ટોપ ન્યૂઝલોકસભા સંગ્રામ ૨૦૨૪

બીજી મેના જામનગર બનશે ગુજરાત લોકસભાનું એપીસેન્ટર, જાણો શું થશે ?

ગાંધીનગરઃ ગુજરાત લોકસભા ચૂંટણીમાં જેમ જેમ મતદાનનો દિવસ નજીક આવતો જાય છે તેમ તેમ તાપમાન ઊંચું ચઢતું જાય છે. ગુજરાતમાં રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ લાલઘૂમ છે. રાજકોટ બેઠક પરથી કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલાનું નામાંકન રદ્દ ન થતાં હવે ક્ષત્રિય સમાજ વિરૂદ્ધ ભાજપનું વાતાવરણ તૈયાર થયું છે.

જૂનાગઢમાં પણ નિવેદનથી ભડકો

પરસોતમ રૂપાલાના નિવેદનની આગ પ્રસરી રહી હતી ત્યાં જ વિસાવદરમાં ભાજપ કાર્યાલયના ઉદઘાટનમા જિલ્લા ભાજપ પ્રમુખના એક સમાજ વિરોધી નિવેદને ’ઘી હોમવાનું’ કામ કર્યું. રાજકોટ પછી જૂનાગઢનાં વિસાવદરમાં થયેલા નિવેદનના પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.જો કે માફી માંગવામાં આવી પણ ત્યાં સુધીમાં બહુ મોડું થયું.

શું કરે છે સંઘવી –રત્નાકરની જોડી ?

ગુજરાતનાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના ગુજરાત પ્રભારી રત્નાકર અત્યારે હવાઈ યાત્રાથી ગુજરાત ભ્રમણ કરી રહ્યા છે. રૂપાલાના નિવેદન સામે ઉઠેલી ક્ષત્રિય સમાજની આંઘીને નાથવા કચ્છ, ભાવનગર, સુરેન્દ્રનગર,જામનગર, સાબરકાંઠા,બનાસકાંઠા,આણંદના ક્ષત્રિય અગ્રણીઓ સાથે તાબડતોબ બેઠકોનો દૌર ચલાવ્યો. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં ગુજરાતનાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે પણ રૂપાલા વિરોધી સમાજને મન મોટું રાખવા વિનવણી કરી.. હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ આવી ગયો છે ત્યારે, બીજી મે એ જામનગરમાં એક તરફ નરેન્દ્ર મોદીની જાહેર સભાનું એલાન થયું છે. સંયોગ કહો કે પ્રયોગ ક્ષત્રિયા સમાજનું આ જ દિવસે જામનગરમાં મહા સંમેલન આયોજિત કરવામાં આવ્યું છે. હવે,જામનગર બનશે ગુજરાતની લોકસભા ચૂંટણીનું એપીસેંટર

ક્ષત્રિય સમાજ બળાબળના પારખાં ઉપર

એક તરફ મોદીનો કાર્યક્રમ 22 એપ્રિલથી ચર્ચાયો હતો. જો કે સતાવાર કોઈ ચર્ચા નહોતી.પણ દેશમાં લોકસભાની ચૂંટણી હોય અને મોદી માત્ર મતદાનના સપ્તાહ પહેલા જ આવે,તેનાથી ગુજરાતની જનતાને કદાચ અચરજ છે. ગુજરાતનાં નાગરિકો જ નહીં,ખુદ પાર્ટીના કાર્યકરો પણ માને છે કે મોદી આવતા ક્ષત્રિય સમાજનો વિરોધ શાંત થઈ જશે. પીએન મોદી જે ગેરંટી આપે છે,તેવી ગેરંટી ગુજરાતનાં નાગરિક કે પાર્ટી કાર્યકર્તા નથી આપી શકતો. ક્ષત્રિય સમાજે 24 એપ્રિલ થી પાંચ ધર્મરથ દ્વારા ભાજપ તરફી મતદાન ના થાય તેવી અપીલ અને અન્ય સમાજને તેવું સમજાવવા આ યાત્રા કાઢી છે. ગામડે ગામડે ફરીને આ યાત્રા પોતાની નારાજગીની વાત કરે છે. અત્યાર સુધી એવું લાગે છે કે સરકારના પ્રયત્નો અને નેતાઓની ઊડાઊડ કે દોડાદોડ સાથેની સમજાવટમાં કોઈ નક્કર સફળતા પ્રાપ્ત નથી થઈ.

ધર્મ યાત્રા માટે પોલીસનું નવું ફરમાન શું આવ્યું ?

કચ્છમાં ક્ષત્રિય સમાજની ધર્મરથ યાત્રા ફરી રહી છે ત્યારે નાયબ પોલીસ મહાનિરીક્ષક કચેરી –પશ્ચિમ કચ્છ દ્વારા નવું ફરમાન આવ્યું. ક્ષત્રિય સમાજની આ યાત્રાના સંદર્ભમાં પોલીસે અજબ પ્રકારની માહિતી માંગી છે. પોલીસ પૂછે છે કે, આ રથ કયા કયા ગામમાં ફેરવવામાં આવ્યો ? કોની આગેવાનીમાં આ રથ નીકળ્યો ? સૌથી મહત્વનુ એ છે કે પોલીસે એવું પણ પૂછયું છે કે ધર્મરથને કેવો પ્રતિસાદ મળ્યો ? તેનાથી વધુ ચોકાવનારી માહિતી તો એવી માંગી છે કે,ક્ષત્રિયો સિવાય કોણે-કોણે સપોર્ટ કર્યો છે ?

આપણ વાંચો: સુરેન્દ્રનગરમાં પરસોતમ રૂપાલાના પૂતળાંનું દહન.

કચ્છ પોલીસે ક્ષત્રિય સમુદાયના ધર્મરથ માટે આવી માહિતી ભરી આપવા માટેનું ફોર્મ સુદ્ધાં બહાર પાડ્યું છે. પહેલા જનસભામાં કાળા વાવટા પર પ્રતિબંધ અને હવે ક્ષત્રિય સિવાય કોણ કોણ તમે ટેકો આપે છે તેની પણ જાણકારી પોલીસને આપવી.

ગુજરાતમાં હવે શું ?

ગુજરાતમાં કચ્છ,જામનગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા ,સાબરકાંઠા,ભાવનગર,ભરુચ ખેડા,આણંદ જેવા વિસ્તારોમાં ક્ષત્રિય સમાજનું પણ મોટું પ્રભુત્વ છે. આ ચૂંટણીમાં ભાજપ માટે કોઈ પણ સમાજની નારાજગી પાલવે તેમ નથી. પાર્ટી એદી-ચોટીનું જોર લગાવે છે. પણ નિવેદન રૂપી ચિનગારી આજે શોલા બનીને ભડકે છે. તે હકીકત છે

સામાજિક નારાજગી બીજીવાર છે

નરેન્દ્ર મોદીના દિલ્લી ગમન પછી ગુજરાતમાં આવું બીજીવાર થયું. 2015માં હાર્દિક પટેલ નામનો એ વખતના છોકરડાએ સરકારને નવનેજા પાણી ઉતારી દીધા.અનામત આંદોલનનો ધ્વજ લહેરાવતા નીકળેલા પાટીદાર યુવકોએ એવી તો નાકલીટી તાણી કે તત્કાલિન મુખ્યમંત્રી આનંદી બહેન પટેલે સોશિયલ મીડિયા પર રાજીનામું આપવું પડ્યું. હવે આ બીજું સામાજિક આંદોલન છે ક્ષત્રિય સમાજનું. વટ, વચનની પરંપરા હવે વોટ પર આવીને અટકી છે. ગુજરાતમાં દિન પ્રતિદિન ઠેર-ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના ઉમેદવારો કે કાર્યકરોનો વિરોધ થાય છે. અને સરકાર ડેમેજ કંટ્રોલમાં. હવે જ્યારે આગામી સપ્તાહથી રાષ્ટ્રીય નેતાઓની પ્રચાર સભાઓ શરૂ થશે ત્યારે ગુજરાતનું ઉષ્ણતામાન અને અસહ્ય બને તો નવાઈ નહીં

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Astrology marriage dates warning “Discover the Magic of Morning Chews” Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties”