ટોપ ન્યૂઝ

હેફેલે સચિન તેંડુલકરને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આવકાર્યો

એક પ્રતિકાત્મક ભાગીદારીની ઘોષણા

હેફેલ, જે 100 વર્ષથી વધુના આંતરરાષ્ટ્રીય વારસા સાથે ઈન્ટીરીયર સોલ્યુશન્સ સેગમેન્ટમાં એક વૈશ્વિક લીડર છે, તેને તાજેતરમાં એમની ભારતીય પેટાકંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર સાથે સહયોગીતા ની જાહેરાત કરી છે . આ ભાગીદારી તેમની ચોકસાઇ, ગુણવત્તા અને મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે જાણીતા બે વારસાના એકસાથે આવવાનું પ્રતીક છે.

’ક્રિકેટના ભગવાન’ તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે આદરણીય અને 20 વર્ષની કારકિર્દીમાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે વિશ્વવ્યાપી માન્યતા પ્રાપ્ત, શ્રી તેંડુલકર શ્રેષ્ઠતા, પ્રામાણિકતા અને સંપૂર્ણતા માટે અવિરત પ્રયાસને મૂર્તિમંત કરે છે અને એ એવા જ મૂલ્યો છે જે હેફેલ બ્રાન્ડ સાથે ઊંડે સુધી પડઘો પાડે છે.

એક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે, સચિન હેફેલ બ્રાન્ડના હેતુ “મેક્સિમાઈઝ દ વેલ્યુ ઓફ સ્પેસ- ટુગેદર”ના ફિલસૂફી ને વધારવા અને હેફેલના માનવંતા ગ્રાહકો ને બ્રાન્ડના અદ્યતન ઇન્ટીરિયર સોલ્યુશન્સ સાથે તેમની જગ્યાઓ અને દુનિયા ને એક ગ્લોબલ ટચ આપવા માટે નજીકથી સહયોગ કરવા માટે પ્રતિબદ્ધ રહેશે.

હેફેલ સાઉથ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ફ્રેન્ક શ્લોડેરે જણાવ્યું હતું કે, “હેફેલ પરિવારમાં સચિનનું સ્વાગત કરવા બદલ અમે સન્માનિત છીએ. અમે માનીએ છીએ કે તે અમારી બ્રાંડ માટે યોગ્ય વ્યક્તિત્વ છે, ખાસ કરીને તેના રસોડામાં રસોઈ અને સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવાના તેના જુસ્સાને જોતાં અમે તરત જ માન્યા કે અમારા સમકાલીન ઇન્ટીરિયર સોલ્યૂશન્સ ને મોખરે લાવવા માટે અને તેમની સક્ષમ કાર્યક્ષમતા, અત્યાધુનિક ટેક્નોલોજી અને ઉન્નત સૌંદર્ય શાસ્ત્રને હાઇલાઇટ કરવા માટે તેમનાથી વધુ સારું અને યોગ્ય કોઈ નહીં હોઈ શકે. વધુમાં, તેની દ્રઢતા અને વિગતવાર ધ્યાન અમારા બ્રાન્ડ મૂલ્યો સાથે સંપૂર્ણ રીતે સંરેખિત થાય છે. સચિનના અમારા સાથે ઓન-બોર્ડ થવાના સાથે અમે પ્રેરણા અને નવીનતાની આ નવું સફર શરૂ કરવા માટે આતુર છીએ અને હવે થી લોકો “મેક્સિમાઈઝ દ વેલ્યુ ઓફ સ્પેસ- ટુગેદર”ના ફિલસૂફી ને કેવી રીતે સમજે છે અને તેને મહત્તમ કરે છે તે રીત અને સોચ એક ક્રાંતિકારી રૂપમાં બદલાઈ જશે.”

પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા સચિન તેંડુલકરે કહ્યું, હું હેફેલ સાથે ભાગીદારી કરીને ખૂબ જ ખુશ છું. અમે આ પ્રવાસ શરૂ કર્યો કારણ કે અમને લાગ્યું કે અમારી ટીમો વચ્ચે ઘણા બધા મૂલ્યો અને જુસ્સો મેળ ખાય છે . મને ખોરાક અને રસોઈનો ખુબ જ શોખ છે અને સારું રસોડું એ દરેક કુટુંબ માટે સ્વાદિષ્ટ આનંદ આપે છે. યુવા ભારતીયો તેઓ જે કંઈ પણ કરે છે તેમાં શ્રેષ્ઠ બનવાની આકાંક્ષા સાથે, તેઓ એવા ઉકેલો શોધે છે જે નવીન અને અદ્યતન હોય. હેફેલના ડિઝાઇન સેન્ટરની મુલાકાત લેતી વખતે, મેં આ વાત ને ક્રિયામાં જોયું. “મેક્સિમાઈઝ દ વેલ્યુ ઓફ સ્પેસ- ટુગેદર”ના ફિલસૂફી મારા માટે અલગ હતી. હું આ સંબંધ માટે આતુર છું અને SRT સ્પોર્ટ્સ મેનેજમેન્ટ ((SRTSM)) અને હેફેલની ટીમોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કારણ કે અમે અમારા સંયુક્ત ઉદ્દેશ્યો પર નજીકથી કામ કરવાનું ચાલુ રાખીશુ.”

હેફેલ અને સચિન તેંડુલકર વચ્ચેની આ ભાગીદારી એક અસાધારણ પ્રકરણની શરૂઆત કરે છે. અમે સાથે મળીને અમારા ગ્રાહકોને એવા ઘરો બનાવવા માટે પ્રેરિત કરવા આતુર છીએ જે ફક્ત તેમના અનન્ય વ્યક્તિત્વને જ પ્રતિબિંબિત કરતા નથી પરંતુ તેમની રોજિંદી જીવનશૈલીમાં પણ વધારો કરે છે.

હેફેલ ઈન્ડિયા વિશે :
હેફેલ ઈન્ડિયા એ હેફેલ ગ્લોબલ નેટવર્કની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે અને તે ભારતમાં 2003 થી કાર્યરત છે. વૈવિધ્યસભર ભારતીય બજારને સમજવાની આ કંપનીની ક્ષમતાએ તેને આર્કિટેક્ચરલ હાર્ડવેર, ફર્નિચર અને કિચન ફિટિંગ અને એના ઉપસાધનોના ક્ષેત્રમાં એક ઓથોરિટી બનાવી છે. ઉદ્યોગોની કેન્દ્રિત માંગને પૂરી કરતી હોમ એપ્લાયન્સિસ, ઇન્ટિરિયર લાઇટિંગ, વોટર સોલ્યુશન્સ અને સરફેસીસ જેવી સિનર્જાઇઝ્ડ પ્રોડક્ટ કેટેગરીમાં પણ આ કંપની એક મજબૂત હાજરી ધરાવે છે.

ભારતમાં આ પેટાકંપની મુંબઈ, પુણે, અમદાવાદ, બેંગલોર, ચેન્નાઈ, હૈદરાબાદ, કોચીન, દિલ્હી, ચંદીગઢ, જયપુર અને કોલકાતામાં પોતાના ઓફિસો સાથે મજબૂત હાજરી ધરાવે છે. તે શ્રીલંકા અને બાંગ્લાદેશ આ બંને દેશોમાં પ્રાદેશિક કચેરીઓ અને ડિઝાઇન શોરૂમ સાથે સંપૂર્ણ પાયે કામગીરી ધરાવે છે અને સાથે સાથે નેપાળ, ભૂતાન અને માલદીવ સહિત દક્ષિણ એશિયાના અન્ય પ્રદેશોમાં પણ તેની કામગીરી ફેલાવી છે.

