હિમાચલમાં ‘સરકાર’ સંકટમાંઃ અમારી સરકાર પાંચ વર્ષ સુધી ચાલશે, સીએમે કર્યો મોટો દાવો

નવી દિલ્હી: હિમાચાલ પ્રદેશમાં જે રીતે રાજકીય ઉથલપાથલની (Himachal Pradesh political crisis) અટકળો ચરમસીમાએ છે તેને જોતાં કોંગ્રેસે પોતાની સ્ટ્રેટેજી પ્લાન કરતાં પોતાની સરકારને ટકાવવી રાખવાને પ્રાથમિકતા આપી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ આજ-કાલમાં કોઈ પણ પ્રકારે બજેટ પાસ કરવવાની કોશિશમાં લાગી છે. બજેટ પાસ થઈ જવાને જ વિશ્વાસ મત માની લેવામાં આવશે અને ત્યાર બાદ 6 મહિના પછી જ અવિશ્વાસ પ્રસ્તાવ લઈ આવી શકાય છે. બજેટ પાસ થયા પછી જ CM ના ભાગ્યનું કોકડું ઉકેલાશે.
ઉલ્લેખનીય છે કે બુધવારે સવારે જ અફવાઓ એ જોર પકડ્યું હતું કે હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન સુખવિંદર સિંહ સુખુએ રાજીનામું ધરી દીધું છે. જોકે,તેને આ અફવાનું ખંડન કર્યું હતું. તેમણે કહ્યું, “મેં રાજીનામું આપ્યું નથી. મારા રાજીનામાના સમાચાર અફવા છે. અમારી સરકાર સ્થિર છે અને પાંચ વર્ષ સુધી ચાલશે.” જો કે, અગાઉ એવા અહેવાલો સામે આવ્યા હતા કે પાર્ટીમાં સંકટ વચ્ચે સીએમ સુખુએ રાજીનામું આપવાની ઓફર કરી હતી. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ બેડામાં રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ છે.
આપને જણાવી દઈએ કે પૂર્વ મુખ્યપ્રધાન વીરભદ્ર સિંહના પુત્ર અને હિમાચલ સરકારમાં કેન્દ્રીય મંત્રી વિક્રમાદિત્ય સિંહે આરોપ લગાવ્યો હતો કે પાર્ટીમાં ધારાસભ્યોનું સાંભળતા જ નથી જેને લઈને તે પહેલેથી જ પાર્ટીમાંથી રાજીનામું આપી ચુક્યા છે.
ભાજપના ઉમેદવાર હર્ષ મહાજને કોંગ્રેસના દિગ્ગજ નેતા અભિષેક મનુ સિંઘવીને હરાવીને રાજ્યસભાની બેઠક જીતી લધી છે. ત્યારથી હિમાચલ પ્રદેશમાં રાજકીય ગરમાવો તેજ થયો છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ અને BJP બંને ઉમેદવારોને 34 વોટ મળ્યા હતા, જે દર્શાવે છે કે કોંગ્રેસના છ ધારાસભ્યોએ પાર્ટી વિરુદ્ધ વોટ આપ્યો છે. આ પછી ‘ડ્રો’ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા.