આમચી મુંબઈટોપ ન્યૂઝ

PM Modi આવતીકાલે નાશિક અને મુંબઈમાં, જાણો શું કરશે, કોને મળશે?

મુંબઇઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આવતીકાલની મુંબઇ-નવી મુંબઈની મુલાકાત દરમિયાન એક અનેક પ્રોજેક્ટના ઉદ્ધાટન અને લોકાર્પણની વિવિધ કામગીરીને પાર પાડવામાં આવશે. સૌથી પહેલા પીએમ મોદી દિલ્હીથી નાશિક જશે. નાશિકમાં તપોવનમાં યુવા મહોત્સવમાં ભાગ લેશે અને પછી મુંબઈ રવાના થશે. મુંબઈમાં કોલાબા સ્થિત નેવી એરબેઝ આઈએનએસ શિકરા પર ઉતરશે, ત્યારબાદ એમટીએચએલનું ઉદ્ઘાટન કરશે. ઉપરાંત, રેગ્યુલર પ્રોટોકોલથી અલગ અલગ જગ્યાએ પાર્ટીના કાર્યકરોને મળી શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

એમટીએચએલનું ઉદ્ઘાટન
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એક અંડરગ્રાઉન્ડ રોડ ટનલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને ત્યાર બાદ સી-વુડ-બેલાપુર-ઉરણ ઉપનગરીય રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કરશે. આ બંને મહત્વના પ્રોજેક્ટ પીએમ મોદી મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (MTHL)નું ઉદ્ઘાટન કરશે. આ લિંકને હવે અટલ બિહારી વાજપેયી સ્મૃતિ શિવડી-ન્હાવા શેવા અટલ સેતુ નામ આપવામાં આવ્યું છે.

ઓરેન્જ ગેટ-મરીન ડ્રાઇવ લિંકનો શિલાન્યાસ
પીએમ મોદી આવતીકાલે આ 9.23 કિમી કનેક્ટરનો શિલાન્યાસ કરશે, જેમાં 6.51 કિમી ટ્યુબ ટનલનો સમાવેશ થાય છે. 8,500 કરોડના પ્રોજેક્ટમાં ચાર લેન (2+2) અને બે ઇમરજન્સી લેન હશે. આ લિંક બે છેડા વચ્ચેના ટ્રાવેલિંગ ટાઈમ 30થી 40 મિનિટથી ઘટાડીને 8થી 10 મિનિટ કરશે. આ ટનલ જ્યારે તૈયાર થઇ જશે ત્યારે 6.51 કિ.મી.ની ટનલ શહેરનો સૌથી લાંબો અંડરગ્રાઉન્ડ રોડ બનશે.

સૂર્યા વોટર સપ્લાય પ્રોજેક્ટ
પીએમ મોદી મોદી 88 ટકા પૂર્ણ થયેલ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે, જે પાલઘર જિલ્લામાં વસઈ-વિરાર, મીરા-ભાઈંદર અને 44 ગામની તરસ છીપાવશે. આ યોજનામાં 403 એમએલડીની ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વેત્તી ગામના સૂર્યનગર ખાતે ઊભો કરવામાં આવ્યો છે. એમ માનવામાં આવે છે કે આ યોજનાથી આશરે 30 લાક લોકોની પાણીની જરૂરિયાત સંતોષાશે.
સીવુડ્સ-બેલાપુર-ઉરણ ચોથી લાઇન (તબક્કો II)ને લીલી ઝંડી
પીએમ મોદી મધ્ય રેલવેના ચોથા કોરિડોર તરીકે ઓળખાતી 14.3 કિમીની આ લાઇન પર ટ્રેનસેવાને લીલી ઝંડી આપશે. 1,782 કરોડનો આ પ્રોજેક્ટ બે દાયકાથી વધુ જૂનો છે. આ લાઇન ખારકોપર અને ઉરણને જોડે છે. પીએમ મોદીના સીધા નિરીક્ષણ હેઠળ આવતા પ્રગતિ પોર્ટલ પર પણ તેને સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે. આ લાઈન પૂર્ણ થવાથી દક્ષિણ મુંબઈ અને ઉરણ વચ્ચેનું અંતર અડધું ઘટી જશે. આ ઉપરાંત, નવા એરપોર્ટની આસપાસની અને ઉલ્વે ખાતેની ટાઉનશીપને પણ ફાયદો થશે.

પશ્ચિમ રેલવેની છઠ્ઠી લાઇન રાષ્ટ્રને સમર્પિત કરશે
મોદી WR પર સાંતાક્રુઝ અને ગોરેગાંવ વચ્ચે નવી, છઠ્ઠી રેલ્વે લાઇન રાષ્ટ્રને સમર્પિત કરશે. 8.8 કિમી લાઇન WRને લોકોને વધુ સેવાઓ પૂરી પાડશે. ખાર અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇન પર કામ 2015 માં શરૂ થયું હતું અને WR એ સમગ્ર પ્રોજેક્ટને 2025 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

દિઘા સ્ટેશનનું ઉદ્ઘાટન
પીએમ મોદી CR પરના દિઘા સ્ટેશનનું ઉદઘાટન કરશે. આ ઐરોલી અને કલવા વચ્ચે આયોજિત એલિવેટેડ કોરિડોરનો એક ભાગ છે. આ કોરિડોર અને દિઘા સ્ટેશનની જાહેરાત 2014માં કરવામાં આવી હતી અને 2016માં મોદી દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, પરંતુ જમીનની અનુપલબ્ધતાને કારણે પ્રોજેક્ટમાં વિલંબ થયો હતો.

નવી મુંબઈ મેટ્રો લાઈન એક દેશને સમર્પિત
નવી મુંબઈ મેટ્રો લાઈન 1 દેશને સમર્પિત કરશે. બેલાપુર અને પેંઢાર વચ્ચેની 11.1 કિમી લાઈનનો ખર્ચ 3,063 કરોડ રૂપિયા છે. જોકે, તેને 18 નવેમ્બરના રોજ ખુલ્લી મૂકવામાં આવી હતી. 13 વર્ષથી આ લાઇનનું બાંધકામ ચાલી રહ્યું હતું.
આ પ્રોટોકોલમાં થોડો છે ફેરફાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આવતીકાલના મહારાષ્ટ્રના કાર્યક્રમમાં એક નવો પ્રોટોકોલ બનાવ્યો છે. પરંપરાગત પ્રોટોકોલ પ્રમાણે રાજ્યપાલ, મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન સહિત વહીવટી અધિકારીઓને મળે છે, પરંતુ આ વખતે થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. વિધાનસભા અને સાંસદોને મળવાને બદલે વડા પ્રધાન મોદી છ અલગ અલગ જગ્યાએ દસ-દસના ગ્રુપમાં કુલ 60 જેટલા લોકોને મળશે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં નવા મુખ્ય પ્રધાન બનાવનાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું મનોબળ પણ વધારશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button