T20 world cup જીત બાદ BCCIએ ₹125 કરોડ આપ્યા ટીમના સભ્યો અને કોચિંગ સ્ટાફને, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket team) ચેમ્પિયન બની છે, જેને કારણે BCCIએ ₹125 કરોડની ઇનામી રકમ આપી છે. BCCIએ ટાઇટલ વિજેતા ટીમના સભ્યો અને કોચિંગ સ્ટાફ વચ્ચે ₹125 કરોડની રકમનું વિતરણ કઈ રીતે થશે એ અંગે જાહેરાત કરી હતી.
ઈનામની રકમ માત્ર 15 સભ્યોની ટીમ અને કોચિંગ સ્ટાફ માટે જ નથી, ચાર રિઝર્વ ખેલાડીઓને પણ આ રકમનો ભાગ મળશે. અહેવાલ મુજબ ટીમના દરેક ખેલાડીને ઓછામાં ઓછા ₹5 કરોડ મળવાની અપેક્ષા છે, જ્યારે રિઝર્વ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના સભ્યોને ઓછામાં ઓછા ₹1 કરોડ મળશે.
સપોર્ટ સ્ટાફમાં મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, ઉપરાંત બેટિંગ કોચ વિક્રમ રાઠોર, બોલિંગ કોચ પારસ મહામ્બરે, ફિલ્ડિંગ કોચ ટી દિલીપ, ત્રણ થ્રોડાઉન નિષ્ણાતો, ત્રણ ફિઝિયો, એક ટ્રેનર, મેનેજર, લોજિસ્ટિક્સ મેનેજર, વીડિયો એનાલિસ્ટ અને સિક્યોરિટી અધિકારીનો સમાવેશ થાય છે.
ભારતીય ક્રિકેટ ટીમ એક પણ મેચ હાર્યા વિના T20 વર્લ્ડ કપ જીતનારી પ્રથમ ટીમ બની ગઈ છે. T20 વર્લ્ડ કપ જીત બાદ ભારતીય ક્રિકેટ ચાહકોમાં ઉજવણીનો માહોલ છે.
ફાઈનલ મેચમાં જીત બાદ કેપ્ટન રોહિત, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં જ રાહુલ દ્રવિડે પુષ્ટિ કરી હતી કે આ ટુર્નામેન્ટ બાદ તેઓ મુખ્ય કોચનું પદ છોડી દેશે. તેણે ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં અને 2023માં વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચાડ્યું હતું, જોકે આ બંને ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં ટીમને જીત મળી નહીં.
Also Read –