આપણું ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ પોલીસે ભાગેડુ તરુણ જીનરાજને પકડી પાડ્યો, જાણો થ્રિલર ફિલ્મ જેવી સ્ટોરી

વર્ષ 2003માં વેલેન્ટાઈન ડેના રોજ અમદવાદમાં થયેલા સજની હત્યાકાંડનો આરોપી તરુણ જીનરાજ (સજનીનો પતિ) પોલીસને છેતરીને ભાગી ગયો હતો, અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે બુધવારના રોજ તેને દિલ્હીમાંથી પકડી પાડ્યો હતો. 15 દિવસના જામીન પર સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી છૂટ્યા બાદ ગત 4 ઓગસ્ટના રોજ તરુણ જીનરાજ ગુમ થઇ ગયો હતો, તેના દોઢ મહિના બાદ તે બુધવારે સાંજે દિલ્હીના નજફગઢના એક પેઇંગ ગેસ્ટ ફેસેલીટીમાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચના હાથે પકડાયો હતો.

આ કેસની માહિતી મુજબ 2003માં વેલેન્ટાઇન ડે રોજ સજનીની હત્યા થયા બાદ તેનો આરોપી પતિ જીનરાજ ગુમ થઇ ગયો હતો. ત્યાર બાદ તે 15 વર્ષ સુધી ફરાર રહ્યો, તરુણ છેક ઓક્ટોબર 2018 માં બેગલુરુમાંથી પકડાયો. ત્યાર બાદ આ વર્ષે જુલાઈમાં કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ તે 4 ઓગસ્ટ 2023ના રોજ ફરીથી ફરાર થઇ ગયો હતો. તેને પકડવા માટે શહેરની સાયબર ક્રાઈમ બ્રાન્ચના વરિષ્ઠ અધિકારીઓની પાંચ સભ્યોની ટીમ બનાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2003માં પ્રથમવાર ભાગી ગયા પછી, તરુણ જીનરાજે તેના મિત્ર પ્રવિણ ભાટેલીની ઓળખ ધારણ કરી એક મોટી કંપનીમાં નોકરી મેળવી અને બીજા લગ્ન કર્યા. વેશપલટો અને છેતરપિંડી કરવામાં માહેર જીનરાજે આ વખતે કાયદાથી બચવા ‘જસ્ટિન જોસેફ’ તરીકે નવી ઓળખ ઉભી કરી જીવન ત્રીજા અધ્યાયનું આયોજન કર્યું હતું.

તેણે જસ્ટિન જોસેફના નામે નકલી આધાર કાર્ડ બનાવ્યું હતું. દરરોજ અખબાર વાંચીને પોલીસની ગતિવિધિઓથી અપડેટ રહેતો, અમદાવાદથી ભાગી જીનરાજ સૌ પ્રથમ યુપી ગયો, ત્યાંથી બહરાઇચ બોર્ડર મારફતે નેપાળમાં પ્રવેશ કર્યો અને પછી દિલ્હી પરત ફર્યો. તેની યોજના દિલ્હીના કુખ્યાત ગેંગસ્ટરની મદદથી નકલી પાસપોર્ટ મેળવવાની હતી. નેપાળ સરહદ પર અમદવાદ પોલીસની ટીમ પહેલેથી જ સતર્ક હતી. જીનરાજના મોબાઇલ ફોનના ઉપયોગથી તે દિલ્હી પરત ફર્યો એ માહિતી પ્રાપ્ત થઈ હતી.

તરુણે દિલ્હી જતી ટ્રેનમાં તેનો સામાન અને ઓળખના દસ્તાવેજો ચોરાઈ ગયા હોવાનું નાટક રચ્યું હતું. તેણે નકલી ચોરી માટે દિલ્હી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ નોંધાવી હતી અને ત્યાર બાદ પીજી સુવિધામાં રહેવા માટે ઑનલાઇન બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા.

તે બીજી વાર ગુમ થયા બાદ તેની તસ્વીરો ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા વહેતી થઇ હતી, વેશ બદલવા જીનારાજે મુંડન કરાવ્યું હતું અને ગરદન તથા હાથ પર કામચલાઉ ટેટૂ કરાવડાવ્યું હતું. તેણે એક કસ્ટમાઇઝ વિગ બનાવી હતી. કોસ્મેટિક સર્જન સાથે હેર ટ્રાન્સપ્લાન્ટનું પણ આયોજન કર્યું હતું. ટેટૂને પરમેનન્ટ કરાવવા તેણે ટેટૂ આર્ટિસ્ટ સાથે એપોઇન્ટમેન્ટ પણ લીધી હતી.

પોલીસે સાબરમતી સેન્ટ્રલ જેલથી થયેલા કોલ્સ તપાસ્યા, અમુક નંબરોથી પરથી વારંવાર કોલ આવતા જણાયા હતા. તપાસ બાદ જાણવા મળ્યું કે જીનરાજને નજફગઢ પહોંચવામાં અને ત્યાં આશ્રય શોધવામાં કેટલાક લોકોએ મદદ કરી છે. તેથી પોલીસને ખબર હતી કે તેનું ગંતવ્ય દિલ્હી છે.

જીનારાજે દિલ્હીના દિલ્હીના નજફગઢમાં રહેવાનું પસંદ કર્યું કારણ કે આ વિસ્તારમાં કોર્પોરેટ નોકરીઓ માટે આવતા દક્ષિણ ભારતીય લોકો મોટી સંખ્યામાં રહે છે. એકવાર નજફગઢમાં તેની હાજરીની પુષ્ટિ થઈ ગયા પછી, અમદવાદ ક્રાઈમ બ્રાંચની પાંચ સભ્યોની ટીમે તેની પર નજર રાખવાનું શરુ કર્યું હતું.

એકવાર તેની ઓળખની પુષ્ટિ થતાં અમદાવાદ પોલીસની ટીમ તેના રૂમમાં દરોડો પડ્યો હતો. જ્યારે પોલીસે તેના રૂમનો દરવાજો ખખડાવ્યો ત્યારે તે ચોંકી ગયો. તેણે ફરીથી નવું જીવન શરુ કરવા ઝીણવટપૂર્વક આયોજન કર્યું હતું અને તેની પોલીસને જાણ થાય એવી તેને કલ્પના પણ ન હતી.

અમદાવાદ પોલીસના સુત્રોએ જણાવ્યું હતું કે જીનરાજની ધરપકડ કરવામાં આવી છે અને તે હાલ શહેરની સાયબર ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો…