Lok Sabha Elections 2024: PM મોદીએ પુરુલિયામાં ઈન્ડિ ગઠબંધન પર પ્રહારો કર્યા, કહ્યું મે તેમની પોલ ખોલી દેશ સમક્ષ મૂકી

પુરલિયા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીના(Lok Sabha Elections 2024) છઠ્ઠા તબક્કાના પ્રચાર માટે રવિવારે પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. બંગાળના પુરુલિયામાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ(PM Modi) કહ્યું કે પુરુલિયાના જંગલ મહેલમાં મને અને ભાજપને અપાર પ્રેમ આપ્યો છે. હું આજે અહીં ફક્ત તમારો મત માંગવા નથી આવ્યો પરંતુ હું તમારા બધાના આશીર્વાદ લેવા આવ્યો છું. મને વિકસિત ભારત માટે તમારા આશીર્વાદની જરૂર છે. આત્મનિર્ભર ભારત માટે મને તમારા આશીર્વાદની જરૂર છે.
ઈન્ડિ ગઠબંધન ધર્મના આધારે અનામત આપવા માંગે છે.
આ ચૂંટણીઓમાં મોદીએ દેશની સામે ઈન્ડિ ગઠબંધનની પોલ ખોલી નાખી છે. આ લોકો બંધારણને ખતમ કરવા માંગે છે. આ લોકો ઘૂસણખોરોને પ્રોત્સાહન આપે છે. વોટ બેંકના રાજકારણમાં આ લોકો CAAનો વિરોધ કરે છે. ટીએમસી અને તેના સહયોગીઓ દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓને આપવામાં આવેલ અનામત છીનવી લેવા માંગે છે. બાબા સાહેબ આંબેડકર ધર્મના આધારે અનામતની વિરુદ્ધ હતા, પરંતુ આજે ઈન્ડિયા ગઠબંધન ધર્મના આધારે અનામત આપવા માંગે છે.
આ પણ વાંચો: આ બે બેઠકો નક્કી કરશે ઈન્ડિયા ગઠબંધનનું ભાવિ? અખિલેશે રાહુલને આપ્યો ત્રણ દિવસનો સમય
ટીએમસી સરકાર શિક્ષણમાં પણ ચોરી કરે છે
વડા પ્રધાન મોદીએ ટીએમસી પર પ્રહાર કરતાં કહ્યું કે “નાણાં લેવા અને ચોરી કરવી, આ ટીએમસીની વિચારધારા બની ગઈ છે. બંગાળમાં જ્યાં માતા સરસ્વતીની પૂજા થાય છે ત્યાં ટીએમસી સરકાર શિક્ષણમાં પણ ચોરી કરે છે. શિક્ષકો હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે. ટીએમસીની ભરતીમાં યુવાનો બરબાદ થઈ ગયા હતા કારણ કે તેઓને ટીએમસીના લોકોનું ઋણ ચૂકવવું પડ્યું હતું. ટીએમસીએ તે બાળકોનું ભવિષ્ય છીનવી લીધું છે, ટીએમસી હોય કે કોંગ્રેસ, તેમને એક જ થેલીમાંથી નાણાં મળી રહ્યા છે.
દેશ આધ્યાત્મિક ગુરુઓનું અપમાન સહન નહીં કરે : પીએમ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે,”સ્વામી વિવેકાનંદજી જ્યારે વિદેશમાં ગયા, જ્યારે તેમણે ભારતની વાત કરી, ત્યારે લાખો લોકો તેમના ભક્ત બની ગયા, પરંતુ એક વર્ગ એવો હતો જે ભારતને નફરત કરે છે, તેઓએ સ્વામી વિવેકાનંદનું ખૂબ અપમાન કર્યું. ધમકી આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ મા ભારતીનું મિશન લઇને નીકળ્યા હતા તે કયા દુનિયાથી ડરવાના હતા.
પરંતુ આજે બંગાળના મુખ્યમંત્રી ખુલ્લેઆમ તેમની ટીકા કરી રહ્યા છે. તેઓ માત્ર પોતાની વોટ બેંકને ખુશ કરવા માટે આધ્યાત્મિક ગુરુઓનું અપમાન કરી રહ્યા છે. આજે દેશ અને દુનિયામાં ઇસ્કોન, રામકૃષ્ણ મિશન અને ભારત સેવાશ્રમ સંઘ સેવા અને સદાચાર માટે સમગ્ર જાણીતા છે. તે ભારતના નામને દુનિયામાં રોશન કરે છે. પરંતુ આજે બંગાળના મુખ્યમંત્રી તેમને ખુલ્લેઆમ ધમકાવી રહ્યા છે.