ટોપ ન્યૂઝનેશનલ

Article 370: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્રના નિર્ણયને સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ દ્વારા સોમવારે મોદી સરકારને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. સીજેઆય ડિવાય ચંદ્રચૂડે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરભારતનું જ અંગ છે. એનું કોઇ આંતરિક સાર્વભૌમત્વ નથી.

5, ઓગષ્ટ 2019ના દિવસે મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલન 370 હટાવવાનો નિર્ણય લીધો હતો. સાથે જ રાજ્યને બે ભાગમાં વહેંચી જમ્મુ-કાશ્મીર અને લદાખમાં વહેંચી દેવામાં આવ્યા હતાં. કેન્દ્રના આ નિર્ણયની સામે સુપ્રીમ કોર્ટમાં 23 અરજીઓ કરવામાં આવી હતી. બધાને સાંભળ્યા પછી સપ્ટેમ્બરમાં કોર્ટે નિર્ણય પેન્ડીંગ રાખ્યો હતો. 370 હટાવવાના ચાર વર્ષ, ચાર મહિના અને છ દિવસ બાદ આજે સુપ્રીમ કોર્ટમાં પાંચ જજો જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી.આર. ગવઇ અને જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે નિર્ણય આપ્યો હતો.


આ છે સુપ્રીમ કોર્ટના નિર્ણયની મહત્વની વાતો:

  • રાષ્ટ્રપતિ પાસે આર્ટિકલ 370 હટાવવાનો હક છે. આર્ટિકલ 370 હટાવવાનો નિર્ણય બંધારણીય રીતે સાચો છે.
  • બંધારણના તમામ નિયમો જમ્મુ-કાશ્મીરને લાગુ છે. આ નિર્ણય જમ્મુ-કાશ્મીરની સલામતી એકતા માટે લેવામાં આવ્યો છે.
  • કલમ 370 હટાવવા પાછળ કોઇ બદઇરાદા નથી.
  • જમ્મુ-કાશ્મીરમાં વહેલી તકે ચૂંટણી પ્રક્રિયા માટે પલગા લેવામાં આવશે. 30મી સપ્ટેમ્બર 2024 સુધી જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી થઇ શકે છે.
  • જમ્મુ-કાશ્મીરને જલ્દી જ રાજ્યનો દરજ્જો મળશે.
  • કલમ 370 એક અસ્થાયી વ્યવસ્થા હતી. જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. જમ્નુ-કાશ્મીર પાસે કોઇ પણ આંતરિક સાર્વભૌમત્વ નથી.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…