Loksabha Election 2024 : ડરો નહિ, ભાગો નહિ, રાયબરેલીથી ચૂંટણી લડી રહેલા રાહુલ ગાંધી પર પીએમ મોદીનો પ્રહાર
દેશમાં લોકસભાની ચૂંટણીને લઇને રાજકારણ ગરમાયું છે. તેવા સમયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેઠી બેઠક છોડી દીધી છે અને કોંગ્રેસે તેમને રાયબરેલીથી મેદાનમાં ઉતાર્યા છે. અમેઠી બેઠક છોડયા બાદ ભાજપ રાહુલ ગાંધી પર પ્રહાર કરી રહી છે. જેમાં પીએમ મોદીએ પણ પ્રહાર કર્યા છે. પશ્ચિમ બંગાળમાં એક રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, “મેં પહેલેથી જ કહ્યું હતું કે વાયનાડમાં હારના ડરથી શેહજાદા પોતાના માટે બીજી બેઠક શોધી રહ્યા છે. હવે તેમને અમેઠીથી ભાગીને રાયબરેલી બેઠક પસંદ કરવી પડી છે. આ લોકો પાસે જાય છે અને બધાને કહે છે – ડરશો નહીં! હું પણ તેમને એ જ કહીશ – ડરશો નહીં! ભાગશો નહિ!
ચૂંટણી મેદાનનો ઉપયોગ દેશના ભાગલા પાડવા માટે : પીએમ મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, “કોંગ્રેસ પહેલા કરતા આ વખતે ઓછી બેઠકો પર આવી જશે.” હવે દેશ પણ સમજી રહ્યો છે કે આ લોકો ચૂંટણી જીતવા માટે નથી લડી રહ્યા, તેઓ માત્ર ચૂંટણી મેદાનનો ઉપયોગ દેશના ભાગલા પાડવા માટે કરી રહ્યા છે.
ટીએમસી ગુનેગારને બચાવતી રહી
પશ્ચિમ બંગાળના બર્ધમાન-દુર્ગાપુરમાં એક જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, “બંગાળમાં ટીએમસી સરકારે હિંદુઓને બીજા વર્ગના નાગરિક બનાવી દીધા છે. આ કેવા લોકો છે કે જય શ્રી રામના નારાથી પણ ગુસ્સે થઈ જાય છે.” હું ટીએમસી સરકારને પૂછવા માંગુ છું કે અમારી દલિત બહેનો વિરુદ્ધ અત્યાચાર કરવામાં આવ્યો હતો. પરંતુ ટીએમસી ગુનેગારને બચાવતી રહી કારણ કે તે ગુનેગારનું નામ શાહજહા હતું.
હું 140 કરોડ દેશવાસીઓની સેવા કરવા માટે નીકળ્યો
પીએમ મોદીએ કહ્યું, “કદાચ વિશ્વનો કોઈ વ્યક્તિ કલ્પના પણ ન કરી શકે કે ભગવાનના રૂપમાં લોકો આટલા બધા આશીર્વાદ વરસાવે અને સતત વરસાવે છે. તમે એ પણ જાણો છો કે જો પીએમ પદની ઈચ્છા હોય તો એક વખત કોઈ વ્યક્તિ પીએમ તરીકે શપથ લે છે. તો તે પોતાના જીવનમાં ઘણી ઉંચાઈઓ હાંસલ કરે છે અને તેનું નામ ઈતિહાસમાં નોંધાઈ જાય છે. લોકોને લાગે છે કે મોદી જી બે વાર પીએમ રહ્યા દુનિયામાં આટલું નામ થયું છે અરે હવે તો આરામ કરો. પણ મે મોજ કરવા જન્મ નથી લીધો. હું મારી માટે જીવવા નથી માંગતો. હું 140 કરોડ દેશવાસીઓની સેવા કરવા માટે નીકળ્યો છું.