આમચી મુંબઈટોપ ન્યૂઝનેશનલ

….તો હવે એ દિવસો દૂર નહીં રહે કે ટ્રેનમાંથી તમે પૈસા ઉપાડી શકશો, કઈ રીતે?

મુંબઈઃ ભારતીય રેલવે બુલેટ ટ્રેન દોડાવવાની યોજના બનાવી છે ત્યારે તાજેતરમાં ચાલતી મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં પણ પ્રવાસીઓને પૈસા મળી રહે તેના માટે મોટી યોજના બનાવવામાં આવી છે. એટલે કે ક્યારેક ટ્ર્રેનમાં પૈસાની જરૂર ઊભી થઈ તો પ્રવાસીઓ ટ્રેનમાંથી પૈસા ઉપાડી શકશે અને એના માટે રેલવેએ ટ્રેનના એસી કોચમાં એટીએમ ફેસિલિટી ઊભી કરવાનો નિર્ણય લીધો છે.

મધ્ય રેલવેએ આનો ઉપાય શોધી કાઢ્યો છે. મધ્ય રેલવેએ મુંબઈથી મનમાડ એટલે પંચવટી એક્સપ્રેસમાં ટ્રાયલ ધોરણે એટીએમ મશીન લગાવ્યું છે. આ એટીએમ એસી ચેર કાર કોચમાં બેસાડવામાં આવ્યું છે, જ્યાં પહેલા પેન્ટ્રી હતી. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે.

આપણ વાંચો: ભારતીય રેલવેના 5 ‘ઘાતક’ અકસ્માત, જેમાં હજારો લોકોએ ગુમાવ્યા હતા જીવ, જાણો વિગતવાર ઈતિહાસ?

કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે પંચવટી એક્સપ્રેસમાં એટીએમનો વીડિયો શેર કરતા લખ્યું, પહેલીવાર ટ્રેનમાં એટીએમ સુવિધા, ત્યાર બાદ આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયો હતો. લોકોએ આ આઈડિયાને વધાવ્યો હતો અને ચાલતી ટ્રેનમાં પૈસાની સુવિધા મળે તો લોકો માટે મોટી સુવિધા હશે એમ પણ જણાવ્યું હતું.

વાસ્તવમાં રેલવેએ તેના NFR એટલે કે નોન-ફેર રેવન્યુ પહેલ હેઠળ ઓનબોર્ડ ATMની આ સુવિધા પૂરી પાડવાની યોજના બનાવી રહી છે. જેથી રેલવે ટિકિટમાંથી થતી આવક ઉપરાંત તે મુસાફરોને અન્ય સુવિધાઓ પૂરી પાડીને તેની આવકમાં વધારો કરી શકે.

આપણ વાંચો: ભારતીય રેલવે કરશે કમાલ, આવી રહી છે વંદે ભારત પાર્સલ ટ્રેન…

૨૫ માર્ચના મધ્ય રેલવેએ તમામ સંભવિત વિક્રેતાઓ સાથે એક બેઠક યોજી હતી જેમાં મધ્ય રેલવેએ ઓનબોર્ડ એટીએમનો પ્રસ્તાવ મૂક્યો હતો, ત્યાર બાદ બીજી એપ્રિલના બેંક ઓફ મહારાષ્ટ્રએ NINFRIS નીતિ હેઠળ આ પ્રસ્તાવ મૂક્યો હતો. 10 એપ્રિલના મનમાડ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પંચવટી એક્સપ્રેસમાં ટ્રાયલ ધોરણે ઓનબોર્ડ એટીએમ સુવિધા પૂરી પાડવામાં આવી હતી અને પેન્ટ્રીની જગ્યાએ એટીએમ મશીન બેસાડવામાં આવ્યું હતું.

ATMની સુરક્ષા માટે 2 ફાયર બ્રિગેડના ઉપકરણો અને રબર પેડ લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, એટીએમ પાસે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યો છે. મધ્ય રેલવેએ જણાવ્યું હતું કે હાલમાં આ ઓનબોર્ડ એટીએમનો પ્રયોગ ટ્રાયલ તરીકે કરવામાં આવ્યો છે, પરંતુ જો તે સફળ થશે, તો આ સુવિધા અન્ય ટ્રેનોમાં પણ શરૂ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button