કોલકાતાઃ કોલકાતા ટ્રેઈની ડોક્ટરનો રેપ-હત્યા કેસ અંગે પોલીસ-સીબીઆઈ રજેરજ માહિતી મેળવી રહી છે ત્યારે આજે વધુ ચોંકાવનારા અહેવાલો મળી રહ્યા છે. પહેલી વાત તો એ છે કે પીડિત ટ્રેઈની ડોક્ટર નવમી ઓગસ્ટના મધરાતે 2:45 વાગ્યા સુધી જીવતી હતી.
મધરાતે પીડિતાએ તેના કઝીનને એક મેસેજ મોકલ્યો હતો અને એ વખતનો સમય પોણા ત્રણ વાગ્યાના હતો. જોકે, ટેક્નિકલ પુરાવા મુજબ તે સમયે પીડિતાના મોબાઈલ ફોન પરથી એક મેસેજ મોકલવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે મધરાતના પોણા ત્રણ વાગ્યા સુધી જીવતી હતી. એજન્સીઓએ આ સંદેશને એક મહત્વપૂર્ણ સંકેત ગણાવ્યો છે, જે પીડિતાની અંતિમ ક્ષણોની માહિતી આપી શકે છે.
મધરાતે પીડિતાએ મેસેજ કર્યો કે બીજાએ?
એજન્સી અન્ય એક બીજી વાતની પણ તપાસ કરી રહી છે કે આ મેસેજ પીડિતાએ પોતે મોકલ્યો હતો કે પછી તેના ફોનનો ઉપયોગ અન્ય કોઈએ કર્યો હતો. જોકે, પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું છે કે આ મેસેજ તેના ફોન પરથી જ મોકલવામાં આવ્યો હતો. આ કિસ્સામાં, એજન્સીઓ દ્વારા તકનીકી પુરાવાઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે, જેથી કરીને ઘટનાની ચોક્કસ સમયમર્યાદા અને સંજોગો જાણી શકાય.
આ પણ વાંચો: કોલકાતા રેપ કેસમાં આરોપીઓનો CBIએ કર્યો પોલીગ્રાફ ટેસ્ટ: પૂર્વ પ્રિન્સિપાલની સામે CBIએ કર્યો નવો કેસ
નવમી ઑગસ્ટની રાતે કર્યું હતું નરાધમ આરોપીએ?
નવમી ઓગસ્ટની રાત્રે બનેલી ઘટના બાદ સંજય રોયની ધરપકડ અને પૂછપરછમાં અનેક મહત્વના ખુલાસા થયા છે. આ ઘટના બાદ સંજય રોયે જે બધું કર્યું તે બાબતોએ પોલીસને અનેક સવાલોમાં ઘેરામાં ફસાવી દીધી છે. પૂછપરછ બાદ જે માહિતી બહાર આવી છે તે મુજબ ઘટના બાદ સંજય રોય સીધો ફોર્થ બટાલિયનમાં ગયો હતો અને ત્યાં જ સૂઈ ગયો હતો.
10 ઓગસ્ટની સવારે જ્યારે તે જાગ્યો, ત્યારે તેણે ફરીથી દારૂ પીધો અને પાછો સૂઈ ગયો. પોલીસને શંકા જતાં તેમણે હોસ્પિટલના સેમિનાર હોલની આસપાસના તમામ સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. આ ફૂટેજમાં સંજય રોયની ગતિવિધિઓ સાથે અન્ય લોકોની પણ ઓળખ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: કોલકાતા રેપ મર્ડર કેસના આરોપીને ફટકારી 14 દિવસની કસ્ટડી…
સીસીટીવી ફૂટેજના આધારે તપાસ
કોલકાતા પોલીસે સીસીટીવી ફૂટેજમાં જોવા મળેલા 15 લોકોને પૂછપરછ કરી હતી. એમાં રાતના ત્રણથી ચાર દરમિયાન હૉસ્પિટલમાં મોજૂદ લોકોને ખાસ સામેલ કરવામાં આવ્યા હતા. ચાર વાગ્યાની આસપાસ સંજય રૉયની તસવીર કેમેરામાં કેદ થઇ હતી. આ ફૂટેજ હૉસ્પિટલમાં ભરતી થયેલા સૌરભના ભાઇને બતાવવામાં આવ્યા હતા. સૌરભના ભાઇએ સંજયને ઓળખ્યો હતો અને આ ઓળખના આધારે તપાસ આગળ ચલાવવામાં આવી હતી.
ફોર્થ બટાલિયનમાં જઈને સૂઈ ગયો આરોપી
સૌરભે સંજયને જમવા બોલાવ્યો હતો, પણ રસ્તામાં સૌરભને એના ભાઇનો કૉલ આવ્યો, જેમાં તેણે જણાવ્યું કે સંજયને પોલીસ શોધી રહી છે. જ્યારે સંજય સૌરભ પાસે પહોંચ્યો ત્યારે તેણે ખાવાનું નહીં ખાધું. સૌરભે તેને જણાવ્યું કે આરજી કાર હૉસ્પિટલમાં એક કાંડ થઇ ગયો છે અને પોલીસ એને શોધી રહી છે. સંજ્યે જણાવ્યું કે, ‘ઠીક છે, હું જોઉં છું,’ અને પછી ફોર્થ બટાલિયનમાં જઇને સૂઇ ગયો હતો.
આ પણ વાંચો: કોલકાતા રેપ-મર્ડર કેસના આરોપી સંજય રોય વિષે મોટો ખુલાસો, ઘટના પહેલા કરી હતી આવી હરકત
ધરપકડ વખતે દારુના નશામાં હતો
કોલકાતા પોલીસ સંજય રોયની ધરપકડ કરવા પહોંચી ત્યારે તે દારૂના નશામાં હતો. ધરપકડ બાદ સંજયે પોલીસને કહ્યું કે, ‘મને ફાંસી આપો.’ ધરપકડના બીજા દિવસે પણ સંજયના ચહેરા પર કોઈ પસ્તાવો દેખાતો ન હતો. તેણે પોલીસને સામાન્ય રીતે બધું જ સંભળાવ્યું, જેમાં ઘટના પછીની તેની ક્રિયાઓનો પણ સમાવેશ થાય છે.
પોલીસે એ પણ તપાસ કરી કે સંજય તે રાત્રે ઓપરેશન થિયેટર (OT) કેમ શોધી રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર એવી શક્યતા છે કે સંજય રોય ઓપરેશન થિયેટરને બદલે ભૂલથી સેમિનાર હોલમાં પ્રવેશ્યો હશે.
રેડલાઈટ એરિયામાં શા માટે ગયો?
પોલીસે સંજયને પૂછ્યું હતું કે તેણે ચેતલા રેડલાઇટ એરિયામાં શા માટે ગયો અને શું કર્યું હતું. તો એના જવાબ અંગે પોલીસે શંકા વ્યક્ત કરી છે. પોલીસનું માનવું છે કે એ રાતે સંજયના દિમાગમાં પહેલેથી જ આ ઘટનાને અંજામ આપવાનું નક્કી હતું.
તેના હાથ અને જાંઘ પર ઉઝરડા પડ્યા હોવાના નિશાન મળ્યા હતા, જે ઘણા તાજા હતા અને એ બાબતનો ઇશારો કરી રહ્યા હતા પીડિતા સાથેની ઘટનાને અંજામ આપવા દરમિયાન તેણે પીડિતા સાથે મારપીટ કરી હશે. પોલીસ સંજયના દરેક નિવેદન અને પ્રવૃતિની ઊંડી તપાસ કરી રહી છે.