ટોપ ન્યૂઝનેશનલ

પીએમ મોદીએ ખાસ મિશન માટે થરૂર અને ઓવૈસીની કેમ કરી પસંદગી? જાણો

નવી દિલ્હીઃ મોદી સરકારે અનેક દેશોમાં ઓલ પાર્ટી ડેલિગેશન મોકલીને પાકિસ્તાની પોલ ખોલવાનો નિર્ણય કર્યો છે. એક મોટા કૂટનીતિ અભિયાન હેઠળ સરકાર વૈશ્વિક મંચ પર પાકિસ્તાનને ખુલ્લુ પાડવા આગામી સપ્તાહે ભારતીય નેતાઓને અલગ અલગ દેશોમાં મોકલશે.

જેમાં કોંગ્રેસના શશિ થરૂર અને એઆઈએમઆઈએમના ઓવૈસીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ બંને મોદી સરકારના કટ્ટર વિરોધી છે તેમ છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને ખાસ મિશન પર કેમ મોકલી રહ્યા છે તે જાણવા સૌ આતુર છે.

થરૂરની કેમ પસંદગી કરી

પીએમ મોદીની છબી ચોંકાવનારા નિર્ણય લેવા જાણીતા નેતા તરીકેની છે. વિપક્ષે કલ્પના પણ ન કરી હોય તેવા નિર્ણય પીએમ મોદીએ લીધા છે. શશિ થરૂરને પણ પ્રતિનિધિમંડળમાં સામેલ કરવાનો નિર્ણય પણ કઈંક આવો જ છે.

થરૂરને નજીકથી ઓળખતા લોકોના કહેવા મુજબ પીએમ મોદીએ તેમની પસંદગી કરીને મોટો દાવ રમ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં કામ કરવાનો લાંબો અનુભવ રાખતા શશિ થરૂર કૂટનીતિના જાણકાર છે. આ સ્થિતિમાં પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મંચ પર ખુલ્લું પાડવામાં તેઓ મહત્ત્વનો રોલ નિભાવી શકે છે.

આપણ વાંચો: મોદીનો માસ્ટર સ્ટ્રોકઃ ઓવૈસી, થરૂર વિશ્વમાં ખોલશે પાકિસ્તાનની પોલ…

સંયુક્ત રાષ્ટ્રનો અનુભવ: શશિ થરૂરને સંયુક્ત રાષ્ટ્રમાં કામ કરવાનો ઘણો લાંબો અનુભવ છે. 1978માં યુએનએચસીઆરમાં કારકિર્દી શરૂ કરનારા થરૂર 1981થી 1984 સુધી સિંગાપુરમાં યુએનએચસીઆર કાર્યાલયના પ્રમુખ રહ્યા હતા.

1989માં તેઓ વિશેષ રાજકીય બાબતો માટે અવર સચિવના વિશેષ સહાયક બન્યા, જેમાં યુગોસ્લાવિયામાં શાંતિ અભિયાનોની જવાબદારી પણ સામેલ હતી.

2001માં તેમને સંચાર અને જન સૂચના વિભાગ (ડીપીઆઈ)ના વચગાળાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને ત્યારબાદ 2002માં તેમને સંચાર અને જન સૂચના માટે અવર સચિવ બનાવવામાં આવ્યા હતા.

યુએનના મહાસચિવની રેસમાં પણ હતા: થરૂર 2006માં કોફી અન્નાન પછી મહાસચિવની રેસમાં હતા. પરંતુ તેઓ મહાસચિવ બની શક્યા નહોતા. થરૂર 2006માં મહાસચિવની રેસમાં બીજા સ્થાને રહ્યા હતા.

કૂટનીતિના જાણકાર: શશિ થરૂર કૂટનીતિના સારા જાણકાર છે. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરતા પહેલાં જ વાહવાહી લૂંટતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું, તો થરૂરે પીએમ મોદીની ચુપ્પીનું સમર્થન કર્યું હતું.

થરૂરે પીએમ મોદીની ચુપ્પીને કૂટનીતિનો હિસ્સો ગણાવ્યો હતો. આ પહેલાં તેઓ રશિયા-યુક્રેન યુદ્ધના મુદ્દે મોદી સરકારની કૂટનીતિની પ્રશંસા કરી ચૂક્યા છે.

ઓપરેશન સિંદૂરના સમર્થકઃ શશિ થરૂર શરૂઆતથી જ ઓપરેશન સિંદૂરના સમર્થક રહ્યા છે. પીએમ મોદીએ તેમને બહુપક્ષીય પ્રતિનિધિમંડળનો હિસ્સો બનાવ્યા છે, પરંતુ થરૂર પોતાનું કામ પહેલાંથી જ શરૂ કરી ચુક્યા છે. ઓપરેશન સિંદૂર બાદ ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે શશિ થરૂરે વિવિધ ચેનલો પર મીડિયા દ્વારા ભારતનો પક્ષ મજબૂતીથી વિશ્વ સમક્ષ રાખ્યો હતો.

ઓવૈસીની કેમ કરી પસંદગી

ઓપરેશન સિંદૂર દરમિયાન એઆઈએમઆઈમના નેતા અસદુદ્દીન ઓવૈસીની છબી જ બદલાઈ ગઈ છે. આ દરમિયાન તેની સામે આવેલી છબીની ભાજપના નેતા પણ પ્રશંસા કર રહ્યા છે.

ઓપરેશન સિંદૂર પહેલા ભાગ્યે જ કોઈને આશા હતી કે ઓવૈસી પાકિસ્તાનને આટલી ખરા-ખોી સંભળાવી શકશે. પીએમ મોદીએ ઓવૈસીને બહુપક્ષીય પ્રતિનિધિમંડળનો હિસ્સો બનાવીને એક કાંકરે અનેક પક્ષી માર્યા છે.

ઓપરેશન સિંદૂરના સમર્થક: અસદુદ્દીન ઓવૈસી ભારત સરકારના ઓપરેશન સિંદૂરના શરૂઆતથી જ સમર્થક રહ્યા છે. ઘણી ટીવી ચેનલો પર તેમણે મોદી સરકારના આ પગલાનું સમર્થન કર્યું અને પાકિસ્તાનને ખરી-ખોટી સંભળાવી હતી.

ઘણા પ્રસંગો પર તો તેઓ પાકિસ્તાની પ્રવક્તાઓ સાથે ઉગ્રતાથી દલીલ કરતાં જોવા મળ્યા. ઓવૈસીએ કહ્યું કે પાકિસ્તાનને તેના કૃત્યોની સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ.

આપણ વાંચો: Asaduddin Owaisi: ‘જય ભીમ, જય તેલંગાણા અને જય ફિલસ્તીન’ અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં નારો લગાવ્યો

એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું કે દેશ તેમના માટે સૌથી પહેલા આવે છે. તેમના દિલમાં જે હોય છે, તે જ કહે છે. લોકોને ઘણીવાર સારી લાગે છે, તો ઘણીવાર ખરાબ. મને નજીકથી જાણનારા મારા હિન્દુ મિત્રો હું કેવો છું તે સારી રીતે જાણે છે.

મુસ્લિમ ચહેરઃ બહુપક્ષીય પ્રતિનિધિમંડળમાં કયો પક્ષ કયા દેશમાં જશે, આ માહિતી તો હજુ સામે આવી નથી, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે મુસ્લિમ ચહેરો હોવાના નાતે ઓવૈસીને મુસ્લિમ દેશોમાં મોકલવામાં આવી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઓવૈસીની છબી એક પાક્કા મુસલમાનની છે, એવામાં જ્યારે તેઓ મુસ્લિમ દેશો સામે ભારતનો પક્ષ રાખશે તો તેમની વાતમાં એક અલગ વજન હશે.

લંડનથી કર્યું છે લૉઃ ઓવૈસી એક રાજનેતા હોવાની સાથે-સાથે કાબેલ વકીલ પણ છે, જે પોતાની વાતને તર્ક સાથે રજૂ કરે છે. સામાન્ય રીતે તેમની વાતને કાપવી ખૂબ મુશ્કેલ હોય છે. આ ખૂબી તેમને બીજાઓથી અલગ પાડે છે. એવામાં તેઓ ભારતનો પક્ષ બીજા દેશો સામે ખૂબ મજબૂતીથી રાખી શકે છે.

1994ની જેમ પાર્ટીઓ એકજૂથ

આ પહેલો અવસર નથી, જ્યારે તમામ ભારતીય રાજકીય પક્ષો પરસ્પર રાજકીય મતભેદોને બાજુ પર રાખીને એકજૂથ થઈને આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની વાત રજૂ કરવા જઈ રહ્યા છે.

આ પહેલાં 1994માં તત્કાલીન વડા પ્રધાન પી. વી. નરસિંહ રાવે રાજકીય મતભેદોથી ઉપર ઊઠીને ભાજપ નેતા અટલ બિહારી વાજપેયીને જીનીવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગમાં ભારતનું નેતૃત્વ કરવા માટે પસંદ કર્યા હતા. અટલ બિહારી વાજપેયીના ત્યાં પહોંચવાથી પાકિસ્તાન પણ હેરાન હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button