો પક્ષ છે જે વાસ્તવમાં બંગાળની અસ્મિતાનું સન્માન અને રક્ષણ કરે છે તથા તેમણે રાજ્યમાં ઘૂસણખોરી કરાવવા, હિંસા ભડકાવવા અને બંગાળી યુવાનોના હિજરત પાછળ શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ જવાબદાર હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દુર્ગાપુરમાં એક જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે “ભાજપ માટે બંગાળની અસ્મિતા સર્વોપરી છે. જે પણ રાજ્યમાં ભાજપ સરકાર છે, ત્યાં બંગાળીઓનું સન્માન કરવામાં આવે છે.

આપણ વાંચો: વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ત્રિનિદાદ અને ટોબેગોનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું…

કેન્દ્ર સરકારે બંગાળીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો

વડા પ્રધાન મોદીએ તૃણમૂલ કોંગ્રેસના તાજેતરના આરોપને ફગાવી દેવાનો પ્રયાસ કરતા આ વાત કરી હતી. જેમાં તૃણમૂલ કોંગ્રેસે કહ્યું હતું કે ભાજપ શાસિત રાજ્યો બંગાળી ભાષાના શ્રમિકોને નિશાન બનાવી રહ્યા છે.

મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) પર હુમલો કરતા મોદીએ કહ્યું હતું કે કેન્દ્રમાં ભાજપ સરકારે બંગાળીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે, જ્યારે કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને ટીએમસી જેવા પક્ષોએ દિલ્હી (કેન્દ્ર) માં વર્ષોથી સાથે સરકાર ચલાવવા છતાં તેને “નજરઅંદાજ” કરી હતી.

આપણ વાંચો: વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા વડોદરા વાસીઓ આતુર, જુઓ તસવીરો…

બંગાળમાં રાજકીય વાતાવરણ તણાવપૂર્ણ

ઘૂસણખોરી અંગે સ્પષ્ટ સંદેશ આપતાં તેમણે કહ્યું હતું કે “ટીએમસી ઘૂસણખોરોને મદદ કરી રહી છે. હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે જે લોકો ભારતના નાગરિક નથી અને ગેરકાયદે રીતે પ્રવેશ્યા છે, તેમના માટે કાયદો બંધારણ મુજબ તેનું કામ કરશે.

” વડા પ્રધાન મોદીએ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે પશ્ચિમ બંગાળમાં રાજકીય વાતાવરણ ભાવનાત્મક રીતે તણાવપૂર્ણ છે. શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસે આસામ, ગુજરાત, દિલ્હી, ઓડિશા અને મહારાષ્ટ્ર સહિત અનેક ભાજપ શાસિત રાજ્યોમાં બંગાળી લોકોના કથિત ઉત્પીડન પર ચિંતા વ્યક્ત કરી છે.

આપણ વાંચો: વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા કચ્છ થયું સજ્જ, જાણો કેવી છે તૈયારી?

વિકાસ-સુરક્ષાના ભોગે વોટ બેન્કને પ્રોત્સાહન

મુખ્ય પ્રધાન મમતા બેનર્જીનું નામ લીધા વિના વડા પ્રધાન મોદીએ તેમના પક્ષ પર બંગાળના વિકાસ અને સુરક્ષાના ભોગે વોટ બેન્કના રાજકારણને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે “ભાજપ બંગાળી અસ્મિતા વિરુદ્ધ કોઈપણ કાવતરું સફળ થવા દેશે નહીં.”

એક સમયે આ રાજ્ય વિકાસનું કેન્દ્ર હતું

ભારતના બૌદ્ધિક અને સાંસ્કૃતિક જાગૃતિમાં બંગાળના યોગદાનને યાદ કરતાં મોદીએ કહ્યું હતું કે, “ભાજપ એક અખિલ ભારતીય પક્ષ છે જેના બીજ બંગાળમાં વાવવામાં આવ્યા હતા. તેમણે દુઃખ વ્યક્ત કર્યું કે એક સમયે આ રાજ્ય વિકાસનું કેન્દ્ર હતું, તે હવે “સ્થળાંતરનું પ્રતિક” બની ગયું છે જ્યાં યુવાનો નોકરીઓ માટે મોટી સંખ્યામાં સ્થળાંતર કરી રહ્યા છે.

તેમણે દાવો કર્યો હતો કે, “અહીંના યુવાનો હવે બંગાળ છોડીને નોકરીની શોધમાં અન્ય રાજ્યોમાં જવા મજબૂર છે. અહીંની પરિસ્થિતિ રોકાણ અને રોજગાર માટે વધુને વધુ પ્રતિકૂળ બની રહી છે.”

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button