નેશનલ

ઈન્ડિગોની મોટી જાહેરાતઃ એરલાઈને 17 ફેબ્રુઆરીથી કોપનહેગનની સેવા સ્થગિત કરી…

નવી દિલ્હીઃ ઇન્ડિગો ઓપરેશનલ સમસ્યાઓને લઇને તેની લાંબા અંતરની ફ્લાઇટ્સમાં ફેરફાર કરશે. જેમાં ૧૭ ફેબ્રુઆરીથી કોપનહેગનની સેવા સ્થગિત કરવાનો સમાવેશ થાય છે. એરલાઇન બાહ્ય ઓપરેશનલ સમસ્યાઓને ઉકેલવા માંગતી હોવાથી આ નિર્ણય લઇ રહી છે.

ઇરાની એરસ્પેસમાં અનિશ્ચિતતા અને એરપોર્ટ પર ભીડને કારણે કરવામાં આવેલા ફેરફારો અંતર્ગત એરલાઇને બુધવારે જણાવ્યું કે તે દિલ્હી-લંડન હીથ્રો અને દિલ્હી-માન્ચેસ્ટર રૂટ પર પણ ફ્લાઇટ્સ ઘટાડશે.

એરલાઇને એક નિવેદનમાં જણાવ્યું કે તેના વાઇડ-બોડી ઓપરેશન્સને બાહ્ય ઓપરેશનલ અવરોધોનો સામનો કરવો પડ્યો છે. જેમાં ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓને કારણે સતત બદલાતા એરસ્પેસ પ્રતિબંધો અને ભારત અને વિદેશમાં એરપોર્ટ પર ભીડનો સમાવેશ થાય છે.

નિવેદનમાં જણાવાયું છે કે આ પરિબળોના લીધે ફ્લાઇટ અને બ્લોક ટાઇમમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે એરલાઇનના ૭૮૭-૯ શેડ્યુલ પર દબાણ આવ્યું છે. જે છ વાઇડ-બોડી એરક્રાફ્ટથી સંચાલિત કરવામાં આવે છે. કોપનહેગન(ડેનમાર્ક) જતી-આવતી ફ્લાઇટ્સ ૧૭ ફેબ્રુઆરીથી આગામી સૂચના સુધી સ્થગિત રહેશે.

PTI

હાલમાં એરલાઇન મુંબઇ અને કોપનહેગન વચ્ચે અઠવાડિયામાં ત્રણ વખત સેવાનું સંચાલન કરે છે. જ્યારે ૭ ફેબ્રુઆરીથી એરલાઇન તેની દિલ્હી-માન્ચેસ્ટર સેવાઓ અઠવાડિયામાં પાંચ વખતથી ઘટાડીને ચાર કરશે. આ રૂટ પર ૧૯ ફેબ્રુઆરીથી ફ્લાઇટ્સની સંખ્યા ઘટાડીને અઠવાડિયામાં ત્રણ વખત કરવામાં આવશે.

આ ઉપરાંત ૯ ફેબ્રુઆરીથી શરૂ થતા વર્તમાન વિન્ટર શેડ્યૂલ માટે દિલ્હી-લંડન હીથ્રો સેવાને અઠવાડિયામાં પાંચથી ઘટાડીને ચાર કરવામાં આવશે. ઇન્ડિગોએ જણાવ્યું કે આ પગલાં મિસકનેક્શન અને સતત થતા વિલંબને કારણે મુસાફરોને થતી અસુવિધા ટાળવા માટે લેવામાં આવી રહ્યા છે.

આ દરમિયાન ઇન્ડિગોએ મંગળવારે જણાવ્યું હતું કે તેણે ત્બિલિસી(જ્યોર્જિયા), અલ્માટી(કઝાકિસ્તાન), તાશકંદ(ઉઝબેકિસ્તાન) અને બાકૂ(અઝરબૈજાન) જતી-આવતી ફ્લાઇટ્સ ૨૮ ફેબ્રુઆરી સુધી રદ્દ કરી છે. અગાઉ ઇરાનમાં પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે આ શહેરો માટે સેવાઓ ૧૧ ફેબ્રુઆરી સુધી રદ્દ કરવામાં આવી હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button