ટોપ ન્યૂઝવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણીઃ બે તબક્કાની તુલનામાં ત્રીજા તબક્કાના મતદાનમાં ઘટાડો

આ વખતે પણ આસામમાં નોંધાયું વધુ મતદાનઃ મહારાષ્ટ્રમાં ઓછું વોટિંગ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે મતદાન થયું હતું. અગિયાર રાજ્યની કુલ 93 બેઠક માટે મતદાન કર્યું હતું. ત્રીજા તબક્કાની સીટ પર જ્યાં મતદાન થયું, જેમાં સૌથી વધુ ગુજરાતની બેઠક પર થયું. 2019માં તમામ સીટ પર 66.89 ટકા મતદાન થયું હતું. ત્રીજા તબક્કાની 93 બેઠક પર 1,300થી વધુ ઉમેદવાર મેદાનમાં હતા, જેમાં 120 મહિલાનો સમાવેશ થાય છે.

દેશમાં લોકસભાની ચૂંટણીમાં પહેલા તબક્કામાં 66.14 ટકા, બીજા તબક્કામાં 66.14 ટકા તેમ જ આજે ત્રીજા તબક્કામાં 60.68 ટકા મતદાન થયું છે, જ્યારે તેની સામે 2019માં અનુક્રમે 69.96 ટકા, બીજા તબક્કામાં 70.09 ટકા તેમ જ ત્રીજા તબક્કામાં 66.89 ટકા મતદાન થયું હતું.

ત્રીજા તબક્કા દરમિયાન મતદાનની ટકાવારીમાં ઘટાડા માટે હજુ સુધી નક્કર તારણ કાઢી શકાય નહીં, પરંતુ હોટ સ્ટેટમાં વધતી ગરમીનું કારણભૂત હોઈ શકે છે. ઉપરાંત મતદાન માટે નાગરિકો પાસે નક્કર ઉદ્દેશનો પણ અભાવને કારણે મતદાનનું પ્રમાણ ઘટ્યું હોઈ શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

ગુજરાતમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા સહિત સાત કેન્દ્રીય પ્રધાનનું ભાવિ ઈવીએમમાં કેદ થયું છે. દિગ્વિજય સિંહ, શિવરાજ સિંહ સહિત પાંચ પૂર્વ મુખ્ય પ્રધાન મેદાનમાં હતા. સમાજવાદી પાર્ટી (સપા)ના પ્રમુખ અખિલેશ યાદવની પત્ની અને મૈનપુરી બેઠકના સાંસદ ડિમ્પલ યાદવનું ભાવિ ઈવીએમમાં બંધ થયું છે.

આપણ વાંચો: ગુજરાતમાં સરેરાશ 55 ટકા મતદાન: અંતિમ આંકડાઓ બદલી શકે છે સિનારિયો?

જે 93 સીટ પર મતદાન થયું છે, જેમાં 2019માં 66.89 ટકા મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન આસામના ધુબરીમાં 90.66 ટકા તેમ જ મધ્ય પ્રદેશના ભિંડની બેઠક પર 54.53 ટકા મતદાન થયું હતું. 2019માં આસામમાં સૌથી વધુ મતદાન 85.15 ટકા, સૌથી ઓછું મતદાન ઉત્તર પ્રદેશમાં 60.01 ટકા થયું હતું, જ્યારે 2024માં સૌથી વધુ મતદાન આસામમાં 75.1 ટકા થયું છે, જ્યારે મહારાષ્ટ્રમાં 53.90 ટકા થયું છે.

આજના ઉપલબ્ધ અહેવાલ પ્રમાણે આજના મતદાનવાળા રાજ્યમાં આસામ (74.86 ટકા)માં વધુ મતદાન થયું હતું. એના સિવાય બિહારમાં 56.01 ટકા, છત્તીસગઢમાં 66.87 ટકા, દમન દીવ, દાદરા નગર હવેલી 65.23 ટકા, ગોવા 72.52 ટકા, ગુજરાત 55.22 ટકા, કર્ણાટક 66.05 ટકા, મધ્ય પ્રદેશ 62.28 ટકા, મહારાષ્ટ્ર 53.40, ઉત્તર પ્રદેશ 55.13 ટકા તેમ જ પશ્ચિમ બંગાળમાં 73.93 ટકા થયું હતું.

અહીં એ જણાવવાનું કે 2019 જનરલ ઈલેક્શનની 93 સીટ પર 72 બેઠક પર ભાજપ જીત્યું હતું. ત્રીજા તબક્કાના મતદાન પછી હવે અડધોઅડધ મતદાનમથક પર મતદાન થવાનું બાકી રહ્યું છે. 19મી એપ્રિલથી પહેલી જૂન વચ્ચે સાત તબક્કામાં મતદાન યોજવામાં આવશે, જ્યારે ચોથી જૂનના પરિણામ જાહેર કરવામાં આવશે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker