ટોપ ન્યૂઝનેશનલ

Chhattisgarh Naxal Attack: નક્સલીઓનો મોટો હુમલો, આઇઇડી બ્લાસ્ટ કરી જવાનોની ગાડી ઉડાવી, નવ જવાન શહીદ…

બીજાપુર : છત્તીસગઢમાં સુરક્ષા દળો(Chhattisgarh Naxal Attack)દ્વારા સતત નકસલ વિરુદ્ધ ઓપરેશનના પગલે નક્સલીઓએ જવાનોને નિશાન બનાવ્યા છે.. જેમાં બીજાપુરના કુત્રુ રોડ પર નક્સલીઓએ જવાનોના વાહનને આઇઇડી બ્લાસ્ટથી ઉડાવી દીધું હતું. આ દુર્ઘટનામાં નવ જવાનો શહીદ થયા છે તેમજ સૈનિકો ઘાયલ થયા છે. આ વાહનમાં કેટલા સૈનિકો હતા તેની માહિતી હજુ સુધી મળી નથી. આ ઘટનામાં સૈનિકો નક્સલી ઓપરેશનમાંથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન નક્સલવાદીઓએ કુત્રુ રોડ પર ઓચિંતો હુમલો કર્યો અને આઇઇડી બ્લાસ્ટ કર્યો હતો.

આ પણ વાંચો : HMPV થી ગભરાવાની જરૂર નથી! જાણો શું છે લક્ષણો, આ લોકોએ વધુ સાવચેતી રાખવી

વાહનના ફુરચેફુરચાં ઉડી ગયા

આ દુર્ઘટના અંગે માહિતી આપતા બસ્તરના આઈજીપી સુંદરરાજ પી.એ નવ જવાનોના બલિદાનની પુષ્ટિ કરી છે. આ હુમલામાં ઘાયલ થયેલા જવાનોને ઘટના સ્થળેથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. બ્લાસ્ટ સ્થળ પર બચાવ કાર્ય ચાલી રહ્યું છે. જેમાં ત્રણ કિલો જેટલું આઇઇડી વિસ્ફોટક હતું. જેના કારણે વાહનના ફુરચેફુરચાં ઉડી ગયા હતા.

દંતેવાડાથી વધારાના દળોને રવાના કરવામાં આવ્યા

આ ઉપરાંત પ્રાપ્ત માહિતી અનુસાર, સૈનિકો નક્સલી ઓપરેશનને અંજામ આપીને પંખજુરથી પરત ફરી રહ્યા હતા. ફોર્સે રવિવારે પખંજૂર ઓપરેશનમાં પાંચ નક્સલીઓને ઠાર કર્યા હતા. આ દરમિયાન નક્સલવાદીઓએ ઓચિંતો હુમલો કર્યો અને IED વિસ્ફોટ કરીને વાહનને ઉડાવી દીધું. જોકે આ બ્લાસ્ટ બાદ છથી વધુ વાહનોમાં વધારાનો ફોર્સ સ્થળ પર મોકલવામાં આવી છે. જ્યારે દંતેવાડાથી વધારાના દળોને રવાના કરવામાં આવ્યા છે.

નક્સલવાદીઓનું કાયરતાપૂર્ણ કૃત્ય

છત્તીસગઢના ઉપમુખ્યમંત્રી અરુણ સાઓએ બીજાપુર આઇઇડી બ્લાસ્ટ પર કહ્યું કે નક્સલવાદીઓના કાયરતાપૂર્ણ કૃત્યની માહિતી મળી છે. આ નક્સલવાદીઓનું કાયરતાપૂર્ણ કૃત્ય છે. આ જવાનોની શહાદત વ્યર્થ નહીં જાય અને ટૂંક સમયમાં જ છત્તીસગઢ અને બસ્તર નક્સલ મુક્ત થઈ જશે.

આ પણ વાંચો : અકસ્માત પીડિતનો મૃતદેહ કલાકો સુધી રસ્તા પર પડ્યો રહ્યો, બે રાજ્યએ હાથ ઊંચા કર્યા

નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલુ

બસ્તરના આઈજી પી. સુંદરરાજે બીજાપુર આઈઈડી બ્લાસ્ટ પર કહ્યું કે દંતેવાડા, બીજાપુર અને નારાયણપુર જિલ્લાના સરહદી વિસ્તારોમાં ત્રણ દિવસથી નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું જેમાં પાંચ નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા અને એક જવાન શહીદ થયો છે. તેની બાદ જ્યારે અમારી ટીમ પરત ફરી રહી હતી ત્યારે બીજાપુર જિલ્લાના અંબેલી વિસ્તારમાં નક્સલીઓએ આઇઇડી બ્લાસ્ટ કર્યો હતો. જેમાં આઠ જવાનો અને એક ડ્રાઈવર શહીદ થયા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button