FIDE મહિલા વર્લ્ડ કપ જીતનારી દિવ્યા દેશમુખ કોણ છે, બેડમિન્ટન છોડી ચેસમાં રચ્યો ઇતિહાસ | મુંબઈ સમાચાર

FIDE મહિલા વર્લ્ડ કપ જીતનારી દિવ્યા દેશમુખ કોણ છે, બેડમિન્ટન છોડી ચેસમાં રચ્યો ઇતિહાસ

આંતરરાષ્ટ્રીય માસ્ટર દિવ્યા દેશમુખે FIDE મહિલા વર્લ્ડ કપ ફાઇનલમાં ઉચ્ચ ક્રમાંકિત ગ્રાન્ડમાસ્ટર અને હમવતન કોનેરુ હમ્પીને હરાવીને ટાઇટલ જીત્યું છે. આ સાથે, તે દેશની 88મી ગ્રાન્ડ માસ્ટર બની. તેણે ટાઇ બ્રેકરમાં આ જીત નોંધાવી હતી. અગાઉ, શનિવારે રમાયેલી પહેલી ગેમ પણ ડ્રો રહી હતી.

દિવ્યા દેશમુખે રવિવારે બીજી ગેમમાં હમ્પીને ડ્રો રમવા માટે મજબૂર કરી હતી. તેથી, આજે ટાઇબ્રેકર દ્વારા વિજેતાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટાઇબ્રેકરમાં ઓછા સમયની રમતો રમાય છે. દિવ્યા દેશમુખ ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ જીતનારી ચોથી ભારતીય મહિલા ચેસ ખેલાડી બની છે.

આપણ વાંચો: ચેસ વર્લ્ડ કપમાં હમ્પી-દિવ્યા ફરી બરાબરીમાં, સોમવારે ટાઇબ્રેકરમાં ફેંસલો

મેચ જીત્યા પછી દિવ્યાની આંખોમાં અશ્રુ હતા અને એનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. દિવ્યાની જીત પછી લોકોએ તેની જીતને વધાવીને અભિનંદન પણ આપ્યા હતા.

દિવ્યા બાળપણમાં બેડમિન્ટન રમવા માંગતી હતી. તે ખૂબ નાની હતી ત્યારથી તેના માતાપિતા તેને ચેસ શીખવતા હતા. માતા-પિતા દિવ્યાને એકેડેમીમાં લઈ જવા માટે લાલચ આપતા હતા. ચાલો જાણીએ દિવ્યા સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો.

FIDE મહિલા વર્લ્ડ કપ 2025માં પોતાના શાનદાર પ્રદર્શન સાથે દિવ્યા દેશમુખ કોનેરુ હમ્પી પછી સેમિફાઇનલમાં પહોંચનારી બીજી ભારતીય મહિલા બની.

ત્યાર બાદ તેણે ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય બનીને ઇતિહાસ રચ્યો. દિવ્યાએ હેક્સામાઈન્ડ ચેસ ક્લબનું પ્રતિનિધિત્વ કર્યું અને બ્લિટ્ઝ સેમિફાઇનલમાં 74-ચાલના રુક વિરુદ્ધ બિશપ એન્ડગેમમાં મહિલા વિશ્વ નંબર 1 હૌ યિફાનને હરાવી.

આપણ વાંચો: Chess Olympiad: ભારતે રચ્યો ઇતિહાસ, પુરુષ-મહિલા ટીમે પહેલી વાર જીત્યા Gold Medal

FIDE વર્લ્ડ અંડર-20 ગર્લ્સ ચેમ્પિયનમાં અપરાજિત

દિવ્યા દેશમુખ હાલમાં ચેસમાં મહિલાઓમાં વર્લ્ડ જુનિયર નંબર વન છે. FIDE વર્લ્ડ જુનિયર ગર્લ્સ ચેમ્પિયનશિપ 2024 જીતવીએ પોતાનામાં એક મોટી વાત છે, પરંતુ તેનાથી પણ વધુ રસપ્રદ વાત એ છે કે તે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અપરાજિત રહી અને અગિયારમાંથી 10 પોઈન્ટ મેળવ્યા.

2024 ચેસ ઓલિમ્પિયાડમાં ડબલ ગોલ્ડ મેડલ

સૌથી નીચલા ક્રમાંકની જીતનારથી ખેલાડી બનવાથી લઈને 2024માં ટાટા સ્ટીલ ઈન્ડિયા ચેસ ટુર્નામેન્ટ જીતીને બધાને આશ્ચર્યચકિત કરવા સુધી દિવ્યાએ 2024 ચેસ ઓલિમ્પિયાડમાં તોફાન મચાવ્યું છે. દિવ્યાએ બે સુવર્ણ પદક વિજેતા ટીમોની સાથે જ વ્યક્તિગત ઇવેન્ટ્સમાં પણ બે ગોલ્ડ મેડલ જીત્યા છે.

5 વર્ષની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું

દિવ્યા દેશમુખને શરૂઆતમાં ચેસ રમવું ગમતું નહોતું. પાંચ વર્ષની ઉંમરે તે તેની મોટી બહેનની જેમ બેડમિન્ટન રમવા માંગતી હતી, પરંતુ તે તેના માટે ખૂબ નાની હતી. તેથી તેના માતાપિતાએ તેને ચેસ રમવાનું શીખવ્યું.

શરૂઆતમાં તેને એકેડેમીમાં જવાનું ગમતું નહોતું, તેથી તેના માતાપિતાએ તેને ત્યાં લઇ જવા માટે ચોકલેટ અને ભેટો લાંચ તરીકે આપવી પડી હતી. પરંતુ ટૂંક સમયમાં જ તેને રમત પ્રત્યે પ્રેમ થઈ ગયો અને તે પછી જે બન્યું તે ઇતિહાસ છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button