ટોપ ન્યૂઝસ્પોર્ટસ

BCCIએ આખરે ટીમ ઈન્ડિયાના નવા કોચની કરી જાહેરાત

નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ ઓપનર કમ રાજકારણી ગૌતમ ગંભીરને નવી જવાબદારી મળી છે. ગૌતમ ગંભીરને ભારતીય ટીમના હડ કોચ (Team India’s coach appointed) બનાવવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો: T20 world cup જીત બાદ BCCIએ ₹125 કરોડ આપ્યા ટીમના સભ્યો અને કોચિંગ સ્ટાફને, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો કર્યા પછી ગૌતમ ગંભીરની પસંદગી કરવામાં આવી છે.

ગંભીરને નવા હેડ કોચ બનાવવામાં આવ્યા હોવાની ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સચિવ જય શાહે જાહેરાત કરી છે. ગૌતમ ગંભીર ત્રણેય ફોર્મેટ્સમાં ટીમ ઈન્ડિયાના કોચ રહેશે. ગંભીરનો કાર્યકાળ સાડા ત્રણ વર્ષનો રહેશે.

આ પણ વાંચો: સુરેશ રૈનાએ વિરાટ-રોહિત વિશે BCCIને વિનંતી કરી કે…

ભારતીય ટીમના ઇતિહાસમાં ગૌતમ ગંભીર પચીસમા હેડ કોચ બન્યા છે. ટવેન્ટી-20 વર્લ્ડ કપ 2024 પછી રાહુલ દ્રવિડે ચીફ કોચનું પદ છોડ્યું હતું.

હવે જુલાઈ મહિનાના અંતમાં શરુ થનારા શ્રીલંકાના પ્રવાસની સિરીઝમાં ગંભીર હેડ કોચ તરીકે જોઈન કરશે. હાલમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે પહોંચેલી ભારતીય ટીમના વચગાળાના હેડ કોચ તરીકે વીવીએસ લક્ષ્મણ છે.

આ પણ વાંચો: BCCI ઇશાન કિશન અને શ્રેયસ અય્યરની અવગણના કરી રહ્યું છે? આ ખેલાડીઓ પણ પસંદગી ન પામ્યા

બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું હતું કે ગૌતમ ગંભીરને હેડ કોચ બનાવવાની જાહેરાત કરતા કહ્યું હતું કે મને એ વાતનો આનંદ છે કે હવે ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર બનશે.

અહીં એ જણાવવાનું કે ગંભીરના નેતૃત્વમાં કોલકાતા નાઈટરાઈડર્સની ટીમને આઈપીએલની ચેમ્પિયન બનાવી હતી. હાલમાં ભારતીય ટીમ શુભમન ગિલના નેતૃત્વમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે છે, ત્યારબાદ શ્રી લંકા જશે, ત્યારે ગંભીર ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે. હેડ કોચ માટે ઉમેદવારી નોંધાવવા માટે ફક્ત એક જ ઉમેદવાર હતો. ઈન્ટરવ્યૂ પહેલા ગંભીરે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

42 વર્ષના ગૌતમ ગંભીર ચોથી ડિસેમ્બર 2018ના ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ભારત વતીથી છેલ્લી ટેસ્ટ 2016માં રાજકોટમાં રમ્યા હતા. ગંભીરે 54 ટેસ્ટમાં 41.95ની એવરેજથી 4,154 રન બનાવ્યા હતા, જેમાં નવ સદીનો સમાવેશ થાય છે. ગંભીર 147 વન-ડેમાં 5,238 રન બનાવ્યા હતા. 2011ના વર્લ્ડ કપની ફાઈનલમાં 97 રનની યાદગાર ઈનિંગ ગંભીર રમ્યો હતો, જેથી ભારત બીજી વખત વર્લ્ડ કપ જીત્યું હતું. વન-ડેમાં 11 સેન્ચુરી મારી હતી, જ્યારે ટવેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં આગવી રમત રમ્યો હતો. 37 મેચમાં સાત હાફ સેન્ચુરીની મદદથી 932 રન બનાવ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ધરો દુંદાળા દેવને