અમદાવાદટોપ ન્યૂઝ

Gujarat Weather: મોટાભાગના જિલ્લામાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટ્યું, જાણો આગામી દિવસોમાં કવું રહેશે હવામાન…

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસ ગરમીનું જોર રહ્યા બાદ ગરમીનું પ્રમાણ સામાન્ય ઘટ્યું છે. માર્ચ મહિનામાં ગુજરાતના હવામાનમાં અનેક વખત બદલાવ આવ્યો છે. જેના કારણે થોડા દિવસ ગરમીમાંથી રાહત મળી છે. રાજ્યમાં અચાનક મોટાભાગના જિલ્લામાં તાપમાન બે ડિગ્રી ઘટ્યું છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાના કારણે હાલ લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણેક દિવસ મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે. બીજીતરફ હવામાન નિષ્ણાતો દ્વારા રાજ્યમાં માર્ચ મહિનાના અંતમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarat માં આંધી વંટોળ આવશે, કૃષિ પાકોમાં થશે નુકશાનઃ અંબાલાલની લેટેસ્ટ આગાહી…

દાહોદ જિલ્લામાં સૌથી વધુ તાપમાન નોંધાયુ

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના જણાવ્યા મુજબ હાલ ગુજરાતમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. તેથી તાપમાન ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો ગગડીને 38 ડિગ્રી પર પહોંચ્યો હતો. જ્યારે 38.4 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે દાહોદ જિલ્લો સૌથી ગરમ રહ્યો હતો. આગામી સમય એટલે કે, એપ્રિલ મહિનાની શરૂઆત થતાની સાથે જ ગરમીમાં વધારો થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. ગરમીના સમયે શહેરીજનોને કામ સિવાય બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાતોના મતે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત, દરિયા કિનારાના વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો જોવા મળશે અને ત્યાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. આ પવનને કારણે આંબા પરથી કેરીઓ ખરી જવાની ભીતિ છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ માર્ચ મહિનામાં થયેલા કમોસમી વરસાદ અને પવનને કારણે કેરીના પાકને ઘણું નુકસાન થયું છે અને હવે ફરીથી માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

આ પણ વાંચો: પ્રોપર્ટી ટેક્સ વસૂલાત મુદ્દે અમદાવાદ મનપાની લાલ આંખ, એક દિવસમાં 4,200થી વધુ મિલકત સીલ

એપ્રિલમાં ગરમી વધુ પડશે

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી એપ્રિલ મહિનાથી મે સુધીમાં આકરી ગરમી જોવા મળશે. રાજયમાં એપ્રિલ મહિનાના આરંભ ગરમીનું તીવ્ર મોજું જોવા મળી શકે છે. સૌથી વધુ અમદાવાદ, વડોદરા અને પંચમહાલ વિસ્તારમાં કાળઝાળ ગરમીની સંભાવનાને કારણે લોકોને ચેતવણી આપી છે. કચ્છમાં હાલમાં જોરદાર પવન જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ તાપમાનનો પારો 42 ડિગ્રીની આરપાર જઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button