ટોપ ન્યૂઝમનોરંજન

ગુજરાતી રંગમંચનો યુવા તારલો ખરી પડ્યોહાર્ટ એટેકથી થયું નિધન

દાહોદ (ગુજરાત): દેશભરમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મૃત્યુ થવાના કેસમાં દિન-પ્રતિદિન ઉછાળો આવી રહ્યો છે. હવે ગુજરાતના દાહોદમાં નાટક ભજવવા આવેલા ગુજરાતી રંગભૂમિના આશાસ્પદ યુવા કલાકારનું હાર્ટ એટેકથી અવસાન થતા લોકોમાં ગમગીનીનો માહોલ ફેલાઇ ગયો છે. ગુજરાતી રંગમંચના જાણીતા કલાકાર ભાસ્કર ભોજકનું કાર્ડિયાક એરેસ્ટથી નિધન થયું છે. તેઓ 39 વર્ષના હતા. તેઓ મુંબઈ રહેતા હતા અને દાહોદ ખાતે ‘બે અઢી ખીચડી કઢી’ નાટકનો શો કરવા આવ્યા હતા. આ ડ્રામામાં સંજય ગોરડીયા સહિત ઘણા જાણીતા કલાકાર હતા.

મળતી માહિતી મુજબ ગઈકાલે તેમને શૉ દરમિયાન ઉલટી થઈ હતી. તબિયત લથડતા તેમને એક વાર શો માંથી એક્ઝિટ કરવી પડી હતી. ઉલટી કર્યા બાદ તેઓ ફરી સ્ટેજ પર આવ્યા હતા. નાટક પૂરું થતાં જ તેમની તબિયત લથડતા તેમને હૉસ્પિટલ લઈ જાવાયા હતા, પણ તે પહેલા જ તેમણે દમ તોડી દીધો હતો. તેમની સાથેના કલાકાર મિત્રોએ જણાવ્યું હતું કે તેમને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. તેમની અંતિમ વિધિ હવે મુંબઇમાં થશે.’

તેમણે અનેક નાટક અને સિરિયલમાં કામ કર્યુ હતું. તેમના જાણીતા નાટકોમાં ‘છેલ છબીલો ગુજરાતી’, ‘પરણેલા છો તો હિંમત રાખો’, ‘ઝીરો બની ગયો હીરો’, ‘અરે વહુ હવે થયું બહું’, ‘આ નમો બહુ નડે છે’, ‘અમે ડાર્લિંગ એકબીજાના’, ‘આપણું બધું કાયદેસર છે’, ‘સુંદર બે બાયડીવાળો’, ‘બૈરાઓનો બાહુબલી’, ‘બે અઢી ખીચડી કઢી’ વગેરેનો સમાવેશ થાય છે. તેમનું આમ અચાનક મૃત્યુ થતા નાટકના તેમના સાથી કલાકારોમાં પણ દુઃખનો માહોલ છવાઇ ગયો હતો. મળતી માહિતી મુજબ તેઓ મુંબઇના મીરા રોડ ખાતે રહેતા હતા. તેમના મૃતદેહને મુંબઇ લાવવામાં આવ્યો છે અને અહીં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના પરિવાર વિશે હાલમાં કોઇ જાણકારી મળી નથી.

દેશભરમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મોતના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યાં છે. તાજેતરમાં જ સુરતમાં એક વિદ્યાર્થિની ચાલુ ક્લાસમાં જ બેન્ચ પરથી ઢળી પડી હતી અને જામનગરમાં એક યુવાન ગરબાની પ્રેકટીસ કરતાં કરતાં જ ઢળી પડ્યો હતો. હિંમત નગરમાં પણ આવો જ એક બનાવ જાણવા મળ્યો હતો. એકલા ગુજરાતમાં જ છેલ્લા પાંચ દિવસમાં ત્રણ યુવાનોમા મૃત્યુ થયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker