ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હીમાં બેબી કેર સેન્ટરના માલિકની ધરપકડ, આગ લાગતા 7 નવજાતના થયા હતા મોત

નવી દિલ્હી: દિલ્હીમાં બેબી કેર સેન્ટરમાં આગ લાગવાની ઘટનામાં સાત નવજાત બાળકોના મોત થયા હતા. આગ લાગ્યા બાદ ઓક્સિજન સિલિન્ડર ફાટ્યો હતો જેના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. હવે દિલ્હી પોલીસે આ કેસમાં બેબી કેર સેન્ટરના માલિકની ધરપકડ કરી છે. આ દુર્ઘટના શનિવારે રાત્રે પૂર્વ દિલ્હીના વિવેક વિહારમાં બની હતી, જેમાં અનેક બાળકો ઘાયલ પણ થયા હતા.

મળતી વિગતો મુજબ ભીષણ આગે સમગ્ર ઈમારતને લપેટમાં લીધી હતી અને રોકેટની જેમ ધુમાડાના ગોટેગોટા ઉડીને આકાશમાં ફેલાઈ રહ્યા હતા. હોસ્પિટલના માલિકની ઓળખ નવીન કીચી તરીકે થઈ છે. દિલ્હી પોલીસે તેની સામે IPCની કલમ 336 અને 304A હેઠળ કેસ નોંધ્યો છે. ઘટના બાદ નવીન ફરાર થઈ ગયો હતો. પોલીસે તેને પકડવા માટે રેડ પાડી હતી. આખરે રવિવારે પોલીસને તેને શોધવામાં સફળતા મળી હતી.

આ પણ વાંચો: ‘પહેલા માળેથી અમે કુદયા હતા’ રાજકોટમાં લાગેલી આગમાં બચી ગયેલા યુવાને કરી વાત

આ ઘટના અંગે નવજાત બાળકના માતા-પિતાનું નિવેદન આવ્યું છે જેમાં તેઓએ સાક્ષી બનીને પરિસ્થિતિનું વર્ણન કર્યું હતું. એક વ્યક્તિએ કહ્યું કે હોસ્પિટલમાં ભયાનક આગ લાગી હતી. તેમણે જણાવ્યું કે હોસ્પિટલમાં 11 બાળકો હતા જેમાંથી 3-4ને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ બાકીના બાળકો ધુમાડાની લપેટમાં આવી ગયા હતા.

નવજાત બાળકના કાકા સુમિતે કહ્યું, “મારા ભાઈના પુત્રને 20 મેથી દાખલ કરવામાં આવ્યો હતો. અમે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને માહિતી માંગી હતી. તેઓએ અમને હોસ્પિટલમાં જઈને માહિતી પૂછવાનું કહ્યું હતું. અમને હોસ્પિટલમાં રહેવા દેવામાં આવ્યા ન હતા, આ મામલે કડક કાર્યવાહી થવી જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button