હેફેલના ડિઝાઈન શોરૂમ્સ એ વિશ્વ-વર્ગના વાતાવરણમાં પ્રસ્તુત આંતરરાષ્ટ્રીય ઘરના આંતરિક વલણો અને અત્યાધુનિક ડિઝાઇનના હબ છે, જ્યાં ગ્રાહકો તેમની સહજ એપ્લિકેશનમાં હોમ સોલ્યુશન્સ જોઈ શકે છે. આ શોરૂમ ઘરની તમામ આંતરિક અને સુધારણાની જરૂરિયાતો માટે વન-સ્ટોપ-શોપ તરીકે કાર્ય કરે છે જેમાં શોરૂમમાં તૈનાત નિષ્ણાતોની ટીમ દ્વારા રસોડા અને કપડા ડિઝાઇનિંગ સેવાઓ માટે ઊંડાણપૂર્વકની તકનીકી સલાહ પૂરી પાડવાથી લઈને દરેક પ્રકારના સેવાઓ અને સલાહ આપવામાં આવે છે.

પોતાના 1500 કર્મચારીઓના આધાર, 180 થી વધુ દુકાનોનો એક સારી નેટવર્કવાળી ફ્રેન્ચાઈઝી બેઝ જેમાં 500 થી વધુ ડાયરેક્ટ ડીલરો છે અને 90+ ડિસ્ટ્રિબ્યુટર્સ જે બદલામાં 10000 થી વધુ સેટેલાઇટ ડીલરોને એમની સેવાઓ પૂરી પાડે છે, એવા શક્તિ સાથે હેફેલ ઇન્ડિયા તેના ગ્રાહકોને ગ્લોબલ સેવાઓ આપવા માટે કટિબદ્ધ છે. પેટાકંપની પાસે મુંબઈમાં અત્યાધુનિક લોજિસ્ટિક્સ કેન્દ્ર છે અને સાથે સાથે દિલ્હી, બેંગ્લોર, કોલકાતા અને કોલંબોમાં વિતરણ કેન્દ્રો પણ છે.

“મેક્સિમાઈઝ દ વેલ્યુ ઓફ સ્પેસ- ટુગેદર”ના ફિલસૂફી
હેફેલનો ઈતિહાસ ફર્નિચરથી લઈને ઓરડાના દરવાજા સુધી સતત એક હિલચાલની વાર્તા છે. અમારો માર્ગ કાર્યક્ષમતાથી વાતાવરણ અને કનેક્ટિવિટી તરફ અને ગ્રાહક પ્રક્રિયાના ટકાઉ દૃષ્ટિકોણ તરફ દોરી ગયો છે – ઉત્પાદન વિકાસથી વેચાણ પછીના સપોર્ટ સુધી. અમારી ગતિશીલ ઉદ્યોગસાહસિક ભાવના ઉપરાંત, એડોલ્ફ હેફેલ દ્વારા કંપનીની સ્થાપના થઈ ત્યારથી ગ્રાહકની જરૂરિયાતો પૂરી કરવાનો આ જુસ્સો અમારા ડીએનએનો આવશ્યક ભાગ છે. અને તે જ છે જેને અમે ભવિષ્યમાં મજબૂત કરવાનું ચાલુ રાખવા માંગીએ છીએ.

હેફેલનો બ્રાંડ હેતુ છે, “મેક્સિમાઈઝ દ વેલ્યુ ઓફ સ્પેસ- ટુગેદર”ના ફિલસૂફી. આ હેતુ એક માર્ગદર્શક હોકાયંત્ર તરીકે સેવા આપે છે, જે અમને અમારા ગ્રાહકો માટે સર્વગ્રાહી અને ટકાઉ વાતાવરણની રચના કરવામાં અગ્રેસર કરે છે જ્યાં તેઓ તેમના રહેવાની અને કામ કરવાની જગ્યાઓના ગુણાકાર લાભોનો આનંદ માણી શકે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties” Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door