ટોપ ન્યૂઝ

એમપીની ફેક્ટરીમાં ભીષણ આગ: સમગ્ર વિસ્તાર બળીને ખાખ, 70થી વધુ લોકો દાઝ્યા…

ભોપાલ: મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં આજે સવારે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં ફાટી નીકળેલી આગ પર હજુ પણ કાબૂ મેળવી શકાયો નથી. આગ પર કાબૂ મેળવવા માટે ઘણા બધા જિલ્લામાંથી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યો છે. જો કે જ્યારે આગ લાગી ત્યારે જોરદાર ધડાકા સાથે આગ લાગી હતી અને ધડાકો એટલો જોરદાર હતો કે તેનો અવાજ ફેક્ટરીની આજહબાદના પાંચથી છ કિલોમીટરના એરિયામાં તેનો અવાજ સંભળાયો હતો તેમજ ધડાકા સમયે ફેક્ટરીના બહાર કામ કરતા લોકો દસથી પંદર ફૂટ જેટલા દૂર ફંગોળાઈ ગયા હતા.

ફેક્ટરીમાં ફેલાયેલી આગે એટલું વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે કે ફેક્ટરી અને તેની આજુબાજુનો આખો વિસ્તાર બળીને ખાખ થઈ ગયો છે. આ આગમાં 70થી વધુ લોકો દાઝ્યા હોવાના અહેવાલ છે.

આગ પર હજુ પણ કાબૂ મેળવી શકાયો નથી આથી મુખ્ય પ્રધાન મોહન યાદવે તાત્કાલિક ધોરણે છ લોકોની સમિતિની રચના કરી અને તપાસના આદેશ આપ્યા છે તેમજ મુખ્ય પ્રધાન પોતે ઘાયલોની તબિયત પૂછવા માટે હોસ્પિટલોમાં જઈ રહ્યા છે.

હાલમાં ત્રણ માળની આ ફેક્ટરી સાવ જમીન દોસ્ત થઈ ગઈ છે. ત્યાં ફક્ત ધુમાડાના ગોટા અને રાખ ઉડી રહી છે. રેસ્ક્યુ ટીમો બધો કાટમાળ હટાવીને જોઈ રહી છે કે કોઈ જીવિત વ્યક્તિ હોય તો તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટમાં ખસેડી શકાય. હાલમાં ફેક્ટરી આજુ બાજુમાં ઘણી જગ્યાઅ બળી ગયેલા મૃતદેહો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે ઘાયલો અને મૃત્યુ પામેલાઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…