અદાણી સામેના રિપોર્ટથી ખળભળાટ મચાવનારી Hindenburg Research થઈ બંધ, સંસ્થાપકે કરી જાહેરાત
નવી દિલ્હીઃ ગુજરાતી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના (Gautam Adani) ગ્રુપની કંપનીઓને સાણસામાં લેનારી હિંડનબર્ગ રિસર્ચના (Hindenburg Research) સંસ્થાપકે મોટી જાહેરાત કરી હતી. રિપોર્ટથી સનસની મચાવનારી હિંડનબર્ગ રિસર્ચે કંપની બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સંસ્થાપક નાથન એન્ડરસને આ જાહેરાત કરી હતી. વિવાદિત કંપની હિંડનબર્ગ રિસર્ચની શરૂઆત 2017માં થઈ હતી. કંપની બંધ કરવા પાછળ નાથન એન્ડરસને કોઇ વિશેષ કારણ બતાવ્યું નથી. તેમણે કહ્યું કે, કંપની બંધ કરવા પાછળનું કોઈ ચોક્કસ નથી. આ ફેંસલો ઘણી વાતચીત અને સમજી વિચારીને લેવામાં આવ્યો છે.
શું કહ્યું નિવેદનમાં
હિંડનબર્ગ રિસર્ચના સંસ્થાપક નાથન એન્ડરસને કહ્યું, મેં ગત વર્ષેના અંતે જ મારો વિચાર પરિવારજનો અને મિત્રો સમક્ષ રજૂ કર્યો હતો. મેં હિંડનબર્ગ રિસર્ચ બંધ કરવાનો નિર્ણય લીધો છે. અમે જે વિચારો પર કામ કરતા હતા તેને પૂરા કર્યા બાદ બંધ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું, એવી કોઈ ખાસ વાત નથી, કોઈ ખતરોનો નથી, સ્વાસ્થ્યની કોઈ સમસ્યા નથી અને કોઈ વ્યક્તિગત મુદ્દો પણ નથી. કોઈએ મને એક વખત કહ્યું હતું કે, નિશ્ચિત સમયે એક સફળ કરીઅર એક સ્વાર્થી કામ બની જાય છે.
આસાન વિકલ્પ નહોતો
તેમણે વધુમાં જણાવ્યું, કદાચ મને મારા જીવનમાં કદાચ પ્રથમ વખત કઈંક અસહજતાનો અનુભવ થયો છે. એન્ડરસને પોતાના શરૂઆતના સંઘર્ષોના દિવસોન યાદ કરીને જણાવ્યું, મને શરૂઆતમાં ખબર નહોતી કે કોઈ સંતોષજનક રસ્તો શોધવો શક્ય હશે. આ એક આસાન વિકલ્પ નહોતો પરંતુ ડગલે ને પગલે ખતરો હતો અને હું ખૂબ ઝડપથી આ કામ પ્રત્ય આકર્ષિત થયો હતો. જ્યારે મેં આની શરૂઆત કરી ત્યારે મને હું તે કરી શકીશ કે નહીં તેની શંકા હતી. મારી પાસે આ અંગેનો કોઇ અનુભવ નહોતો. મારા કોઈપણ સંબંધી આ ક્ષેત્રમાં નહોતા. હું એક સરકારી સ્કૂલમાં ભણ્યો છું. હું એક ચાલાક વિક્રેતા નથી. મને કેવા કપડાં પહેરવા જોઈએ તે અંગે પણ જ્ઞાન નથી. ઉપરાંત 4 કલાકની ઉંઘ લઈને કામ કરી શકે તેવો હું કોઈ સુપરહ્યુમન નથી.
Also read: હિંડનબર્ગના આરોપો અંગે અદાણી ગ્રુપની પહેલી પ્રતિક્રિયા સામે આવી
જાણીતા વ્હીસલબ્લોઅર વકીલ બ્રાયન વુડનો માન્યો આભાર
નાથને લખ્યું કે, મારી મોટાભાગની નોકરીઓમાં હું એક સારો કર્મચારી હતી. પરંતું મોટાભાગે મારી અવગણના કરવામાં આવતી હતી. મેં જ્યારે આ કામ શરૂ કર્યું ત્યારે મારી પાસે પૈસા નહોતા. જો મને વિશ્વના જાણીતા વ્હીસલબ્લોઅર વકીલ બ્રાયન વુડનું સમર્થન ન મળ્યું હોત તો હું આ લડાઈ લડી શક્યો નહોત.