ટોપ ન્યૂઝનેશનલ

ડીઝલ કાર થશે મોંઘી, નીતિન ગડકરીએ 10 ટકા વધારાનો GST લાદવાનો પ્રસ્તાવ મૂક્યો

ટૂંક સમયમાં ભારતમાં ડીઝલ એન્જિન વળી કાર ખરીદવાનું મોંઘુ થઈ શકે છે. ડીઝલ વાહનો પર ટૂંક સમયમાં 10 ટકાનો વધારાનો ટેક્સ લાદવામાં આવી શકે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ ડીઝલ એન્જિન વાહનો પર 10 ટકા GST લાદવાનો પ્રસ્તાવ રજુ કર્યો છે અને આ પ્રસ્તાવ ટૂંક સમયમાં નાણા મંત્રાલયને મોકલવામાં આવી શકે છે.

સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ની 63મી વાર્ષિક કોન્ફરન્સ દરમિયાન નીતિન ગડકરીએ તેમના ભાષણમાં આ પ્રસ્તાવ અંગે જાહેરાત કરી હતી. ગડકરીના જણાવ્યા અનુસાર, ડીઝલ એન્જિન પર 10 ટકા વધારાનો ટેક્સ લાદવાનું કારણ પર્યાવરણને અનુકૂળ વાહનોને પ્રોત્સાહન આપવાનું છે.

નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે પ્રદૂષણ એક ગંભીર સમસ્યા છે. જેના કારણે આપણા સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થઈ રહી છે. મેં છેલ્લા આઠ-દસ દિવસથી એક પત્ર તૈયાર કર્યો છે જે આજે સાંજે નાણા પ્રધાનને આપીશ. જેમાં લખ્યું છે કે ભવિષ્યમાં ડીઝલ એન્જિન ધરવતા તમામ વાહનો પર 10 ટકા જીએસટી લગાવવો જોઈએ.

નીતિન ગડકરીએ કહ્યું હતું કે આ 10 ટકા વધારાનો ટેક્સ વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત દેશોમાં પ્રદૂષણ ટેક્સ(પોલ્યુશન ટેક્સ) તરીકે ઓળખાય છે. દેશમાં ડીઝલ વાહનોનો ઉપયોગ ઘટાડવાનો આ એકમાત્ર રસ્તો છે. વાહનને કારણે થતા પ્રદૂષણ અને ક્રૂડ ઓઇલની આયાતને રોકવા માટે ઓટોમોબાઈલ ક્ષેત્રે ઝડપથી કામ કરવું પડશે, જે હેઠળ ઇલેક્ટ્રિક વાહનો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

જો ડીઝલ એન્જિન વાહનો પર 10 ટકા વધારાનો ટેક્સ લાદવાના રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીના આ પ્રસ્તાવને નાણા મંત્રાલય સ્વીકારી લેશે તો દેશમાં ડીઝલ વાહનોના વેચાણ પર મોટી અસર પડશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button