આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

મુંબઈના મહારથીઓનું મહારણ: ભારતના મુગટ સમા મુંબઈમાં મતદારો પર મદાર

યશ રાવલ
મુંબઈ:
લોકશાહીના મહાપર્વ એટલે કે ચૂંટણીનો રથ આજે મુંબઈ પહોંચ્યો છે. એટલે કે આજે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મતદાન યોજાશે અને લોકસભાની છ બેઠકો અને એમએમઆર(મુંબઈ મેટ્રોપોલિટન રિજન)ની ચાર બેઠકો માટે મતદાન યોજવામાં આવશે, જેના પર આખા દેશની નજર હશે.

કારણ કે મુંબઈ જેવા શહેર પર પ્રભુત્વ જમાવવાનો અર્થ દેશની આર્થિક રાજધાની પર પ્રભુત્વ થાય છે અને એટલા માટે જ દરેક રાજકીય પક્ષ દ્વારા પ્રચાર દરમિયાન પૂરજોશમાં પ્રયાસ કરવામાં આવશે. જ્યારે સૌથી મોટો મદાર મુંબઈના મતદારો પર રહેશે અને મુંબઈગરાઓને ક્યા ઉમેદવારને અને ક્યા રાજકીય જોડાણને સત્તા આપવા ઇચ્છે છે તે આજે નક્કી થશે. મુંબઈના મતદારોનું મહાપૂર કોને તારશે અને કોને ડૂબાડશે તે આજે થનારા મતદાન પરથી નક્કી થશે.

મહાયુતિ: મહાવિકાસ આઘાડી
યામિની જાધવ અરવિંદ સાવંત
રાહુલ શેવાળે અનિલ દેસાઇ
ઉજ્જ્વલ નિકમ વર્ષા ગાયકવાડ
રવીન્દ્ર વાયકર અમોલ કીર્તિકર
મિહીર કોટેચા સંજય દીના પાટીલ
પીયૂષ ગોયલ ભૂષણ પાટીલ

મુંબઈના મતદારો રિઝવશે કે રડાવશે

મુંબઈમાં 99.32 લાખ મતદારો છે જે આજે પોતાની મતદાનની ફરજ બજાવશે. જોકે, અત્યાર સુધી થયેલા ચાર તબક્કાના મતદાનમાં 67 ટકા મતદાન થયું છે અને અમુક વિસ્તારોમાં તો મતદારો નિરસ રહેલા જણાયા છે. જોકે, ઉકળાટ અને તાપ છતાં મુંબઈગરાઓ પોતાનો નાગરિક તરીકેની ફરજ બજાવવા ઘરની બહાર નીકળી મતદાન કરશે તેવી આશા સેવાઇ રહી છે.


દક્ષિણ મુંબઈ યામિની જાધવ – શિવસેના(એકનાથ શિંદે) અરવિંદ સાવંત શિવસેના(ઉદ્ધવ ઠાકરે)

દક્ષિણ મધ્ય મુંબઈ અનિલ દેસાઇ – શિવસેના(ઉદ્ધવ ઠાકરે) રાહુલ શેવાળે – શિવસેના(એકનાથ શિંદે)

ઉત્તર પશ્ર્ચિમ મુંબઈ રવીન્દ્ર વાયકર -શિવસેના(એકનાથ શિંદે) અમોલ કીર્તિકર – શિવસેના(ઉદ્ધવ ઠાકરે)

ઉત્તર મધ્ય મુંબઈ ઉજ્જવલ નિકમ – ભાજપ વર્ષા ગાયકવાડ – કૉંગ્રેસ

ઉત્તર પૂર્વ મુંબઈ મિહીર કોટેચા – ભાજપ સંજય દીના પાટીલ – એનસીપી(શરદચંદ્ર પવાર)

ઉત્તર મુંબઈ પીયૂષ ગોયલ – ભાજપ ભૂષણ પાટીલ – કૉંગ્રેસ

થાણે નરેશ મ્હસ્કે – શિવસેના(એકનાથ શિંદે) રાજન વિચારે – શિવસેના(ઉદ્ધવ ઠાકરે)

કલ્યાણ ડૉ.શ્રીકાંત શિંદે – શિવસેના(એકનાથ શિંદે) વૈશાલી દરેકર – શિવસેના(ઉદ્ધવ ઠાકરે)

ભિવંડી કપિલ પાટીલ – ભાજપ સુરેશ મ્હાત્રે – એનસીપી(શરદચંદ્ર પવાર)

પાલઘર ડૉ.હેમંત સાવરા – ભાજપ ભારતી કામડી – શિવસેના(ઉદ્ધવ ઠાકરે)

ગુજરાતી મતદારો બાજી પલટી શકે છે

મુંબઈમાં ગુજરાતીઓની બહોળી વસતી છે અને દરેક લોકસભા ક્ષેત્રમાં વિપુલ પ્રમાણમાં ગુજરાતી મતદારો છે. આ લોકસભાની ચૂંટણીમાં મુંબઈમાં ફક્ત એક જ ગુજરાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે, પરંતુ ગુજરાતી મતદારોનો મત દરેક ઉમેદવાર માટે અત્યંત મહત્ત્વનો સાબિત થશે. દક્ષિણ મુંબઈના કોલાબા, મલબાર હિલ જેવા પૉશ વિસ્તાર સહિત બોરીવલી, કાંદિવલી, મલાડ, દહીસર, ઘાટકોપર, મુલુંડ, અંધેરી, વિલે પાર્લે, બાંદ્રા, દાદર અને આ સિવાયના દરેક મતવિસ્તારમાં આવતા વિભાગમાં ગુજરાતી મતો ઉમેદવારના વિજય માટે ચાવીરૂપ સાબિત થશે. આ સિવાય મુંબઈ મેટ્રપોલિટન રિજન ક્ષેત્રના થાણે, કલ્યાણ, ડોંબિવલી ક્ષેત્રના વસઇ, વિરાર, મીરા-રોડ, ભાયંદરમાં પણ ગુજરાતી મતદારોની સંખ્યા ઘણી છે એટલે આ રિજનની ચાર બેઠકો પર પણ ગુજરાતી મતદારો બાજી પલટી શકે છે.

ભાજપનો દાવ જામશે કે બગડશે?

ભાજપે આ ચૂંટણીમાં બબ્બે વખત સાંસદ રહી ચૂકેલા નેતાઓની ટિકિટ કાપી છે અને તેના સ્થાને નવા ઉમેદવારોને ટિકિટ આપી છે. ભાજપનો ગઢ મનાતા ઉત્તર મુંબઈ લોકસભા ક્ષેત્રમાં ગોપાલ શેટ્ટીના સ્થાને કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલને જ્યારે ઉત્તર-મધ્ય મુંબઈથી બે વખત સાંસદ રહી ચૂકેલા પૂનમ મહાજનનાં સ્થાને આતંકી કસાબને ફાંસીને માંચડે ચઢાવનારા સરકારી વકીલ ઉજ્જવલ નિકમને ટિકિટ આપવામાં આવી છે. હવે ભાજપનો આ દાવ કેવો રહેશે તેના પર બધાની નજર છે.

શિવસેના વિરુદ્ધ શિવસેના: બળીયાઓનું બળ મપાશે

શિવસેનાના ભાગલા પડ્યા અને ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેની શિવસેના એમ બે જૂથ પડ્યા ત્યારબાદ બંને જૂથના ઉમેદવારો પહેલી જ વખત ટકરાશે. મુંબઈની ત્રણ બેઠકો પર જ્યારે એમએમઆરની બે બેઠકો પર બંને જૂથના ઉમેદવારો ટકરાશે. એટલે કે બંને શિવસેનામાંથી કોનું બળ વધારે છે તે સ્પષ્ટ થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…