ટોપ ન્યૂઝ

જંત્રીની જફાઃ રાજ્યમાં 1 એપ્રિલથી નહીં લાગુ થાય નવા જંત્રી દર, જાણો વિગત…

અમદાવાદઃ ગુજરાત સરકારે સુધારેલા નવા જંત્રી દરો 1 એપ્રિલથી લાગુ નહીં થાય. સૂત્રોના જણાવ્યા મુજબ, સરકારને મોટી સંખ્યામાં મળેલી વાંધા અરજી અને સૂચનો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.જમીનના વેલ્યુએશનમાં મોટો વધારો દર્શાવતા નવા દરોનો અમલ રાજકીય અને વહીવટી કારણોસર થોડા મહિના માટે મુલતવી રહેવાની શક્યતા છે. નવા જંત્રી દરો અંગે નાગરિકો અને રિયલ એસ્ટેટ ઉદ્યોગ દ્વારા સતત વિરોધનો સરકાર દ્વારા વિચારણા પણ એક સંભવિત કારણ છે.

આ પણ વાંચો: અમદાવાદમાંથી પકડાયેલા 100 કરોડ સોનાના કેસમાં શું થયો મોટો ખુલાસો?

અગાઉ એવું માનવામાં આવતું હતું કે સરકાર 1 એપ્રિલ, 2025 થી નવા જંત્રી દરો લાગુ કરવા માંગે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સરકાર નવા જંત્રી દરના અમલીકરણમાં થોડા મહિનાનો વિલંબ કરી શકે છે. 2023ની શરૂઆતમાં સરકારે 2011ની તુલનામાં જંત્રી દર બમણા કર્યા હતા અને નવેમ્બર 2024માં નવા દર જાહેર કર્યા હતા. આ સુધારેલા દર ખૂબ જ વધારે હતા. સરકારે ડિસેમ્બર 2024 સુધી જંત્રીને લઈ કોઈ વાંધા સૂચન હોય તો જણાવવા કહ્યું હતું, પછી આ સમય મર્યાદા લંબાવીને 20 જાન્યુઆરી, 2025 કરી હતી.

નવા જંત્રી દરના અમલીકરણને લઈ અંતિમ નિર્ણય બાકી છે. સરકારે 2025-26ને શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કર્યું છે અને જંત્રી દરોમાં વધારો આયોજિત પ્રોજેક્ટ્સને અસર કરી શકે તેવી પ્રબળ શક્યતા હોવાથી નવા જંત્રી દરનો અમલ મુલતવી રાખી શકે છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. નવા જંત્રી દરના અમલીકરણને મુલતવી રાખવાનો નિર્ણય આગામી થોડા દિવસોમાં લેવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદમાંથી નકલી હૉસ્પિટલ ઝડપાઈ, આ રીતે ફૂટ્યો ભાંડો

જંત્રીનો ભાવ સમયાંતરે બદલાતો રહે છે

રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ્સ અધિનિયમ-1958ની કલમ-32(ક)ના અસરકારક અમલ માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનો/સ્થાવર મિલ્કતોની બજાર કિંમત નક્કી કરવા માટેની ગાઈડલાઈન વેલ્યુ (જંત્રી) સમયાંતરે નક્કી કરવામાં આવે છે.રાજ્યમાં થતાં ઝડપી વિકાસ અને ઔદ્યોગિક, શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને લીધે બદલાતી પરિસ્થિતિઓ તથા વિકાસને અવિરત વેગ મળતો રહે તેવા આશયથી નવી જંત્રી તા. 15-04-2023 થી અમલમાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button