ફંડોની વેચવાલીથી બજારનો મૂડ ખરાબ: નિફ્ટી ૧૯૫૦૦ની નીચે અથડાયો
ટોપ ન્યૂઝવેપાર

ફંડોની વેચવાલીથી બજારનો મૂડ ખરાબ: નિફ્ટી ૧૯૫૦૦ની નીચે અથડાયો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એકધારા વિદેશી ફંડના આઉટફ્લો અને સુસ્ત એશિયન માર્કેટ સંકેતો વચ્ચે મંગળવારે બંને
બેન્ચમાર્ક સૂચકાંકોમાં ધબડકો જોવા મળ્યો છે.
આ લખાઈ રહ્યું છે ત્યારે નિફ્ટી ૧૯,૫૦૦ની મહત્વપૂર્ણ સપાટી તોડી પાછો ફર્યો છે અને સેન્સેકસ લગભગ ૪૦૦ પોઇન્ટ તૂટીને સહેજ પાછો ફર્યો છે.

ઈન્ડેક્સની ભારેખમ કંપનીઓ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેન્કમાં ઘટાડો પણ બેન્ચમાર્ક ઈન્ડેક્સને નીચો ખેંચી જવામાં કારણભૂત ઠર્યો છે.

સેન્સેક્સ કંપનીઓમાં મારૂતિ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, જીસડબ્લ્યું સ્ટીલ, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, આઈટીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એનટીપીસી મુખ્ય હતા.

એશિયન પેઈન્ટ્સ, હિન્દુસ્તાન યુનિલિવર, અલ્ટ્રાટેક સિમેન્ટ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા વધનારા શેરોમાં હતા.
એશિયન બજારોમાં ટોક્યો અને હોંગકોંગ નીચા ક્વોટ થઈ રહ્યા હતા જ્યારે શાંઘાઈમાં સુધારો જોવા મળ્યો હતો.
સોમવારે યુએસ બજારો મોટાભાગે ગ્રીન ઝોનમાં બંધ થયા હતા.

વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.89 ટકા ઘટીને 89.90 ડોલર પ્રતિ બેરલ થયું છે.

વિદેશી સંસ્થાકીય રોકાણકારો એ શુક્રવારે રૂ. 1,685.70 કરોડના મૂલ્યની ઇક્વિટી ઓફલોડ કરી હતી.
ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ નેટ સેલર્સ બન્યા છે અને સપ્ટેમ્બરમાં ભારતીય ઇક્વિટીમાંથી રૂ. 14,767 કરોડથી વધુનું ભંડોળ પાછું ખેંચ્યું, જેનું મુખ્ય કારણ ડૉલરની વૃદ્ધિ, યુએસ બોન્ડ યીલ્ડમાં સતત વધારો અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો છે.

સોમવારે મહાત્મા ગાંધી જયંતિના કારણે ઈક્વિટી બજારો બંધ રહ્યા હતા.

વિશ્લેષકો કહે છે કે, ઓક્ટોબર શ્રેણી માટે મિશ્ર સંકેતો છે, જે ઐતિહાસિક રીતે બજારો માટે સારો મહિનો રહ્યો છે. નજીકના ગાળા માટે મુખ્ય નકારાત્મક એફઆઈઆઈનું સતત વેચાણ ચાલુ રહેશે. ડૉલર ઇન્ડેક્સ 107થી ઉપર વધી રહ્યો છે અને યુએસ 10-વર્ષના બોન્ડ 4.68 ટકાની 16 વર્ષની ઊંચી ઉપજ એ બજાર માટે મુખ્ય અવરોધ છે કારણ કે ફંડો વધતા ડોલર અને યુએસ બોન્ડ યીલ્ડના પ્રતિભાવમાં વેચાણ ચાલુ રાખે તેવી શક્યતા છે.

જોકે પરંતુ, સકારાત્મક બાજુએ, બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પાંચ ટકાના ઘટાડા પછી તેજીવાળા ને ખરીદી કરવા માટે પ્રોત્સાહન મળી શકે છે.

શુક્રવારે બેન્ચમાર્ક 320.09 પોઈન્ટ અથવા 0.49 ટકા વધીને 65,828.41 પર સેટલ થયો હતો. નિફ્ટી 114.75 પોઈન્ટ અથવા 0.59 ટકા વધીને 19,638.30 પર બંધ થયો હતો.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button