આપણું ગુજરાતટોપ ન્યૂઝલોકસભા સંગ્રામ ૨૦૨૪

કૉંગ્રેસ હજુ સાત બેઠક પરથી નામ જાહેર કરી શકી નથી, ભાજપના 26ની આ રહી યાદી

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી સત્તાવાર જાહેર થઈ તે પહેલાથી દરેક પક્ષ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા કરતો હોય છે, છતાં ચૂંટણીની તારીખો જાહેર થયાના દસેક દિવસો બાદ પણ કૉંગ્રેસ ગુજરાતની 24 બેઠક પર નામ જાહેર કરી શકી નથી જ્યારે ભાજપે તમામ 26 બેઠક પર ઉમેદવાર જાહેર કરી દીધા છે.

કૉંગ્રેસે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું હોવાથી ભરૂચ અને ભાવનગર એમ બે બેઠક પરથી તેના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે જ્યારે કૉંગ્રેસે હજુ સાત બેઠક પર ઉમેદવારની જાહેરાત કરવાની બાકી છે.

આપણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસે આ 7 સીટના ઉમેદવારો કર્યા ફાઈનલ? પ્રચાર અભિયાન શરૂ કરવાની આપી સૂચના

આનું એક કારણ એ છે કે પક્ષના ઘણા નેતાએ લોકસભાની ચૂંટણી લડવાની ના પાડી છે. આમાં પરેશ ધાનાણી (રાજકોટ), પ્રતાપ દુધાત (અમરેલી), ભરતસિંહ સોલંકી (આણંદ), જગદીશ ઠાકોર (બનાસકાંઠા-પાટણ)નો સમાવેશ થાય છે. આ સાથે અમદાવાદ પૂર્વથી રાહુલ ગુપ્તાએ લડવાની ના પાડી પક્ષને જ રામરામ કહી દીધા છે.

આથી કૉંગ્રેસે સાત બેઠકો પર મજબૂત નેતાને પસંદ કરવા બાબતે મથામણ કરવી પડે તેમ છે. ત્યારે જે બેઠકો પર ત્રણેય પક્ષના ઉમેદવાર જાહેર થઈ ગયા છે, તેની યાદી આ પ્રમાણે છે.

બેઠકભાજપકૉંગ્રેસઆપ
1 કચ્છવિનોદ ચાવડાનીતિશભાઈ લાલન 
2 બનાસકાંઠા ડો. રેખાબેન ચૌધરીગેનીબેન ઠાકોર 
3 પાટણ ભરતસિંહ ડાબેચંદનજી ઠાકોર 
4 મહેસાણા હરિભાઈ પટેલબાકી છે 
5 સાબરકાંઠા શોભનાબેન બારૈયા ડો. તુષાર ચૌધરી 
6 ગાંધીનગર અમિત શાહસોનલ પટેલ 
7 અમદાવાદ(E)હસમુખ ભાઈ પટેલબાકી છે 
8 અમદાવાદ(W) દિનેશ મકવાણાભરત મકવાણા 
9 સુરેન્દ્રનગર ચંદુભાઈ શિહોરાબાકી છે 
10 રાજકોટ પરષોત્તમ રૂપાલાબાકી છે 
11 પારબંદર મનસુખ માંડવીયા લલિત વસોયા 
12 જામનગર પૂનમ માડમજે.પી.મારવીયા 
13 જૂનાગઢ રાજેશ ચુડાસમાબાકી છે 
14 અમરેલી ભરતભાઈ સુતરીયા જેનીબેન ઠુમ્મર 
15 ભાવનગર નીમુબેન બાંભણીયા ————ઉમેશ મકવાણા
16 આણંદ મિતેશ પટેલઅમિત ચાવડા 
17 ખેડાદેવુસિંહ ચૌહાણકાલુસિંહ ડાબેરી 
18 પંચમહાલ રાજપાલસિંહ જાદવગુલાબસિંહ ચૌહાણ 
19 દાહોદજસવંતસિંહ ભાભોરપ્રભાબેન તાવીયાડ 
20 વડોદરા ડો. હેમાંગ જોષી બાકી છે 
21 છોટા ઉદેપુરજશુભાઈ રાઠવાસુખરામ રાઠવા 
22 ભરૂચમનસુખ વસાવા————ચૈતર વસાવા
23 બારડોલીપ્રભુભાઈ વસાવાસિદ્ધાર્થ ચૌધરી 
24 સુરત મુકેશ ભાઈ દલાલ નિલેશ કુંબાણી 
25 નવસારી સી.આર.પાટીલબાકી છે 
26 વલસાડધવલ પટેલઅનંતભાઈ પટેલ 


Back to top button
મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker