આમચી મુંબઈ

હિંડનબર્ગના આરોપો અંગે અદાણી ગ્રુપની પહેલી પ્રતિક્રિયા સામે આવી

મુંબઈ: અમેરિકન શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચે (Hindenburg Research) સેબી(SEBI)ના ચેરપર્સન માધાબી પૂર બૂચ (Madhabi Puri Buch) અને તેમના પતિ પર નાણાકીય હેરફેરના ગંભીર આરોપ લગાવ્યા છે, હિંડનબર્ગે આરોપ લગાવ્યો હતો કે માધાબી પૂરી બૂચના અદાણી ગ્રૂપ (Adani Group) સાથે નાણાકીય સંબંધો છે. અદાણી ગ્રૂપે આજે રવિવારે હિંડનબર્ગ દ્વારા કરવામાં આવેલા આરોપોને ફગાવી દીધા છે. અદાણી ગ્રુપે તમામ આરોપોને દૂષિત ઈરાદા સાથેના અને ગેરમાર્ગે દોરતા ગણાવ્યા હતા. અદાણી ગ્રુપે હિંડનબર્ગ પર “વ્યક્તિગત લાભ ખાટવા” માટે રીપોર્ટ જાહેર કરવાનો આરોપ લાગવ્યો છે.

અદાણી જુથે એક નિવેદનમાં જણાવ્યું કે “હિન્ડેનબર્ગ દ્વારા કરાયેલા તાજેતરના આક્ષેપો દૂષિત ઈરાદા સાથેના અને સાર્વજનિક રીતે ઉપલબ્ધ માહિતીની છેડછાડ કરીને તથ્યો અને કાયદાની અવગણના સાથે વ્યક્તિગત નફાખોરી માટે પૂર્વ-નિર્ધારિત નિષ્કર્ષ પર પહોંચવા માટે છે. અમે અદાણી ગ્રૂપ સામેના આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ, આ આરોપો બદનામ દાવાઓનું રિસાયક્લિંગ છે જેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે, જે પાયાવિહોણા સાબિત થયા છે અને માનનીય સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી 2024માં પહેલાથી જ આ આરોપોને ફગાવી દીધા છે.”

આ પણ વાંચો : Hindenburg Research: હિંડનબર્ગના આરોપો પર SEBI ચીફ માધબી પુરી બુચની પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

અદાણી જુથે જણાવ્યું હતું કે તેનું ઓવરસીઝ હોલ્ડિંગ સ્ટ્રક્ચર સંપૂર્ણ પારદર્શક છે, જેમાં તમામ સંબંધિત વિગતો અસંખ્ય જાહેર દસ્તાવેજોમાં નિયમિતપણે જાહેર કરવામાં આવે છે.

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે અદાણી જૂથના સેબીના વડા અથવા તેમના પતિ ધવલ બૂચ સાથે કોઈ વ્યવસાયિક સંબંધો નથી. અદાણી જુથે અમેરિકન કંપની પર “અમારી સ્થિતિને ખરાબ” કરવાના ઇરાદાપૂર્વકના પ્રયાસો હાથ ધરવાનો આરોપ મૂક્યો.

અદાણી જુથે હિંડનબર્ગ રિસર્ચને “બદનામ શોર્ટ-સેલર” ગણાવ્યું હતું.

મધાબી પૂરી બુચ અને તેના પતિએ પણ એક સંયુક્ત નિવેદન બહાર પાડીને હિંડનબર્ગના આરોપોને નકારી કાઢ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એક મહિનામાં પેટ પરથી ચરબીના થર ઉતારી દેશે આ એક વસ્તુ… આટલી મોંઘી કુર્તી પહેરીને પપ્પાના ખોળામાં મસ્તી કરતી દેખાઈ Raha Kapoor… આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં?