ટોપ ન્યૂઝનેશનલ

જમ્મુના અરનિયા સેક્ટરમાં પાકિસ્તાન સેનાનું ફાયરિંગ, બીએફએફના બે જાવાનો ઘાયલ

આંતરરાષ્ટ્રીય સરહદ પર જમ્મુ જિલ્લાના અરનિયા સેક્ટરમાં વિક્રમ પોસ્ટ પર મંગળવારે રાત્રે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ(બીએસએફ)ના બે જવાન ઘાયલ થયા હતા. બંને ઘાયલ જવાનોને જમ્મુ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.

ફેબ્રુઆરી 2021માં ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે થયેલી યુદ્ધવિરામની સમજૂતી બાદ સીઝફાયર ઉલ્લંઘનની આ પ્રથમ મોટી ઘટના છે.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ મંગળવારે રાત્રે 8 વાગ્યે વિક્રમ પોસ્ટ પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ફરજ પર તૈનાત બે ભારતીય સૈનિકો ગોળીબારમાં ઘવાયા હતા. એકને પેટમાં અને બીજાને હાથમાં ગોળી વાગી હતી. બંને ઘાયલોને તાત્કાલિક બહાર કાઢીને હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરોના જણાવ્યા મુજબ બંને હાલત સ્થિર છે.

આ દરમિયાન બીએસએફ અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલ સ્થાનિકોને સરહદ તરફ ન જવા સુચના આપવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાની રેન્જર્સે સરહદ પારથી ઘૂસણખોરી કરતા આતંકવાદીઓને કવર આપવા ફાયર કર્યું હતું. અહેવાલો અનુસાર બીએસએફએ વળતી જવાબ આપતા કાર્યવાહી કરી હતી. જો કે બીએસએફ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button