ટોપ ન્યૂઝ

ઉત્તરાખંડ વક્ફ બોર્ડનો મોટો નિર્ણય, મદરેસાઓમાં રામ કથા શીખવવામાં આવશે!

માર્ચમાં શરૂ થતા નવા સત્રથી ઉત્તરાખંડ વક્ફ બોર્ડ સાથે જોડાયેલા મદરેસાઓ માટેના અભ્યાસક્રમમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. વક્ફ બોર્ડના અધ્યક્ષે કહ્યું કે ભગવાન રામની કથાને નવા અભ્યાસક્રમનો ભાગ બનાવવામાં આવશે. અમે ઇચ્છીએ છીએ કે બાળકોને ભગવાન રામના આદર્શ સ્વરૂપનો પરિચય કરાવવામાં આવે. રામ કથા આદર્શ છે અને અમે ઈચ્છીએ છીએ કે બાળકો ઔરંગઝેબ જેવા નહીં પણ રામ જેવા બને.

હવે મદરેસામાં બાળકોને પયગંબર મોહમ્મદ અને ભગવાન રામની જીવનકથા શીખવવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અનુભવી મુસ્લિમ ધર્મગુરુઓએ પણ આ પગલાને મંજૂરી આપી દીધી છે. વક્ફ બોર્ડના અધ્યક્ષ શાદાબ શમ્સ ભાજપના પણ નેતા છે. લાંબા સમયથી મદરેસાઓના અભ્યાસક્રમમાં ફેરફારની માંગ કરવામાં આવી રહી છે.

વક્ફ બોર્ડના અધ્યક્ષે કહ્યું કે 20મી સદીના મુસ્લિમ દાર્શનિક અલ્લામા ઈકબાલે પણ રામના અસ્તિત્વ વિશે કહ્યું છે કે સમગ્ર ભારતને તેમના પર ગર્વ છે. ધાર્મિક આસ્થાની વાત નથી, તેમનું વ્યક્તિત્વ સમગ્ર વિશ્વ માટે આદર્શ છે. પિતાનું વચન પૂરું કરવા 14 વર્ષનો વનવાસ સ્વીકારનાર પુત્રનું વ્યક્તિત્વ દરેક માટે અનુકરણ કરવા જેવું છે. કયા પિતાને રામ જેવો પુત્ર ન જોઈએ? અમે અભ્યાસક્રમમાં રામના જીવન ચરિત્રનો સમાવેશ કરતા પહેલા ઘણું વિચાર્યું છે.

ઉત્તરાખંડની મદરેસાઓના સિલેબસમાં મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. વક્ફ બોર્ડ હેઠળ 117 મદરેસા છે, જેમના અભ્યાસક્રમમાં ભગવાન રામના જીવન પર એક પ્રકરણ પણ સામેલ કરવામાં આવશે. મદરેસાના અભ્યાસક્રમમાં ફેરફાર કરીને તેમાં ગણિત અને વિજ્ઞાનની સાથે આધુનિક વિષયોનો પણ સમાવેશ કરવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે. ઉત્તરાખંડ વક્ફ બોર્ડે આ દિશામાં એક મોટું પગલું ભર્યું છે અને હવે બાળકોને ભગવાન રામના જીવન મૂલ્યો વિશે શિક્ષિત કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button