નેશનલ

Asaduddin Owaisi: ‘જય ભીમ, જય તેલંગાણા અને જય ફિલસ્તીન’ અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં નારો લગાવ્યો

નવી દિલ્હી: 18મી લોકસભાના પહેલા સત્રમાં સાંસદોની શપથ ગ્રહણની વિધિ ચાલી રહી છે. એવામાં હૈદરાબાદના સાંસદ અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) પાર્ટીના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી(Asaduddin Owaisi) એ લોકસભા સત્રની કાર્યવાહીના બીજા દિવસે સંસદ સભ્ય તરીકે શપથ લીધા હતા. શપથ લીધા બાદ ઓવૈસીએ ‘જય ફિલસ્તીન’નો નારો લગાવી મુશ્કેલ પરિસ્થિતિઓની સામનો કરી રહેલા પેલેસ્ટાઇનના લોકોને સમર્થન આપ્યું હતું.

પ્રોટેમ સ્પીકરે અસસુદ્દીન ઓવૈસીને લોકસભાના સભ્ય તરીકે શપથ લેવા માટે આમંત્રિત કર્યા હતા. ઓવૈસી પોડિયમ પર આવ્યા અને બિસ્મિલ્લાના પાઠ કર્યા પછી સાંસદ તરીકે શપથ લીધા. સાંસદ તરીકે શપથ લીધા બાદ તેમણે ‘જય ભીમ, જય તેલંગાણા અને બાદમાં જય ફિલસ્તીન’નો નારો લગાવ્યો હતો.

આ પણ વાંચો : દોસ્ત દોસ્ત ના રહા, આ પાર્ટી રાજ્યસભામાં ભાજપને સમર્થન નહીં આપે

હૈદરાબાદ લોકસભા સીટ પરથી અસદુદ્દીન ઓવૈસી સતત પાંચમી વખત જીત્યા છે. આ વખતે અસદુદ્દીન ઓવૈસીને કુલ 6,61,981 મત મળ્યા અને તેમણે ભાજપની માધવી લતાને 3,38087 મતોથી હરાવ્યા. અગાઉ 2019ની ચૂંટણીમાં ઓવૈસી કુલ 58.95% વોટ શેર સાથે જીત્યા હતા.

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસી 2004માં હૈદરાબાદ લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતીને પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા. આ પછી, તેણે 2009, 2014, 2019 અને 2024 માં તેની જીતનો સિલસિલો ચાલુ રાખ્યો.

18મી લોકસભાનું પ્રથમ સત્ર સોમવારના રોજથી શરૂ થયું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમની કેબીનેટના સભ્યો તેમજ અન્ય નવા ચૂંટાયેલા સભ્યોએ સાંસદ તરીકે શપથ લીધા હતા. પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબે ગૃહની કાર્યવાહીનું સંચાલન કર્યું અને સભ્યોને શપથ લેવડાવ્યા. તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણી બાદ વડાપ્રધાન મોદી સતત ત્રીજી વખત સત્તામાં પર આવ્યા છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker