ટોપ ન્યૂઝનેશનલ

Delhiમાં ગરમીએ તોડ્યા તમામ Record, જાણો Capital કેટલું તપ્યું?

South Asian રાષ્ટ્રોમાં Heat Waveથી હાહાકાર, જાણો ગરમી વધવાનું કારણ?

નવી દિલ્હીઃ દિલ્હી (Delhi)માં ગરમીએ તમામ રેકોર્ડ બ્રેક કરી નાખ્યા છે, જ્યારે તાપમાનનો પારો બાવન ડિગ્રીની નજીક પહોંચ્યો છે. હવામાન વિભાગના અહેવાલ અનુસાર પાટનગર (Capital Delhi) નજીક મંગેશપુરમાં તાપમાનનો પારો 52.3 ડિગ્રીએ પહોંચ્યો છે.

દિલ્હી નજીકના વિસ્તાર મંગેશપુરમાં બપોરે અઢી વાગ્યાના સુમારે તાપમાન 52 ડિગ્રી પાર થયું છે, જ્યારે સરેરાશ તાપમાન 45.8 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં હીટવેવમાંથી 30 મે પછી ધીમે ધીમે ઓછી થવાની સંભાવના છે. ગઈકાલે દિલ્હીના તાપમાને 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો, જ્યારે આજે તાપમાન બાવન ડિગ્રી પાર કરવાથી પ્રશાસન હરકતમાં આવી ગયું છે.

31 મેના પંજાબ, હરિયાણ-ચંદીગઢ- દિલ્હી સહિત અન્ય અમુક વિસ્તારોમાં હીટ વેવની અસર જોવા મળશે. પશ્ચિમી ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહાર અને ઝારખંડના અલગ અલગ ભાગમાં લૂની સ્થિતિ ઊભી થઈ શકે છે. મંગળવારે પણ તાપમાનનો પારો પચાસ ડિગ્રીને પાર થયો હતો, તેથી હવામાન વિભાગ દ્વારા તકેદારીના પગલા ભરવાની અપીલ કરી છે.
ભારતના સૌથી હોટ સ્ટેટ રાજસ્થાનના ચુરુ જિલ્લાનું તાપમાન પચાસ ડિગ્રી પાર થયું છે, જ્યારે રોજના 16 લોકોનાં મોત થઈ રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગને કારણે ભારત જ નહીં, દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં ગરમીનો પારો વધારો થયો હોવાનો અધિકારીએ દાવો કર્યો હતો.

વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે અલ નીનો (El Nino)ને કારણે હવામાન પર અસર ડી રહી છે. ગ્લોબલ મધ્ય પ્રશાંતમાં વોર્મિંગને કારણે દુનિયાભરની હવામાનની પેટર્ન પર અસર પડી છે. દક્ષિણ એશિયામાં ભારત, પાકિસ્તાન, થાઈલેન્ડ સહિત બાંગ્લાદેશમાં હીટ વેવની અસર થઈ છે. ભારતના રાજસ્થાનના ચુરુમાં તાપમાનનો પારો પચાસ ડિગ્રી પાર થયો છે, જ્યારે પાકિસ્તાનના મહોનજોદડોમાં પારો બાવન ડિગ્રી પાર થયો છે.

થાઈલેન્ડમાં તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર થયો છે, જ્યારે આ બધા દેશમાં પણ ગરમીએ નવા રેકોર્ડ બ્રેક કર્યા છે. દક્ષિણ એશિયામાં પાકિસ્તાનના મોહનજોદડોમાં બાવન ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પાકિસ્તાનમાં તાપમાનનો પારો વધુ ચાર ડિગ્રી વધી શકે એવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી. બાંગ્લાદેશમાં હીટવેવને કારણે 30નાં મોત થયા છે, જ્યારે મ્યાનમારમાં રોજ 10 લોકો મરે છે. આ ઉપરાંત, ફિલિપાઈન્સ, વિયેટનામમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર થયો છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત